SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. પ્રતિવાદી વ્યાપ્તિના સંબંધને ભૂલી ગયા હોય તેને તેનું સ્મરણ કરાવવામાં આ પ્રોગ ઉપગી છે. દૃષ્ટાન્તને વિષે હેતુની યોજના કરવાથી જે અજ્ઞાત હોય એવા જડમતિ માટે ઉપનય પણ આવશ્યક અંગ છે. સાધ્યના આધારરૂપી ધમમાં હેતુને જે ઉપસંહાર કરે તે “ઉપનય છે એમ પ્રમાણુનય(૫. ૩)ના નિમ્નલિખિત ૪૯ મા સૂત્ર ઉપરથી જોઈ શકાય છે – સેતોઃ સાપ્યાર્મિષ્ણુવર્ણમુના” સાધ્ય-ધર્મને ફરીથી પક્ષમાં ઘટાવે તે નિગમન છે એમ પ્રમાણુનયના નિમ્ન-લિખિત “ સાધ્વધર્મ પુનર્નિમન –અનન્તર સૂત્ર ઉપરથી જાણી શકાય છે. આ પ્રમાણે આપણે પક્ષપ્રયોગાદિ પાંચ હોવાથી, ઘડાની જેમ. આ પ્રમાણે ઘડાના દષ્ટાતથી અનિષ્ટ પ્રસંગને દૂર કરી હેતુનું સમર્થન થાય છે, વાસ્તે આ ઉદાહરણ “સ્થાપના-કર્મ' છે. પ્રત્યુત્પન્નવિનાશી એટલે અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થતાં તેને તત્કાલ નાશ કરવા આપવામાં આવેલું ઉદાહરણ. જેમકે કેઈએ કહ્યું કે આત્મા અકત છે, અમૂર્ત હોવાથી, આકાશની જેમ. આ જન વાદીને અનિષ્ટ પ્રસંગ છે એટલે તે તરત જ એના પ્રતીકાર તરીકે એમ કહે કે આમાં કથંચિત મૂર્ત હોવાથી કત છે, દેવદત્તની પેઠે. અત્ર દેવદત્તનું દૃષ્ટાન્ત ઉપર્યુક્ત અનિષ્ટ પ્રસંગનું તરત જ નિવારણ કરે છે, વાસ્ત આ ઉદાહરણ “પ્રત્યુત્પન્નવિનાશી ” છે. બાકીના ભેદ-પ્રભેદો પ્રસ્તુતમાં અનુપયોગી હોવાથી તેની રૂપરેખા અત્ર ને આલેખતાં તેના જિજ્ઞાસને સ્થાનાંગ તેમજ તેની શ્રી અભયદેવસૂરિકત વૃત્તિ ( પત્રાંક ૨૫૩-૨૬૨ ) જેવા ભલામણું છે. દૃષ્ટાન્ત પણ પક્ષ અને હેતુની જેમ અશુદ્ધ હોઈ શકે છે. એવા દૃષ્ટાન્તને “ દષ્ટાન્તાભાસ' કહેવામાં આવે છે. આના સાધમ્ય અને વિધર્મોની અપેક્ષાએ બે ભેદ પડે છે. આ ભેદેની સંખ્યા પરત્વે જેન–અજન તાર્કિકામાં મત-ભેદ છે. ન્યાયપ્રવેશમાં પ્રત્યેકના પાંચ પાંચ પ્રકાર, પ્રશસ્ત પદભાથમાં તેમજ ન્યાયાવતારમાં જ છે અને ન્યાયબિન્દુ તથા પ્રમાણનય૦ (૫૦ ૬, મૂ૦ ૫૮, ૬૯ )માં નવ નવ પ્રકારે દષ્ટિગોચર થાય છે. ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી આ સંબંધમાં વિશેષ ઉલ્લેખ ન કરતાં તેના જિજ્ઞાસુને ન્યાયકસુમાંજલિનું સ્પષ્ટીકરણ (પૃ. ૧૩૭–૧૪૭ ) જેવા વિનતિ છે. ૧ અત્રે એ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે અક્ષપદે નિગમનનું “avહેરાત પ્રતિજ્ઞાાઃ પુનર્ધાનં નક' (૧-૧-૩૯ ) એવું જે લક્ષણ આપ્યું છે, તે જ દશનિતિ ( ગા. ૧૪૪)માં થોડા ફેરફાર સાથે “નમો ઘન અવયવ પદે gm રૂપે દેખાય છે. ૨ પક્ષપ્રયોગનું બીજું નામ પ્રતિજ્ઞા' છે, કેમકે એમાં સાધ્યને નિર્દેશ કરવામાં આવે છે. પ્રમાણમીમાંસા / ૨-૧-૧૧ )માં પ્રતિજ્ઞાનું “ નાદાનિર્દે: પ્રતિજ્ઞ” આ પ્રમાણે આપેલું લક્ષણ આ વાતને છુટ કરે છે. ૩ સાંખ્યો પ્રતિજ્ઞા, હેતુ અને ઉદાહરણ એમ ત્રણ અવયવો માને છે (જુઓ પાંચમી સાંખ્યકારિકાની મારવૃત્તિ ); મીમાંસકે આ ઉપરાંત ઉપનયને એટલે એકંદર ચાર માને છે; અને નેયાયિકા નિગમન સહિત પાંચેને માને છે ( જુઓ ગૌતમસૂત્ર ૧-૧-૩૨ ). 28 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy