SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ જીવ-અધિકાર. [ પ્રથમ ત્યારે હેત્વાભાસ'નું ઉત્થાન થાય છે. આ હેત્વાભાસના (૧) અસિદ્ધ, (૨) વિરૂદ્ધ અને (૩) અનૈકાન્તિક (વ્યભિચારી) એમ ત્રણ પ્રકારે છે. આ વાત જેન તાર્કિકેને જ સમત છે એમ નથી, કિન્તુ ન્યાયપ્રવેશ, ન્યાયબિન્દુ અને પ્રશસ્તપાદ ભાગમાં પણ આ જ ત્રણ પ્રકારે છે. આથી ગત મે-નાયિકે સ્વીકારેલ કાલાતીત (બાધિત) અને સત્કૃતિપક્ષ નામના બે અધિક હેત્વાભાસે વૈશેષિક, બૌદ્ધ કે જેન ગ્રન્થમાં મૂળ કમમાં નથી એમ ફલિત થાય છે. પરાથનુમાન માટે આવશ્યક અવય– વ્યુત્પન્નમતિવાળા, નિપુણ ચા તન તાને માટે તે હેતુને પ્રતિપાદન કરનારું વચન યાને હેતુ-પ્રયોગ એમ એક જ અવયવ અનુમાનાથે પર્યાપ્ત છે. તેના માટે પક્ષપ્રોગાદિની આવશ્યકતા નથી. હેતુને પ્રગ તાપપત્તિ વડે અને અન્ય પપત્તિ વડે એમ બે પ્રકારે થાય છે. પરંતુ ધ્યાનમાં રાખવું કે એથી એ બે પ્રકારમાં અર્થ–ભેદ છે એમ નહિ, કિન્તુ એક જ ભાવની વિધિ-નિષેધરૂપ બે બાજુનું સૂચન કરનારી શબ્દ રચનામાં ભિન્નતા છે. સાધ્યની હૈયાતી હોય તો જ હેતની ઉપપત્તિ ( ઘટવાપાનું છે તે ‘તોપપત્તિ” છે, જ્યારે અન્યથા એટલે સાધ્ય ન હોય ત્યારે-તેની અભાવદશામાં હેતુની ઉપપત્તિ તે “અન્ય પપત્તિ છે. આ બંને હેતુ-પ્રગની આવ શ્યકતા નથી. શ્રોતાને સાધ્યની પ્રતીતિ ગમે તે એક હેતુ-પ્રયોગ દ્વારા થઈ ગઈ હોય તો અન્ય પ્રગની જરૂર નથી. સાધન વડે સાધ્ય ક્યાં સિદ્ધ કરવું એથી અજ્ઞાત મન્દમતિ માટે અર્થાત પક્ષભાનથી વંચિત પ્રતિવાદીની અપેક્ષાએ પક્ષને પ્રવેગ આવશ્યક છે, કેમકે વાદીએ સાચા હેતુને પ્રયોગ કર્યો હોય, છતાં પક્ષથી અજ્ઞાત પ્રતિવાદી તેને વિપક્ષમાં વર્તમાન ગણી હેતુને વિરૂદ્ધ હોવાની શંકા કરે. આવી રીતે વિચારતાં મન્દતર બુદ્ધિવાળા માટે દષ્ટાન્તની પણ જરૂર છે, કારણ કે જે ૧ દાખલા તરીકે “શરીરે સુખી તે સુખી સર્વ વાતે એ કથન અને શરીરે દુ:ખી તે દુ:ખી સર્વ વાતે ' એ કહેવતમાં પ્રથમ પ્રયોગ વિધિસ્વરૂપી છે અને દ્વિતીય નિષેધાત્મક છે, કિન્તુ તે બેના અર્થમાં કંઈ ભેદ-ભાવ નથી. પર્વત અગ્નિમાન હોવું જોઈએ, કેમકે અગ્નિનું અસ્તિત્વ હોય તે જ ધમનું અસ્તિત્વ ઘટી શકે એ કથન અને પર્વત અગ્નિમાન હોવું જોઈએ, કેમકે અગ્નિ ન હોય તો ધમનું અસ્તિત્વ ન બંધ બેસે એ કથનમાં અથભેદ નથી. પરંતુ એક જ સ્વરૂપને દર્શાવનારી શબ્દ-રચના ભિન્ન છે. ૨ દૃષ્ટાન્ત કહે કે ઉદાહરણ કહે કે જ્ઞાત કહો તે એક જ છે. સ્થાનાંગ (સૂ૦ ૩૩૮ )માં જ્ઞાતના () આહરણ, (અ) આહિરણ નદેશ, (ઈ) આહરણતદ્દોષ અને (ઈ) ઉપન્યાસોપનય એમ ચાર પ્રકારે દર્શાવ્યા છે. વિશેષમાં ત્યાં આ પ્રત્યેકના પણ ચાર ચાર અવાંતર ભેદ બતાવવામાં આવ્યા છે. જેમકે આદરણના (અ અપાય, (આ) ઉપાય, (૪) સ્થાપના કર્મ અને (ઈ) પ્રત્યુત્પવિનાશી, આ છેલ્લા બે ભેદે તે ન્યાય-વાક્યના અંગભૂત દષ્ટાન્ત જ છે એમ તેના નીચે મુજબના સ્વરૂપથી સમજાય છે – કોઈ અનિષ્ટ પ્રસંગ ખડે કરવામાં આવ્યો હોય તેને જે દષ્ટાન્ત દ્વારા દૂર કરી ઇષ્ટ તત્વનું સ્થાપન કરાય, તે દૃષ્ટાન્ત “રથાપનાકર્મ ' છે. આનું ઉદાહરણ એ છે કે ધારો કે શબ્દને કૃતક હેતુની મદદથી અનિત્ય સિદ્ધ કરનારા વાદીને કોઈ પ્રતિવાદી કહે કે વણમક શબ્દ નિત્ય છે, વર્ણને નિત્ય ગણેલા હોવાથી, ત્યાં તકત્વનો અભાવ હોવાથી આ પ્રમાણે વાદીના હેતુમાં વ્યભિચારરૂપ અનિષ્ટ પ્રસંગ આવતાં વાદી પિતાના હેતુના સમર્થનાર્થે એમ કહે કે વણાત્મક શબ્દ અનિત્ય છે. પિતાના કારણના ભેદથી ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy