________________
૧૯૮
જીવ-અધિકાર
[ પ્રથમ આ પ્રમાણે હેતુના જે ૨૫ પ્રકારે પડે છે, તે પ્રત્યેકનું ઉદાહરણ નીચે મુજબ છે. સાધ્યની સાથે સંબંધ ધરાવનાર અવિરૂદ્ધ એવા વિધિસાધક છે હેતુઓ અને તેનાં દષ્ટાતે –
(૧) શબ્દ પરિણામી છે, કાર્ય હેવાથી (પ્રયત્ન વિના ઉત્પન્ન નહિ થતું હોવાથી ). અત્ર પરિણામીનું ક્ષેત્રે કાર્યના ક્ષેત્રથી મોટું છે એટલે કાર્યત્વ વ્યાપ્ય છે.
(૨) પર્વત અગ્નિમાન છે, ધૂમવાનું હોવાથી. અત્ર ધૂમ અગ્નિનું કાર્ય હોવાથી આ
કાર્ય હેતુ છે.
(૩) વરસાદ પડશે, વિશિષ્ટ મેઘની અન્યથા અનુપપત્તિ હોવાથી. અત્રે વિશેષ પ્રકારનું વાદળું એ કારણ છે અને વૃષ્ટિ એ કાર્ય છે એટલે આ કારણ-હેતુ છે.
(૪) શકટને ઉદય થશે, અત્યારે કૃત્તિકાને ઉદય થયેલું હોવાથી. કૃત્તિકાના ઉદય પછી એક મુહૂત વીત્યા બાદ શકટને ઉદય થાય છે એ નિયમ છે એથી કૃત્તિકાને ઉદય એ શકટના ઉદયની પૂર્વેને છે એટલે અત્ર હેતુ પૂર્વચર” છે.
(૫) ભરણિને ઉદય થઈ ગયું છે, અત્યારે કૃત્તિકાને ઉદય હોવાથી. ભરણિને ઉદય થયા પછી એક મુઠ્ઠ કૃત્તિકાને ઉદય થાય છે. આથી કૃત્તિકાને ઉદય એ “ઉત્તરચર ” હેતુ છે.
(૬) બીજોરું રૂપવાળું છે, રસવાળું હોવાથી. રૂપ અને રસ સહભાવી હોવાથી આ ‘સહચર
નિષેધરૂપે સાધ્યને સિદ્ધ કરનાર વિધિરૂપ હેતુના છ પ્રકારો અને તેનાં ઉદાહરણે–
(૭) સર્વથા એકાન્ત સ્વરૂપવાળી કઈ વસ્તુ નથી, અનેકાન્તની ઉપલબ્ધિ હોવાથી.
( પ્રાગભાવનો ) નાશ થાય છે. આથી સમજાય છે કે દરેક બનાદિ પદાર્થ નાશરહિત છે એમ માનવું અસંગત છે.
જે ઉત્પન્ન થતાં જે કાર્યને અવશ્ય વિનાશ થાય, તે તે કાયને “પ્રર્વસાભાવ’ કહેવાય છે. જેમકે ઘટને ફેડીને કપાલ બનાવતાં તે કપાલરૂપ કાર્યમાં ઘટને પ્રવંશરૂપ અભાવ જોવાય છે; માટે કપાલ તે ઘટને પ્રäસાભાવ છે. અર્થાત કપાલની આવિભૉવ દશામાં ઘટતી જે તિરોભાવરૂપ અવસ્થા તેને-કપાલના આવિભવને ઘટને પ્રāસાભાવ જાણો. ઘટને ધ્વસ અંત વિનાને છે. કેમકે કુટેલા ઘટમાંથી એને એ જ ઘટ ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે કે આદિમાન્ ધ્વંસ નાશરહિત ઠર્યો. વાતે દરેક આદિમાન પદાર્થ નાશવંત જ છે એમ માનવું યુકિત-વિકલ છે.
એક સ્વભાવથી બીજા સ્વભાવની વ્યાવૃત્તિ તે “ ઇતરેતરાભાવ ' છે. આને “ અન્યોન્યાભાવ ” તેમજ અન્યાહ' પણ કહેવામાં આવે છે. જેમકે ઘટના સ્વભાવથી પટનો સ્વભાવ જુદો છે. વાસ્તે ઘટ અને પટ ભિન્ન છે, એટલે ઘટના પટમાં અને પટને ઘટમાં “ઇતરેતરાભાવ’ છે.
અતીત, વર્તમાન અને અનાગત એ ત્રણે કાળની અપેક્ષાએ એકતારૂ પરિણામની વ્યાવૃત્તિ તે “અત્યન્તાભાવ છે. જેમ ચેતનને અચેતનમાં, અચેતનને ચેતનમાં, ભવ્યત્વને અભવ્યત્વમાં ઇત્યાદિ.
૧ આ સર્વ પ્રકારે સ્વતંત્ર છે એમ પ્રમ ણુનયના તૃતીય પરિછેદ જેવાથી જણાય છે. વિશેષમાં આ સંબંધમાં જૈનતર્ક પરિભાષા (પત્રાંક ૧૨૩–૧૨૪) તરફ દષ્ટિપાત કરે નિરર્થક નહિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org