SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જીવ-અધિકાર. [ પ્રથમ નારિત તત સહિત ત્તા અને (૪) રાતિ તવ રાતિ પર આ પ્રકારે પૈકી મધ્યમ પ્રકાર સુપ્રસિદ્ધ હોવાથી બાકીના પ્રકાર સંબંધી આપણે ડેક વિચાર કરીશું. ખૂબવિશેષણવાળા હેતુને પ્રયોગ કરે કે જેથી પ્રતિવાદી તે ઝટ સમજી ન જાય અને એથી તેને દૂષિત ઠેરવતાં તેને વાર લાગે. આવા હેતુની મદદથી વાદી કાલ-ચાપન કરી શકે–વખત વીતાહ દે. આ પ્રમાણે જે હેતુ કાલ–સાપનમાં કામ લાગે તે “યાપક” કહેવાય છે. પ્રસિદ્ધ વ્યાપ્તિ હોવાને લીધે જે હેતુ પિતાના સાધ્યને જલદી સ્થાપે તે “સ્થાપક” કહેવાય છે. જે હેતુ પ્રતિવાદીને ભૂલાવામાં નાખે-વ્યાહ ઉપજાવે તે “વ્યસક છે. ચંસક હેતુથી પ્રાપ્ત થયેલી આપત્તિને દૂર કરનારે હેતુ ભૂષક” કહેવાય છે. ૧ અમુક એક પદાર્થ નથી, માટે તેને વિરોધી પદાર્થ છે જ, જેમકે અગ્નિ નથી, માટે શીત છે જ, ૨ અમક એક પદાથ નથી, વાતે બીજો અમુક પદાર્થ પણ નથી. જેમકે અહીં ઝાડ નથી માટે સીસમ પણ નથી. ૩ આ ચારેનું વિસ્તૃત વિવેચન પ્રમાણુનય,(૫૦ ૩, સૂ૦ ૬૭)થી શરૂ થાય છે. ૪ આ ચારેના ઉદાહરણો સ્થાનાંગની ટીકામાં આપેલાં છે. વિશેષમાં ટીકાકારે નિયુક્તિના આધારે નાની નાની કથાઓ આપી આ વાતને વિશદ બનાવી છે. આ કથાઓ અનુક્રમે નીચે મુજબ છે – (અ) કાઈ અપતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિને વિદેશ મોકલવા માટે એમ કહ્યું કે તમે ઉજજૈન જાઓ. ત્યાં ઊંટની એક એક લીંડીને એક એક રૂપિયો ઉપજે છે. આ સાંભળી તે વેચવા માટે ત્યાં ગયો. એટલે પેલી કુલટાએ પિતાના જાર સાથે કાલથાપન કર્યું. ( આઈ એક લુચ્ચ પરિવ્રાજક ગામે ગામ ફરતો હતો અને લોક-મધ્યમાં આપેલું દાન ફળદાયક છે એમ કહી લોકોને છેતરી તેની પાસેથી દાન લેતો હતો. આ જોઈ એક શ્રાવકે તેને કહ્યું કે લકનો મધ્ય ભાગ તે એક જ છે, તે અનેક ગામમાં ક્યાંથી સંભવે ? આથી પરિવાજની લુચ્ચાઈ પકડાઈ ગઈ.. ( ઈ–ઈ) આ બે કથામાં દ્વિઅર્થી બે શબ્દ આવે છેઃ (૧ ) શકતિત્તિરિ અને ૨ ) તર્પણલેડિક. વક્તા જે અર્થ સૂચવવા માગે છે, તેનાથી પ્રતિપક્ષી ઉલટ અર્થ કરે છે. શકતિત્તિરિના (૧) ગાડામાં આણેલ તેતર અને (૨) ગાડી સહિત તેતર એમ બે અથ છે. એવી રીતે તપણુલેડિકાના પણ (ા સાથવામાં પાણી મેળવવું તે ( જલમિશ્રિત સાથે ) અને (૨) તેવું મિશ્રણું કરનારી નારી એમ બે અથે છે. તેતરવાળું ગાડું લઈને એક માણસ જતો હતો. તેને એક ધૂતે પૂછયું કે આ શકતિત્તિરિનો શ ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તર્પણ ડિકા. ધૂતે કેટલાક માણસોને ભેગા કરીને કહી સંભળાવ્યું કે આ ગાડાવાળે મને શકટતિત્તિરિ (ગોડા સહિત તેતર ) તપ ણલાડિકાથી આપવાનું કહે છે. એ મૂલ્ય હું આપવા તૈયાર છું, વાતે મને ગાર્ડ અને તેતર બને મળવાં જોઈએ. આ સાંભળી ગાડાવાળા ગભરાઈ ગ, પરંતુ એક બીજા પૂર્વે તેને શાંત કર્યો. આના સમજાવ્યા મુજબ ગાડાવાળાએ પ્રથમ ધૂર્તને કહ્યું કે તું તર્પણ ડિકા લાવ અને શકટતિત્તિરિ લે. ધૂર્તે તરત જ પિતાની સ્ત્રીને તર્પણલોડિકા તૈયાર કરી શકતિત્તિરિ લેવા કહ્યું. આ સ્ત્રી સાથવામાં પાણી મેળવવા બેઠી કે તરત જ પેલા ગાડાવાળાએ તેને ઉપાડી અને કહ્યું કે હું આ તર્પણ િકા લઇને તને શકટતિત્તિરિ આપું છું. આ સાંભળી પ્રથમ તે શકટતિત્તિરિ માંગવાની વાત કાઢી જ નહિ. આ વાતને પ્રથમ ભાગ ભંસક હેતુના ઉદાહરણરૂપ છે, જ્યારે પ:છલો ભાગ લૂકને દષ્ટાંતરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy