________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૯૫ પક્ષને ધર્મ છે, એટલે પક્ષધમત્વથી આ હેતુ મડિત છે. વર્તમાન પાંચ પુત્રરૂપ સપક્ષમાં પણ વિદ્યમાન છે એટલે સપક્ષસત્ત્વથી હેતુ અલંકૃત છે. વળી અસ્થામરૂપ વિપક્ષમાં હેતુ વતે નથી એટલે એ વિપક્ષ-વ્યાવૃત્તિથી અલંકૃત છે' (એવી રીતે તપુત્રત્વરૂપ હેતુમાં અબાધિતત્વ અને અસત્રતિપક્ષત્વ પણ રહેલાં છે.) આ પ્રમાણે હેતુનાં પાંચે લક્ષણો હોવા છતાં આ હેતુને સાચે હેતુ કેણ કહે? એથી એ નિષ્કર્ષ નીકળે છે કે જે હેતુ પાંચ લક્ષણેથી લક્ષિત હોય તે જ સત્ય છે એ કથન અસત્ય છે. ખરી રીતે સાધ્ય વિના જેની ઉપપત્તિ ન થઈ શકતી હોય તે જ સત્ય હેતુ છે–સાચું સાધન છે અને એ દ્વારા સત્ય અનુમાન કુરે છે.
અત્રે એ ફટ કરવું આવશ્યક સમજાય છે કે અવિનાભાવરૂપ લક્ષણથી લક્ષિત હેતુમાં અબાધિતત્વ હોય જ છે એ હેતુ કદાપિ બાધિત હોતું નથી. એટલા માટે જ અબાધિતત્વ લક્ષણ
સ્વીકારવાની કશી જરૂરિયાત નથી. આ વાત “અગ્નિ અનુષ્ણ છે, દ્રવ્ય હોવાથી એ ઉદાહરણ દ્વારા વિચારીએ. અત્ર દ્રવ્યત્વરૂપ હેતુ અગ્નિમાં બરાબર વિદ્યમાન છે, માટે તેને બાધિત કેમ કહેવાય? અલબત પક્ષમાં સાધ્ય (પ્રત્યક્ષ)બાધિત છે, કેમકે અગ્નિમાં અનુષ્ણુતાને અભાવ પ્રત્યક્ષસિદ્ધ છે. ત્યારે શું પ્રત હેતુ સાચે છે? સાચે કોણ કહે છે ? સાધ્યના દોષથી તેને દુષિત ગણવે વ્યાજબી નથી એ જ અમારું કથન છે, કેમકે પખાલીના દેષથી પાડાને દૂષિત ગણ એ કથાને ન્યાય ? બાકી અવિનાભાવના અભાવથી તે આ હેતુ દ્રુષિત છે જ.
અસત્રતિપક્ષત્વને હેતુના લક્ષણ તરીકે સ્વીકારવું એ વ્યર્થ કલપના છે, કેમકે જે હેતુ અવિનાભાવથી ભવિત હશે, તે તેની સાથે પ્રતિપક્ષની સંભાવના સંભવી શકતી જ નથી. આ ઉપરથી એ સુતરાં સિદ્ધ થાય છે કે હેતુનાં ત્રણ કે પાંચ લક્ષણે માનવા ન પ્રેરાતાં અવિનાભાવરૂપ એક અસાધારણ લક્ષણ માનવું એ જ વિચક્ષણતા છે. હેતુના પ્રકારે –
- સ્થાનાંગ (સૂ) ૭૩૮)માં હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે દર્શાવ્યા છેઃ (અ) (૧) યાપક, (૨) સ્થાપક, (૩) વ્યસક અને (૪) લષક (આ) (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન અને (૪) શબ્દ, (ઈ) (૧) “મતિ તત રિત કર, (૨) 'જતિ ત નરિત , (૩)
૧ અત્ર કઈ શંકા ઉઠાવે કે ઉપર્યુક્ત ઉદાહરણમાં વિપક્ષ-વ્યાવૃત્તિ નિશ્ચિત નથી. કેમકે સ્થાપત્ય વિનાનો તેને પુત્ર ન જ હોય એવો એક નિયમ નથી. તો આનો ઉત્તર એ છે કે આ તો ભાવતું હતું ને વૈદ્ય કહ્યું ” તેના જેવું થયું, કેમકે આનું નામ અવિનાભાવ નહિ તે બીજું શું ? આ અવિનાભાવની ગેરહાજરીના પ્રભાવથી જ પ્રકૃતિ હેતુ અસત્ય ઠરે છે. વિશેષમાં આથી કરીને તે સપક્ષસને અગત્યનું લક્ષણ ગણવું નિરર્થક સિદ્ધ થાય છે. આથી જ વિપક્ષવ્યાવૃત્તિના નિશ્ચયને હેતુનું લક્ષણ માનતા હે તે અવિનાભાવમાં જ તે અન્તર્ગત થઈ જાય છે.
૨ અમુક એક પદાર્થ છે, વાસ્તે અમુક બીજો પદાર્થ પણ છે. જેમકે ધમાંડે છે, માટે અગ્નિ છે જ.
૩ અમુક એક પદાર્થ છે, માટે તેનો વિરોધી બીજે પદાર્થ નથી જ. જેમકે અગ્નિ છે. માટે ઠંડી નથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org