SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ જીવ-અધિકાર [ પ્રથમ રૂપ એક જ લક્ષણ માન્યું છે, કેમકે અવિનાભાવરૂપ લક્ષણથી હેતુ લક્ષિત ન હોવા છતાં તે સાચે હેતુ હેવાને કઈ દાખલે આપી શકે તેમ નથી તેમજ એ કઈ અસત્ય હેતુ (હેત્વાભાસ) નથી કે જેમાં અવિનાભાવ સંબંધ વિદ્યમાન હોય. પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ માનવાથી અવ્યાપ્તિ દેષ ઉદ્ભવે છે. જેમકે “આકાશ ચન્દ્રવાળું છે, જળમાં ચન્દ્ર દેખાય છે તેથી . આ અનુમાનમાં જલગત ચન્દ્રનું આકાશ અધિકરણ નથી એટલે હેતુ પક્ષને ધર્મ છે જોઈએ એ વાત અર્થાત પક્ષધર્મ અત્ર ઘટી શકતું નથી. છતાં અનુમાન તો સાચું છે એની કેણ ના પાડી શકે તેમ છે?' એટલે કે પક્ષધર્મત્વને અભાવ હેવા છતાં અનુમાન સત્ય છે એ જ લક્ષણની અવ્યાપ્તિ જાહેર કરે છે. આથી પક્ષધર્મવને હેતુના લક્ષણ તરીકે સ્વીકારવું ઉચિત નથી. વિશેષમાં આ લક્ષણને અસ્વીકાર કરવાથી વ્યધિકરણસિદ્ધ નામને હેત્વાભાસ માનવાની જરૂર રહેતી નથી એટલે લાભ થાય છે. વળી પક્ષધર્મવાદિ લક્ષણે અતિવ્યાપ્તિ નામના દેષથી પણ ગ્રસ્ત છે, જેમકે “કઈ ગર્ભવતી પ્રમદાના પાંચ પુત્રો હબસી જેવા કાળા હોવાથી તેનું ગર્ભસ્થ સંતાન શ્યામ હોવુ જોઈએ” એ અનુમાનમાં પક્ષધર્માત્વાદિ પાંચે લક્ષણો ઘટી શકે છે, છતાં આને કેઈ સાચું અનુમાન કહેવા તૈયાર થશે ખરે? આ વાત ખુટ રીતે સમજાવવા આ અનુમાનને સંસ્કૃતમાં ન કથા પુત્ર રામા, તથા પુત્રવાત એમ ઉલેખ કરીએ. અત્ર તપુત્રત્વરૂપ હેતુ અથાત સહભાવીને એટલે કે એક સામગ્રીને અધીન એવા રૂપ અને રસને, વ્યાપ્ય અને વ્યાપકને તથા શિંશપાવ (શિશુ કે અશોક નામનું ઝાડ હોવાપણું ) અને વૃક્ષને જે સહભાવ-નિયમ તેમજ કમભાવિને એટલે કે કૃત્તિકાના અને શકટના ઉદયને તથા કાર્ય અને કારણ (ધૂમ અને અગ્નિને) જે ક્રમભાવ-નિયમ તે “અવિનાભાવ” છે. પ્રકરણવશાત અત્ર સાધ્ય અને સાધનનો નિયમ સમજવો. આ નિયમને નિશ્ચય આપણે ૧૮૬માં પૃદમાં જેઈ ગયા તેમ તક 'થો થાય છે, એ કાર્ય કરવાનું અનુમાન ગનું નથી, કેમકે અનુમાનને અવિનાભાવને નિશ્ચય કરનાર તરીકે સ્વીકારતાં અનવસ્થા તેમજ ઇતરેતરાશ્રય -નામના દોષો ઉદ્ભવે છે. ૧ આવા બીજા પણ ઉદાહરણો છે. જેમકે (અ) સૂર્ય પૃથ્વીથી ઊચે છે, પૃથ્વી ઉપર તેને પ્રકાશ હોવાથી; (આ) એક મુહૂર્ત પછી ગગનમાં શકટ નક્ષત્રને ઉદય થશે, અત્યારે કૃતિકાને ઉદય હોવાથી; (૪) માતાપિતા બ્રાહ્મણ છે, તેથી તેને પુત્ર પણ બ્રાહ્મણ હોવો જોઈએ. આ સંબંધમાં ભણે પણ fuડોઝ વાળ, gsઘાણતાડનુમા | a ufzr 1, પક્ષnક્ષa | ૨ || ” (જુએ પ્રમાણુમીમાંસાની વૃત્તિનું ૭૯ મું પાનું). ૨ અત્ર કોઈ એમ કહેવા તૈયાર થાય તે હેતુના લક્ષણ તરીકે પક્ષધર્મ નહિ સ્વીકારવાથી “આ મહેલ ઘેળો છે, કાગડાએ કાળા હોવાથી” એવું અનુમાન પણ સાચું માનવું પડશે, તે એ વાત યુક્તિસંગત નથી, કેમકે કાકની કૃષ્ણતા પ્રાસાદની ધવલતા સાથે અવિનાભાવરૂપ સંબંધથી રહિત છે તેથી આ હેતુ અસત્ય છે અને એથી કરીને આ અનુમાન પણ અસત્ય છે-અનુમાનાભાસ છે, નહિ કે પક્ષધર્મતને અભાવ હોવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy