________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૧૯૭
હેતુનાં પક્ષધર્મત્વ, સપક્ષ અને વિપક્ષવ્યાવૃત્તિ એમ ત્રણ લક્ષણે માન્યાં છે, જ્યારે નૈયાયિકે એ આ ઉપરાંત અબાધિતત્વ અને "અસત્પતિપક્ષત્વ એ બે વધારે લક્ષણે માન્યાં છે; પરંતુ આ લક્ષણો નિરાવશ્યક તેમજ દૂષિત હોવાથી જૈનોએ અવિનાભાવ ( અન્યથાનુપપત્તિ)
૧ જેના વિશે અમુક વાત સાધવાની છે તે “પક્ષ' કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે સાય-ધર્મથી યુક્ત ધમાં તે પક્ષ' છે. આ ત્રણ પ્રકારે સિદ્ધ હોય છેઃ (અ) પ્રમાણથી. (આ) વિકલ્પથ અથવા (ઈ) ઉભયથી. જેમકે “પર્વત’ આગ્નમાન છે, ધનવાન હોવાથી; એમાં પર્વત' “પ્રમાણથી પ્રસિદ્ધ છે. સર્વત છે, સર્વ દોષથી રહિત હોવાથી; એમાં “સર્વત’ ‘વિકલ્પથી’ સિદ્ધ છે, કેમકે અત્ર વિકલ્પથી અર્થાત માનસિક અવસાયથી સર્વનનું અલ્મિાન કરીને તેની હયાતીનું અનુમાન કરાય છે. શબ્દ પરિણામી છે, કાર્યપણું હોવાથી; એમાં જે શબ્દો સાંભળવામાં આવે છે તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે, જયારે અતીત અને અનાગત કાળના શબ્દો શ્રવણુગોચર થયા નથી એટલે તે વિકલ્પથી સિદ્ધ છે. આમ શબ્દ પક્ષ અત્ર “ઉભયથી’ સિદ્ધ છે.
પક્ષમાં હેતની હૈયાતી તે “પક્ષધર્મતા' કહેવાય છે.
પક્ષના સ્થાનમાં બિરાજત અને એથી પક્ષ જેવો જણાત હોય છતાં જે પક્ષનું કાર્ય કરવામાં - અસમર્થ હોય તે ‘પક્ષાભાસ' કહેવાય છે. આના ન્યાયાબિન્દુની જેમ ન્યાયાવતારમાં મુખ્યત્વે કરીને પાંચ પ્રકારે દર્શાવ્યા છે, જ્યારે ન્યાયપ્રવેશમાં તે એના પ્રકારોની સંખ્યા નવની ગણાવી છે. આ પાંચ પ્રકારેને દૃષ્ટાન્તો દ્વારા વિચારીએ. અપ્રતીત, સંદિગ્ધ કે બ્રાન્ત વિષયનો જ નિર્ણય કરે સમુચિત ગણાય તેમ છે, તો તેને મૂકીને સિદ્ધ વસ્તુને સિદ્ધ કરવા પક્ષ રજુ કરે તે પ્રથમ પ્રકારને પક્ષાભાસ છે. જેમકે જેને વનસ્પતિમાં ચૈતન્ય સિદ્ધ હોય-જેને એને નિશ્ચય થઈ ચૂક્યો હોય તેની સામે “વનસ્પતિ સચેતન છે' એ પક્ષ ઉપસ્થિત કરે તે પ્રથમ પ્રકારને ૫ક્ષાભાસ છે. બીજા પક્ષાભાસે અનુક્રમે પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાનથી, લોકથી અને સ્વવચનથી બાધિત છે. “અગ્નિ અનુણુ (શીતળ) છે'. આ પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. “પુનર્જન્મ નથી’ એ અનુમાન-બધિત પક્ષાભાસ છે, કેમકે પુનર્જન્મનું અસ્તિત્વ સિદ્ધ કરનાર અનુમાનથી એ બાધિત છે. “પરદાર ભોગ્ય છે' એમ કહેવું તે લોક-યવહારથી બાધિત છે. “મારી માતા વધ્યા છે અથવા “મારું પ્રમાણ બ્રાન્ત છે, એ સ્વવચનથી બાધિત પક્ષાભાસ છે. કારણ કે જે માતા વંધ્યા હોય તો પોતે જન્મે જ ક્યાંથી અને પોતે જ્યારે જન્મે છે, તે માતા વળ્યા છે એમ કેમ બને ? એવી રીતે જે પ્રમાણ હોય તે બ્રાન્ત કેવી રીતે હોઈ શકે અને જે બ્રાન્ત હોય તે તે પ્રમાણ કેમ કહેવાય? છતાં એમ કહેવું એ તે “વદતે વ્યાઘાત’ છે.
૨ અમુક વાત સિદ્ધ કરવાની હોય તે વખતે જે જે વસ્તુઓમાં તે હોવાને નિશ્ચય થઈ ગયે હોય તે તે વસ્તુ “સપક્ષ' કહેવાય છે. જેમકે પર્વત અગ્નિમાન છે, ધૂમવાનું હોવાથી. એમાં અગ્નિ સાધ્ય છે. પર્વત એ “પક્ષ છે અને રસેડા વગેરે સ્થળો કે જ્યાં અગ્નિ હેવાને નિશ્વય થઈ ચુક્યા છે તે રસેડા વગેરે “સપક્ષ' છે. ઉદાહરણમાં હેતુને સંદુભાવ તે “સપક્ષસત્ત્વ છે.
૩ અમુક વાત સિદ્ધ કરતી વેળા જે જે વસ્તુઓમાં તે ન હોવાને નિર્ણય થઈ ચૂક્યો હોય તે ‘વિપક્ષ' ગણાય છે. જેમકે ઉપર્યુક્ત અનુમાનમાં સરોવર વગેરે; કેમકે આ સ્થળોમાં અગ્નિ ન હોવાની પ્રતીતિ થઈ ગઈ છે. વિપક્ષમાં અવિદ્યમાનતા તે ‘વિપક્ષવ્યાવૃત્તિ ' છે.
૪-૫ આનો ૧૯૫માં પૃષ્ઠમાં વિચાર કરવામાં આવ્યો છે. ૬ આનું લક્ષણ પ્રમાણુમીમાંસા (૧-૨-૦ )માં એ આપવામાં આવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org