SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ર જીવઅધિકાર. [ પ્રથમ જેમ સ્વાર્થી અને પરાથ એમ બે પ્રકારો છે. બીજાના સમજાવ્યા વિના પેાતાની જ મતિથી સાધન અને વ્યાપ્તિના સ્મરણુ દ્વારા જે અનુમાન કરાય છે તે · સ્વાર્થાનુમાન છે, જ્યારે બીજાને સમજાવવા માટે અનુમાન–પ્રયાગ રજુ કરી તેને અનુમાન-જ્ઞાન પ્રાપ્ત કરાવવું તે ૮ ૩પાર્થાનુમાન ’ છે. વિચાર કરતાં જણાશે કે સ્વાર્થાનુમાનને કારણમાં કાર્યોના ઉપચાર કરીને પાર્થાનુમાન ’ કહેવામાં આવે છે એટલે ખરી રીતે અનુમાન સ્વાસ્થ્ય જ છે૪. આપણે ઉપર જોઇ ગયા તેમ આ અનુમાન સાધનનું દર્શન અને બ્યાપ્તિનું સ્મરણ થતાં સ્ફુરે છે. જેમકે કાઇક સ્થળે કોઇ મનુષ્યે ધૂમાડા જોચે. આ જોતાં તેને ધૂમ અને અગ્નિની વ્યાપ્તિ હેાવાનું સ્મરણ થયું એટલે કે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હાય છે એ વ્યાપ્તિ તેને યાદ આવી. આથી આ સ્થળે અગ્નિ હોવા જોઇએ એમ તેણે અનુમાન કર્યું. આથી આ અનુમાન ધૂમરૂપ સાધનનું દર્શન અને ધૂમ અને અગ્નિની વ્યાપ્તિના સ્મરણપૂવ ક છે એમ સુતરાં સમજાય છે, સાયન સાધન કહા કે લિંગ કહેા કે "હેતુ કહે તે એક જ છે. એનું લક્ષણ પ્રમાણનય ( ૫૦ ૩, સૂ॰ ૧૧ )માં નીચે મુજબ આપવામાં આવ્યું છે: ** निश्चितान्यथानुपपत्त्येकलक्षणो हेतुः 11 અર્થાત્ અન્યથા જેની ઉપપત્તિ ( ઘટવાપણું નહિ હોવાના નિર્ણયરૂપ લક્ષણવાળા એટલે કે સાધ્ય વિના જેની ઉપપત્તિ થઇ શકે જ નહિ તે હેતુ ' કહેવાય છે, બૌદ્ધોએ ૧ પ્રમાણનય૦( ૫૦ ૩ `ના નિમ્ન-લિખિત દશમા સૂત્રમાં કહ્યું પણ છે કે 'हेतुग्रहणसम्बन्धस्मरणकारकं साध्य विज्ञानं स्वार्थम् ” ૨ આ સબંધમાં આગળ ઉપર નિર્દેશ કરવામાં આવનાર છે. ૩ કહેવાની મતલબ એ છે કે શબ્દ-પ્રયાગથી બીજાના હૃદયમાં પ્રત્યક્ષ, અનુમાન કે સ્મરણુ વગેરે જ્ઞાન ઉત્પન્ન કરવું તે ‘ પરા ' છે. આ શબ્દ–પ્રયોગ પણ પ્રત્યક્ષાદિ જ્ઞાન તરીકે ગણાય, પરંતુ તેમ કરતી વેળા ત્યાં કાય માં કારણુને ઉપચાર છે એ ધ્યાનમાં રાખવુ. ૪ ક્રિષ્નાગ પણ પ્રમાણસમુચ્ચય નામની એમની કૃતિમાં સ્વાર્થ અને પરાય એમ અનુમાનના એ પ્રકાર પાડે છે, પરંતુ પરા સંબંધમાં વિશેષ પરીક્ષણ કરી એમ સૂચવે છે કે પરાર્થાનુમાન એ પેાતાની પ્રતીતિનું અન્યને ભાન કરાવવારૂપ છે એટલે વસ્તુત: સ્વાર્થાનુમાન એવું એક જ અનુમાન છે. બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રને તામિલ ભાષામાં લખાયેલ મનિમેખલઇ ( Manimekhalai ) ગ્રન્થમાં પરાૉનુમાન માટે કશે। ઉલ્લેખ નથી. ત્યાં સર્વ ઊહાપહ સ્વાર્થાંનુમાન પરત્વે છે. જીએ વસંતર ૫૦ ( પૃ॰ ૧૧ ). Jain Education International ५" हिनोति-गमयति जिज्ञासितधर्मं विशिष्टानर्थानिति हेतु: એમ દશવૈકાલિકની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત ટીકા ( પત્રાંક ૩૩ )માં ઉલ્લેખ છે, For Private & Personal Use Only 33 www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy