SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૯૧ અનુમાન પ્રમાણુ-મીમાંસામાં અનુમાનનું લક્ષણ “સાધના સાદગવિજ્ઞાનનુમાન'' એમ આપ્યું છે અર્થાત્ સાધન દ્વારા સાધ્યનું જે જ્ઞાન થાય તે “અનુમાન છે. આના પ્રત્યક્ષની અતિશય અભિમાની, અત્યંત કર મનવાળા ધર્મના દ્રષી અને મુખ એવાની સાથે તપસ્વીને વાદ તે “શુષ્કવાદ' છે. ૨ એના ઉપર વિજય મેળવવામાં એનું મરણ, (વેરને અનુબંધ ) વગેરે અને તેનાથી પરાજય થતાં પોતાના ધર્મની લતા ( નિન્દા, શાસનનો ઉછેદ ) એ પ્રમાણે બંને પ્રકારથી પણ એ વાસ્તવિક રીતે (ભવ-ભ્રમણનું કારણ હોવાથી) અનર્થની વૃદ્ધિ કરનાર છે. ૩ ( સુવર્ણ વગેરેના ) લાભના અને કીર્તાિના અભિલાષી, દરિદ્ર (અથવા માનસિક નિર્બળતાવાળા) તેમજ અનુદારની સાથે વાદ કે જેમાં છળ, જાતિ મુખ્ય છે તે “ વિવાદ ' કહેવાય છે. ૪ કેમકે અત્ર અર્થાત આ વિવાદમાં સુંદર નીતિપૂર્વક વિજય મેળવે તે તત્ત્વવાદી માટે મુશ્કેલ છે. તેના ભાવમાં અર્થાત્ વિજય મળે તે પણ અદષ્ટ (પરલોક )ને વિઘાત કરનાર અન્તરાય (આજીવિકાને ઉછેદ ) વગેરે દેષ ઉદભવે છે. ૫ પરલોકને મુખ્ય ગણનાર-તેને સ્વીકારનાર, મધ્યસ્થ-કાગ્રહથી મુક્ત, બુદ્ધિશાળી અને પિતાના શાસ્ત્રનાં તત્ત્વને જાણકાર એવાની સાથે વાદ ' ધર્મવાદ' કહેવાય છે. ૬ એના ઉપર છત મળતાં ધર્મને સ્વીકાર વગેરે સ્તુત્ય ફળ પ્રાપ્ત થાય છે અને એનાથી હારી જતાં નક્કી આત્માને મોહને વિનાશ થાય છે, પિતાની બ્રાન્તિ દૂર થાય છે. ૭ જગતમાં દેશ ( કાળ, રાજા, પ્રતિવાદી ) વગેરેની અપેક્ષાએ ગુરતા-લઘુતાનો ખ્યાલ કરી તેમજ તીર્થકરના દૃષ્ટાન્તની આલોચના કરી અર્થાત મહાવીર પ્રભુએ પ્રથમ સમવસરણગત પર્ષદાને છેડીને અન્યત્ર ગૌતમસ્વામી પ્રમુખ ગણધરો સાથે કેવી રીતે વાદ કર્યો હતે. તે ધ્યાનમાં રાખીને વિચક્ષણે વાદ કરવો જોઈએ. ૮ ૧ ૬ સાધ્યશબ્દના બે અર્થે થાય છે: (અ) અનુમેય એવો પર્યાયવાચી ધર્મ અને આ) સાપ ધર્મથી યુક્ત ધમ. વ્યાપ્રિ-જ્ઞાન કરતી વેળા પ્રથમ અર્થ કરો અને અનુમાન-જ્ઞાનની પ્રાપ્તિના સમયમાં બીજો અર્થ કરે. એટલે પર્વત અગ્નિમાન છે ધૂમવાળો હોવાથી એમાં વ્યાપ્તિ-ગ્રહણના સમયે * અનિ' સાધ્ય છે, જ્યારે અનુમાન-નાન કરતી વેળાએ પર્વત અગ્નિમાન છે ' એ સાધ્ય છે. ૨ ન્યાયપ્રવેશમાં અનુમાનનું લક્ષણ નીચે મુજબ છે: “ મનુમાનં સ્ટિારર્થીન. ” કે “ આ આહંત દર્શન દીપિકા ' એમ કહી આ ગ્રન્થ કેઈને બતાવે પરાર્થ પ્રત્યક્ષ' છે, જ્યારે સ્વાર્થ પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટ હોવાથી તે વિષે ઉલ્લેખ કરવો તે કરકંકણને આરસી બતાવવા જેવું ગણાય. અત્રે એ ઉમેરવું અપ્રાસંગિક નહિ લેખાય કે પ્રત્યક્ષને કેઈ નૈયાયિક, વશેષિક, બૌદ્ધ કે દિગંબર તાકિ કે પરાર્થ કર્યું હોય તેમ જણાતું નથી; કેમકે તૈયાયિક-વૈશેષિક દર્શનમાં તેમજ બૌદ્ધ ગ્રન્થ પૈકી ન્યાયપ્રવેશમાં તથા ન્યાયબિન્દુમાં પણ અનુમાનને જ પરાર્થ કહેવામાં આવ્યું છે. તવાથધિની ટીકા રચનારા દિગંબર આચાયો પૈકી શ્રીપૂજ્યપાદે તથા શ્રીઅકલંકદેવે શ્રુતજ્ઞાનને પાર્થ અને શ્રત સિવાયનાં બીજાં બધાં જ્ઞાને ( અવધિજ્ઞાનાદિ )ને સ્વાર્થ જ ગણ્યાં છે. શ્રીમાણિક્યનન્દીએ પણ સ્વકત પરીક્ષા મુખમાં અનુમાનને જ પરાર્થે ગમ્યું છે. આથી પ્રત્યક્ષને પણ પરાર્થ ગણવાનું કાર્ય તે સ્વતંત્ર પ્રતિભાશાળી વેતાંબરાચાર્ય માટે જ ન નિર્માયું હોય તેમ તે કાર્ય કરવાની શ્રીસિદ્ધસેન દિવાકરે પહેલ કરી છે અને એનું અનુકરણ પ્રમાણનલ૦માં થયેલું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy