SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જીવ–અધિકાર, [ પ્રથમ દાખલા તરીકે કાચા દહીં, કાચા દૂધ અને કાચી છાસની સાથે કઠેળ મેળવવાથી છત્પત્તિ થાય છે, એ વાત કેવળ આગમ-ગમ્ય છે. અર્થાત્ કાચા ગેરસ સાથે કઠોળ મેળવતાં તેમાં તત્કાળ-અન્તમુહૂર્તમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે ચર્મચક્ષુથી જોઈ શકાય તેમ નથી. તે માટે તે આગમ-નેત્ર આવશ્યક છે. હા, અલબત, કાલાન્તરે તે છ મેટા થતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષથી અનુભવ કરાય છે. એવી રીતે સઘન વાદળાં જે ઈ મેઘનું અનુમાન કરવું, ડહાળું પાણી જોઈ વૃષ્ટિનું અનુમાન કરવું, બગલા જોઈ જળાશયને તર્ક કર, રૂપ જોઈ રસાદિનું અનુમાન કરવું ઇત્યાદિ હેતુગમ્યતા સૂચવે છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે તર્ક, અનુમાન જેવા પ્રમાણને ઉડાવી દેવાં, તે શાસ્ત્રકારોના ઉદ્દેશનું ઉલ્લંઘન કરવા બરાબર છે. અત્ર કોઈ પ્રશ્ન ઊઠાવે કે ૪૬ મા પૃષ્ઠમાં તે તર્કતકિ પણ એક જાતનું વાગ્યુદ્ધ છે અને તેથી એની દાઢમાં ન ફસાવું એમ જે સૂચવવામાં આવ્યું છે તે શું વિરેધ-જન્ય હકીકત નથી? આને ઉત્તર એ છે કે અત્ર વિરોધ માટે અવકાશ નથી જ. આ તે આશયની અજ્ઞાત અવસ્થાને આભારી છે, પરિસ્થિતિ ન સમજ્યાનું આ પરિણામ છે. કેમકે એ પ્રમાં યોગદષ્ટિ-સમયના ૧૪૫ મા કલેક દ્વારા તકને જે મિથ્યાભિમાનને હેતુ સંબોધવામાં આવ્યો છે, તે શુષ્ક તકને ઉદ્દેશીને છે. અર્થાત્ જ્યાં કેવળ કઠશેષ થાય, જેનું પરિણામ નીરસ આવે એવા શુષ્કવાદમાં યાને વિતંડાવાદમાં અને પરલેકાદિના બાધક ૧ આ વાતને શીખેલુગરિ પ્રબંધચિતામણિ પૃ૦ ૯૧)માં સાક્ષીરૂપે નિશ્વ-લિખિત ગાથા દ્વારા પુષ્ટ કરે છે ---- " मुग्गमासाइपमुहं विदिलं कच्चम्मि गोरसे पडा। ता तसजीवुप्पत्ती भणंति दहिए तिदिणुधरिए ॥१॥" [ मुद्गमाषादिप्रमुखं द्विदलं अपक्के गोरसे पतति । तदा प्रसजीवोत्पत्ति भणन्ति दनि त्रिदिनोद्वरिते ॥ આ સંબંધમાં પદ્મપુરાણમાં એવો ઉલ્લેખ છે કે " गोरसं माषमध्ये तु मुद्रादिके तथैव च । भक्षयेत् तद् भवेन्नूनं मांसतुल्यं युधिष्ठिर ! ॥" એટલે કે અડદ અને મગ વગેરેની સાથે ( કાચું ) ગેરસ ખાવું તે ખરેખર હે યુધિષ્ઠિર ! માંસ ખાવા બરાબર છે. ૨ યોગશાસ્ત્રની પજ્ઞ વૃત્તિ ( પત્રાંક ૧૭૧ )માં કહ્યું પણ છે કે " आमगोरससम्पृक्त-द्विदलादिषु जन्तवः । दृष्टाः केलिभिः सुक्ष्मास्तस्मान् तानि विवर्जयेत् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy