SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૮૭ બૌદ્ધો તને પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમની માન્યતા એવી છે કે તકનું કાર્ય, નિર્વિકલ્પક પ્રત્યક્ષ પછી ઉત્પન્ન થતી વિકલ્પ-બુદ્ધિથી થાય છે. અત્રે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આ વિકલ્પ-બુદ્ધિ પ્રમાણરૂપ છે કે અપ્રમાણુરૂપ ? જે પ્રમાણુરૂપ કહેવામાં આવે તે બૌદ્ધ દર્શનમાં સ્વીકારેલા પ્રત્યક્ષ અને અનુમાન ઉપરાંત તૃતીય પ્રમાણ સ્વીકારવાને અનિષ્ટ પ્રસંગ ખડો થાય છે. જે એને અપ્રમાણુરૂપ કહેવાનું સાહસ કરવામાં આવે, તો કઈ પ્રમદા પિતાના નપુંસક પતિથી પુત્રની ઈચ્છા રાખે તેના જેવું છે. અર્થાત્ એવી અપ્રમાણુરૂપ વિકલ્પ-બુદ્ધિ તર્કનું કાર્ય કરવા અસમર્થ છે. માટે ગમે તે શબ્દથી તકને પ્રમાણ માનવાનું સિદ્ધ થાય છે. આ ઉપરથી સમજાય છે કે તર્ક એ સ્વતંત્ર પ્રમાણ છે. એને પ્રત્યક્ષમાં અન્તર્ભાવ કરી શકાય તેમ નથી. આ તર્ક દ્વારા ઇન્દ્રિય-પ્રત્યક્ષાદિ વસ્તુનું પૃથક્કરણ થઈને કાર્ય-કારણ, વાચ્યવાચક ભાવ ઈત્યાદિ સિદ્ધાન્તથી આપણી અનુભવ-સુષ્ટિનું સમુચિત રીતે વર્ગીકરણ કરાય છે. આ પ્રમાણે પૃથક્કરણ કરવામાં ઉપયોગી એવું તક–પ્રમાણ વિકાસક્રમમાં સુન્દર સાધનની ગરજ સારે છે. એથી તે જૈન દર્શનમાં એને ઈતર દર્શનની જેમ અસ્વીકાર ન કરતાં કેટલાક પદાર્થો તર્કગ્રાહ્ય પણ છે એમ સ્પષ્ટ નિવેદન કરવામાં આવ્યું છે. અર્થાત્ જૈન દર્શનમાં (૧) તક–ગ્રા અને (૨) આગમ–ગ્રાહ્ય એમ પદાર્થના બે પ્રકારે પાડવામાં આવેલા છે. હેતુ–ગમ્ય અને આગમ-ગમ્ય પદાર્થો– જૈન દર્શનમાં હેતુગમ્ય તેમજ આગમ-ગમ્ય એમ ઉભય પ્રકારના પદાર્થો માટે સ્થાન છે. કેટલાક પદાર્થો હેતુ-ગમ્ય છે અર્થાત્ અનુમાનના અંગભૂત હેતુ–તકથી જાણવા લાયક છે, જ્યારે કેટલાક પદાર્થો આગમ-ગમ્ય છે અર્થાત્ તે આગમથી જાણી શકાય છે. વિશેષમાં જે પદાર્થ જેવી રીતે જાણવા લાયક હોય, તેનું તેવી જ રીતે પ્રતિપાદન કરવું જોઈએ. અર્થાત જે પદાર્થો કેવળ આગમ–ગમ્ય છે, તેમાં અનુમાનાદિને પ્રવેગ કરનાર અને જે પદાર્થો અનુમાન વગેરે પ્રમા થી ગ્રાહ્ય છે તેમાં કેવળ આગમ–પ્રમાણને ઉપગ કરનાર પરમાત્માની આજ્ઞાને વિરાધક સમજે. કહ્યું પણ છે કે— " जो हेउवायपक्वम्मि हेउओ आगभे य आगमिओ। सो ससमयपनवओ सिद्धांतविराहओऽन्नो ॥ १ ॥ "२ અર્થાત્ જે હેતુવાદના પક્ષમાં હેતુઓની અને આગમને વિષે આગમોની પ્રરૂપણ કરે, તેને સ્વ-સિદ્ધાન્તને જાણકાર સમજવો; આથી ઉલટું કાર્ય કરનારને સિદ્ધાન્તને વિરાધક જાણ. ૧ છાયા यो हेतुबादपक्षे हेतुकः आगमे च आगमिकः । स स्वसमयप्रज्ञापकः सिद्धान्त विराधकोऽन्यः ॥ ૨ આ ગાથા શ્રી હેમચન્દ્રસૂરીશ્વરકૃત યોગશાસ્ત્રના તૃતીય પ્રકાશની ( પત્રાંક ૧૭૧ )માં સાક્ષીરૂપે આપવામાં આવેલી છે. પજ્ઞ શકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy