________________
૧૮૪
જીવ-અધિકાર.
[ પ્રથમ
પ્રત્યક્ષ પ્રત્યભિજ્ઞાનની ગરજ સારી શકે તેમ નથી. મરણની સહાયતાથી પ્રત્યક્ષ આ જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમ કહેવું એ એક જાતનું સાહસ છે, કેમકે પ્રત્યક્ષમાં એવું સામર્થ્ય નથી કે તે પ્રત્યભિજ્ઞાનના કાર્ય-ક્ષેત્રમાં ઝંપલાવે. પ્રત્યેકની પિતાના વિષયમાં જ પ્રવૃત્તિ સંભવે છે. શું અંજનયુક્ત નેત્ર પણ દૂરવર્તી રૂ૫ ઉપરાંત તેના અવિષયરૂપ ગંધનું ગ્રહણ કરી શકે કે જે આ પ્રમાણેના વિરોધ-જનક પ્રસંગ તરફ દુર્લક્ષ્ય રાખવાને કદાગ્રહ કેઈ કરે તે અનુમાન પ્રમાણ પણ હવામાં ઉડી જશે, કેમકે એ પરત્વે પણ એમ શું ન કહી શકાય કે વ્યાપ્તિ-મરણાદિની મદદથી પ્રત્યક્ષ જ પરોક્ષ અગ્નિનું જ્ઞાન કરાવે છે?
પ્રમાણુનય (પરિ. ૩)ના નિમ્નલિખિત સાતમા સૂત્રમાં તર્કનું લક્ષણ એમ આપવામાં આવ્યું છે કે
" उपलम्भानुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनं इदमस्मिन् सत्येव भवतीत्याद्याकारं संवेदनमूहापरनामा तकः " અર્થાત ઉપલભ કે અનુપલંભ દ્વારા ઉત્પન્ન થતું અર્થાત અનુભવ કરાયેલી કે નહિ કરાયેલી એવી
વસ્તુઓનું સમીક્ષણ કરવાથી ઉદ્ભવતું, ત્રણે કાળના સાધ્ય અને તર્કનું લક્ષણ સાધનના સંબંધ વગેરેને આશ્રય લેનારું અને આ હોય ત્યારે જ
હોય એવા સ્વરૂપવાળું જ્ઞાન તે “તક છે.આનું બીજું નામ “ઊહ છે. વ્યાપ્તિ–
આપણે અનુભવ ઉપરથી સમજી શકીએ છીએ કે જે જન્મે છે તે મરે છે. એ કઈ પણ દેશ નથી કે જ્યાં અમુક પ્રાણી જન્મે છે છતાં તે મર્યો ન હોય. આથી આપણે એમ બેધડક સ્વીકારીએ છીએ કે જે જે જન્મે છે તે મરે. આ પ્રમાણેને જન્મ અને મરણને પરસ્પર સંબંધ તે સહચાર” કહેવાય છે. આના સમર્થનાથે ધૂમ અને અગ્નિનું સુપ્રસિદ્ધ દષ્ટાન્ત વિચારીએ. જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. એ કઈ પણ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય. આવે તે ધૂમ અને અગ્નિને પરસ્પર સંબંધ અથવા જન્મ અને મરણને સંબંધ તે “સહચાર” કહેવાય છે.
૧ સરખા મીમાંસાહાક( સ. ૨, . ૧૧૪)ને નિમ્નલિખિત મુદ્રાલેખ –
safરા દg:, હાથનતિgમાતા
दूरसूक्ष्मादिवृष्टौ स्यात् , न रूपे भोप्रवृत्तिता ॥" ૨ સાથ અને સાધનના સંબંધને-અવિનાભાવને “વ્યાપ્તિ' કહેવામાં આવે છે. ૩ “ વગેરેથી વાચ-વાચક ભાવ સમજો.
૪ વ્યાખના આરોપથી વ્યાપકને આરોપ તે “તક છે. એના ન્યાય-દર્શનમાં (૧) વ્યાઘાત, (૨) આત્માશ્રય, (૩) ઇતરેતરાશ્રય, (૪) ચક્રકાશ્રય, (૫) અનવસ્થા, (૬) પ્રતિબન્ધી, (૭) કલ્પના, (૮) ગૌરવ, (૯) ઉત્સર્ગ, (૧અપવાદ અને (૧૧) વૈજાત્ય એમ અગ્યાર બે પાડેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org