SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કલાસ ] આહંત દર્શન દીપિકા. પ્રસિદ્ધ સાધમ્ય દ્વારા સાધ્યનું સાધન કરવું તે “ઉપમાન છે. અર્થાત પ્રસિદ્ધ વસ્તુની અપ્રસિદ્ધ વસ્તુની સાથે સમાનતા દ્વારા અપ્રસિદ્ધ વસ્તુનું જ્ઞાન તે “ઉપમાન” ઉપમાનનું લક્ષણ પ્રમાણ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સાદસ્ય જ્ઞાનથી સંજ્ઞા સંસી સંબંધી પ્રતિપત્તિ કરાવનારૂં જ્ઞાન તે ઉપમાન” છે. જૈન દર્શનનું આ સંબંધમાં એ કથન છે કે ઉપમાનને સાધમ્ય અને સમાન ધર્મ સાથે જ સંબંધ છે, નહિ કે વૈધમ્ય અને વિસદશ ધર્મ સાથે. એટલે કે પ્રસિદ્ધ વસ્તુથી અપ્રસિદ્ધ વસ્તુની વિસદશતા દ્વારા અપ્રસિદ્ધ વસ્તુનું જે જ્ઞાન થાય છે તેને ઉપમાનમાં અન્તર્ભાવ થતો નથી. જેમકે આ ભેંસ છે, કારણ કે તે ગાય કરતાં વિલક્ષણ છે. અર્થાત્ ઉપમાન પ્રમાણ જોઈએ તેટલું વ્યાપક નથી. એથી કરીને વિસદશતાબાધક કે અન્ય પ્રમાણુ માનવાની આવશ્યકતા સિદ્ધ થાય છે. આવી પરિસ્થિતિમાં આ બંનેને સમાવેશ કરનાર “પ્રત્યભિજ્ઞાન ને આદર કરે અસ્થાને નથી. કેટલાક એવી દલીલ કરે છે કે વિસદશતા એ સદશતાને અભાવ છે, વિસશતા જેવી વાસ્તવિક ચીજ નથી; એથી ઉપમાન પ્રમાણની વ્યાપકતામાં વાંધે આવતું નથી. આના પ્રત્યુત્તર તરીકે એમ પણ કહી શકાય કે સદશતા એ વિસશતાને અભાવ છે અને સદશતાની વાસ્તવિક હૈયાતી જ નથી એટલે ઉપમાન પ્રમાણને બદલે પ્રસિદ્ધ વૈધમ્ય દ્વારા સાધ્યનું સાધન કરનાર પ્રમાણ માનવું કે જેમાં ઉપમાનને અન્તર્ભાવ થાય. ખરી રીતે સાધમ્ય કે વૈધમ્ય એ બેમાંથી કોઈ એક બીજાથી વાસ્તવિકપણામાં ઉતરતું નથી, વાસ્તુ એ બેમાંથી ગમે તે દ્વારા થતા બંધને પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ કરવો સમુચિત છે. આ ઉપરથી સમજાય છે કે ઉપમાનની પ્રમાણુતા વિષે જૈન ગ્રન્થકારે વધે ઊઠાવતા નથી, પરંતુ તેને સ્વતંત્ર પ્રમાણ ગણવા માટે તેઓ તૈયાર નથી. અનુગદ્વાર (સૂ. ૧૪૪) તેમજ તત્ત્વાર્થ (પૃ. ૩૫, ૧૨૬) તરફ નજર કરીશું તે જણાશે કે કેટલાક જૈનાચાર્યોએ ઉપમાનને પણ પ્રત્યક્ષ, અનુમાન અને આગમની જેમ પૃથક પ્રમાણ તરીકે સ્વીકાર્યું છે. પ્રત્યભિજ્ઞાનનું સ્વાતવ્ય કેટલાકની એવી માન્યતા છે કે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે વાત વાસ્તવિક નથી, કારણ કે “આ તે જ છે ” એ પ્રકારના ભૂત અને વર્તમાન એમ ઉભય કાળની એકતાવિષયક જ્ઞાન પ્રત્યક્ષ દ્વારા સંભવતું નથી, કેમકે પ્રત્યક્ષ કે વર્તમાનકાલિક પદાર્થ ઉપર જ પ્રકાશ પાડે છે, અર્થાત્ ભૂતકાલિક વિષયનું તે ગ્રહણ કરવા અસમર્થ છે એટલે કે ૧ ઉપમાન અને ઉપમિતિ વચ્ચે કથંચિત ભિન્નતા છે. જેમકે બે વસ્તુનું સાદસ્ય તે “ઉપમાન', જાણેલી વસ્તુના ધર્મનું નવી વસ્તુમાં આરોપણ તે “અતિદેશ', અને ઉપમાનનો અતિદેશ કરવાથી પ્રાપ્ત થતું જ્ઞાન તે “ઉપમિતિ” છે. ૨ અત્રે કહ્યું છે કે “ f & story vમાળે ? ૨ ૨૩fઠવા કાજે, તેનદાपचक्खे अणुमाणे आवम्मे आगमे ". - ૩ આ વાતને મીમાંસાકાર્તિક (સ. ૪, લે. ૮૪) સમર્થિત કરે છે, કેમકે ત્યાં કહ્યું છે કે “ સભ્ય વર્તમાન જપતે શુદિના ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy