________________
૧૮૨ જીવ અધિકાર.
[ પ્રથમ (૧) તે આ કાળી ગાયમાં ગત્વ-ધર્મ છે કે જેને આપણને રાતી ગાયમાં અનુભવ થયો હતે. (૨) તે આ કડાનું સેનું છે કે જેને આપણે કંદરાના આકારમાં જોયું હતું. (૩) તે આ ઉપાધ્યાયજી છે કે જેમણે મને થોડાંક વર્ષ ઉપર તત્ત્વાર્થ-ભાષ્યાદિ વંચાવ્યાં હતાં. (૪) તે આ ગાયના જે રોઝ (નવય) છે કે જેનું સ્વરૂપ મને ગાયની સાથે સમાનતારૂપ પૂર્વે સૂચવવામાં આવ્યું હતું. (૫) તે આ ભેંસ છે કે જેનું ગાયથી વિલક્ષણતારૂપ સ્વરૂપ મેં પૂર્વે સાંભળ્યું હતું. (૬) રાઈ ચણા કરતાં નાની છે. (૭) કુંજર કી કરતાં મેટ છે. (૮) મુંબઈથી અમદાવાદ દૂર છે. (૯) મુંબઈથી સુરત પાસે છે.
- આ ઉદાહરણની સકારણતા એ છે કે એ દ્વારા બૌદ્ધોના મતનું નિરાકરણ થાય છે, કેમકે બૌદ્ધ મત પ્રમાણે દરેક પદાર્થ ક્ષણિક છે એટલે એમાં એકતારૂપ સંકલના માટે કે સદશતા વાસ્તે અવકાશ નથી. એમના ક્ષણિક વાદને બારીક વિચાર કરીએ તે એમના મનમાં પ્રત્યક્ષ માટે પણ સ્થાન નથી, કારણ કે પ્રત્યક્ષને પ્રમાણ તરીકે સ્વીકારતાં પ્રત્યક્ષવિષયક પદાર્થને થે ઘણી પણ નિત્યતા મળી જાય છે.
પ્રત્યભિજ્ઞાનમાં ઉપમાનને અન્તર્ભાવ
ઉદાહરણે ઉપરથી એમ કેઈને સહજ ભાસે કે નયાયિકે જેને “ઉપમાન પ્રમાણ તરીકે ઓળખાવે છે, તેને અત્ર પ્રત્યભિજ્ઞાનમાં સમાવેશ કરવામાં આવ્યું છે, એટલે કે જૈન દષ્ટિએ ઉપમાન એ પૃથ પ્રમાણુ નથી. “સાપર્ધાર સાધ્યાપન ગુમાન અર્થાત
( ૧ ઘાર કે કઈ એક ગૃહસ્થ રોઝ એટલે શું તે વાતથી અજ્ઞાત હોય. આને ગોવાળ એમ સમજાવે કે જે ગાયના જેવું હોય તે રિઝ છે. આ ગૃહસ્થને જંગલમાં જતાં રેઝ સામે મળ્યું. તેને જોતાં
ગાયના જેવું જે પ્રાણી હોય તે રેઝ’ છે એ વાત તેને યાદ આવી. એ સ્મરણ અને આ એવું રેઝનું પ્રત્યક્ષ દર્શન એ બેથી “તે જ આ રોઝ” એવું તેને જે જ્ઞાન થયું તે “પ્રત્યભિજ્ઞાન’ છે. એવી રીતે
" रोमशो दन्तुरः श्यामो वामनः पृथुलोचनः । यस्तत्र चिपिटघाणस्तं चैत्रमधारयः ॥ १ ॥ पयोऽम्बुभेदी हंसः स्यात् , षट्पदैर्धमरः स्मृतः । सप्तपर्णस्तु विद्वद्धि-विज्ञेयो विषमच्छदः ॥ २ ॥ पश्चवर्ण भवेद् रत्नं मेचकारूयं पृथुस्तनी।। युपतिश्चैकशृङ्गोऽपि गेण्डकः परिकीर्तितः ॥ ३ ॥"
અર્થાત રૂવાંટીવાળા, બહાર નીકળેલ દાંતવાળો, કાળો, ઠીંગણ, વિશાળ નેત્રવાળા, ચપટા નાકવા જે હોય તેને “ચત્ર' જાણે; દૂધ અને જળને જુદા પાડે તે હંસ હેય; છ પગવાળું જીવવું તે ભમરે; સપ્તપર્ણ તે વિષમ પત્રથી યુક્ત હોય એમ વિદ્વાનોએ જાણવું; પાંચ રંગવાળું રત્ન તે મેચકવિસ્તૃત પયોધરવાળે માનવ તે યુવતિ; એક શીંગડાવાળા હોય તે ગેડી; આ પ્રમાણેનાં કથની સાંભળ્યા બાદ ચેત્ર, હસ આદિ નજરે પડતાં તેની ચૂત્ર વગેરે તરીકે પ્રતીતિ કરવી તે “પ્રત્યાભિજ્ઞાન' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org