SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૧૭૭ જ્ઞાનેને પ્રથમ નિર્દેશ કર્યા બાદ આ ઉલ્લેખ આવે છે. કહેવાનો મતલબ એ છે કે મતિ, શ્રત વગેરે પાંચ જ્ઞાને છે એમ કહ્યા પછી પ્રમાણુના પ્રકારે સૂચવતાં પ્રથમનાં બે જ્ઞાને પક્ષ અને બાકીનાં ત્રણ પ્રત્યક્ષ એમ કહેલું છે, પરંતુ એથી એમ જ કરવું ન્યા છે એવું એકાન્તિક કથન થઈ શકે નહિ, કેમકે નન્દીસૂત્રમાં પ્રથમ સૂત્ર દ્વારા પાંચ જ્ઞાનેના નામને નિર્દેશ કરી દ્વિતીય સૂત્રમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે પાડી તૃતીય સૂત્રમાં પ્રત્યક્ષના અવાંતર ભેદો તરીકે ઇન્દ્રિય-પ્રત્યક્ષ અને નેઈન્દ્રિયપ્રત્યક્ષને ઉલેખ કર્યો છે. ત્યાર બાદ આ પ્રત્યેકને પ્રભેદને વિચાર કરી રહ્યા પછી ૨૪મા સૂત્રમાં પક્ષના મતિ અને શ્રત એ બે ભેદને પ્રસંગે ઉપસ્થિત કર્યો છે.” इन्द्रियानिन्द्रियनिमित्तकत्वे सति योग्यदेशावस्थितवस्तुपरिच्छेदમતિજ્ઞાનનું લક્ષણ પામ્, સરોનિન ક્ષીનાક્ષીળસનત્તર कस्यावग्रहादिभेदभिन्नस्थ ज्ञानविशेषस्ययोऽपायांशस्तद्रूपत्वं वा मतिज्ञानस्य लक्षणम् । (१५) અર્થાત ઈન્દ્રિયરૂપ અને અનિન્દ્રિયરૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા અને યોગ્ય દેશમાં રહેલી વસ્તુને બંધ કરાવનારા જ્ઞાનને “મતિજ્ઞાન” કહેવામાં આવે છે. આનું લક્ષણ એ પણ છે કે સમ્યકવધારીને અર્થાત જે જીવે *દર્શનસપ્તકને પશમ, ઉપશમ કે ક્ષય કર્યો છે, તેને અવગ્રહાદિક પ્રકારવાળા જ્ઞાનવિશેષને અપાયના અંશરૂપ જે નિશ્ચયાત્મક બંધ થાય છે, તે “મતિજ્ઞાન કહેવાય છે. ૧ આટલે સુધીની હકીકત તો વિશેષા ( જુઓ ૮૮ મી ગાથા)ને પણ લાગુ પડે છે, પરંતુ ત્યાર પછી ત્યાં પ્રત્યક્ષનું લક્ષણ પ્રથમ આપ્યું છે ( જુઓ ૮૯ મી ગાથા). ૨ નન્દીસવમાં જ્ઞાનની પ્રત્યક્ષતા તથા પરેતાદિને જે વિચાર કર્યો છે તેની સ્થળ સંકલન નીચે મુજબ છે – જ્ઞાન પ્રત્યક્ષ પાક્ષ ઇન્દ્રિય-પ્રત્યક્ષ નેઈન્દ્રિય–પ્રત્યક્ષ ! મતિ | કૃત સ્પર્શનજ રસના જ થાણુજ નેત્રજ શ્રોત્રજ અવધિ મન:પર્યાય કેવલ ૩ સરખાવે નન્દીની ટીકા( પત્રાંક ૫ )ગત નિમ્નલિખિત પંક્તિ"इन्द्रियमनोनिमित्तो योग्यप्रदेशावस्थित वस्तुविषयः स्फुटप्रतिभासो बोधविशेषः" - ૪ ચાર અનન્તાનુબન્ધી કષાય અને ત્રણ પ્રકારના દર્શન-મોહનીય કર્મો “ દર્શન-સપ્તક ” કહેવાય છે. 28. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy