SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ જીવ–અધિકાર, [ પ્રથમ એવી ઈન્દ્રિયાદિથી ઉત્પન્ન થતાં હોવાથી તે ખરેખરી રીતે પ્રત્યક્ષ નથી, કિન્તુ વસ્તુતઃ પક્ષ છે. છતાં વ્યવહારમાં યથાર્થ પ્રવૃત્તિ-નિવૃત્તિનાં તે કારણરૂપ હોવાથી તેને “ સાંવ્યવહારિક” પ્રત્યક્ષ તરીકે ઓળખાવવામાં અડચણ નથી. સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રકારો વાસ્તવિક રીતે પક્ષ એવા સાંવ્યવહારિક પ્રત્યક્ષના (૧) “ઈન્દ્રિય-જન્ય' અને (૨) “અનિન્દ્રિય-જન્ય' એવા બે ભેદ પડે છે. વળી (૧) સ્પર્શન, (૨) રસના, (૩) ઘાણ, (૪) નેત્ર અને (૫) કણ એમ ઈન્દ્રિયોના પાંચ પ્રકારને લીધે ઈન્દ્રિયજન્યના પાંચ પ્રભેદ પડે છે. અનિન્દ્રિયજન્ય કહે કે માનસિક કહે તે એક જ છે અને તેના ભેદ નથી. જોકે ઈન્દ્રિય-જન્ય જ્ઞાન પણ મનના વ્યાપારને આધીન છે, છતાં ઇન્દ્રિયે તે જ્ઞાનની ઉત્પત્તિમાં અસાધારણ કારણ હોવાથી તેને જ નિર્દેશ કરે તે સ્થાને છે. આ ઈન્દ્રિયજન્ય તેમજ અનિન્દ્રિયજન્ય એ ઉભય જ્ઞાનના મતિ અને શ્રુત એવા બે ભેદ પડે છે. ગ્રન્થકારની શૈલી– આ બે ભેદ પરત્વે ગ્રન્થકારકૃત લક્ષણોને ઉલ્લેખ કરીએ તે પૂર્વે એક વિચાર કર્યા વિના ચાલે તેમ નથી. તે એ છે કે ગ્રન્થકારે પ્રમાણના ભેદ પાડતાં પ્રથમ પ્રત્યક્ષ અને પછી પરાક્ષ એમ નિરૂપણ કર્યું. પરંતુ તેના તદનન્તર લક્ષણોને નિર્દેશ કરતાં પ્રથમ પક્ષનું અને ત્યાર બાદ પ્રત્યક્ષનું લક્ષણ સૂચવ્યું, અને એના ભેદનું પ્રતિપાદન કરતી વેળાએ પણ પ્રથમ પક્ષને અધિકાર હસ્તગત કર્યો. આથી શું વ્યતિક્રમ જણાતું નથી એવો પ્રશ્ન ઉદ્ભવે છે. પ્રત્યક્ષ પ્રમાણની સ્પષ્ટતા-વૈશદ્ય તરફ લક્ષ્ય આપતાં તેમજ પક્ષ પરત્વે ગ્રન્થકાર વિશેષ કથન કરે છે એ વાત ધ્યાનમાં લેતાં વ્યતિક્રમ લાગે, પરંતુ ગ્રન્થકારે પક્ષથી મતિ અને શ્રુત જ્ઞાનેને નિર્દેશ કર્યો છે અને આ જ્ઞાને તે સાંવ્યવહારિક પ્રત્યક્ષરૂપ છે એટલે એ રીતે વિચારતાં ગ્રન્થકારે પણ પ્રથમ પ્રત્યક્ષનું જ નિરૂપણ કરેલું ગણી શકાય. તવાથધિ ( અ ૧, સૂ૦ ૧૧-૧૨) માં પ્રથમ પક્ષના અને ત્યાર પછી પ્રત્યક્ષના ભેદને વિચાર કર્યો છે, પરંતુ તેનું કારણ એ છે કે પાંચે ૧ અત્રે એ નિવેદન કરવું ખાસ આવશ્યક સમજાય છે કે દરેક જ્ઞાન સ્વપરપ્રકાશક હોવાથી પિતાના સ્વરૂપને પ્રકાશિત કરવામાં અર્થાત સ્વસંવેદનમાં તે પ્રત્યક્ષ જ છે. પરોક્ષ એ ભેદ તો બાહ્ય અર્થની અપેક્ષા છે. એટલે કે સ્વભિન્ન વસ્તુને જે સાક્ષાત-સ્પષ્ટપણે જાણે તે પ્રત્યક્ષ અને અસાક્ષાતપણે-અસ્પષ્ટપણે જાણે તે પરોક્ષ છે. ન્યાયાવતારમાં કહ્યું પણ છે કે “ મurnક્ષતાર્થ, શાહ જ્ઞાનકી રામ . પ્રત્યક્ષમતા પક્ષ પ્રદક્ષિણા . ” આ પદ્ય અક્ષરશ: પશન. (પત્રાંક ૯૦)માં મૂળરૂપે સ્વીકારવામાં આવ્યું છે. ૨ પ્રમાણમીમાંસા (૧-૧-૨૧)માં આનું લક્ષણ એ બાંધવામાં આવ્યું છે કે – __ " इन्द्रियमनो निमित्तोऽवग्रहावायधारणात्मा सांव्यवहारिकम " અત્ર “આત્મા’ પદથી અવગ્રહાદિને આત્યંતિક ભેદ નથી એમ સૂચવ્યું છે, કિન્તુ પૂર્વ પૂર્વનું ઉત્તર ઉત્તરરૂપે પરિણમન થતું હોવાથી એકતા દર્શાવી છે. જુઓ આ સૂત્રની ટીકા (પૃ૦ ૨૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy