________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૫ અક્ષના વિવક્ષિત અને ધ્યાનમાં રાખી “ uત તં પ્રત્યક્ષ ” એમ કહેવાથી સાંવ્યવહારિક તેમજ પારમાર્થિક એમ ઉભય પ્રત્યક્ષનું ભાન થાય છે, કેમકે અક્ષને અર્થ ઈન્દ્રિય કરતાં ઈન્દ્રિય પ્રતિ ગયેલું–તેને કાર્યરૂપે સ્વીકાર કરેલ જ્ઞાન તે “પ્રત્યક્ષ” છે, જ્યારે અક્ષનો અર્થ જીવ કરતાં તે પ્રતિ ગયેલું જ્ઞાન તે “પ્રત્યક્ષ છે, એમ સમજી શકાય છે.
અક્ષેડક્ષાત્ વા પૂરતો વર્તત કૃતિ " અર્થાત ઈન્દ્રિયથી કે 'જીવથી પર વર્તે તે પરોક્ષ છે. અથવા રુદ્રયામિક કક્ષા–સાવધ રહ્ય તત પરોક્ષ” એટલે આત્માથી પર એવી ઈન્દ્રિય સાથે જેને સંબંધ છે તે “પરીક્ષ” છે. આમ અર્થ કરવાથી આમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષને તેમજ વાસ્તવિક–એકાંતિક પક્ષને (અનુમાનાદિ )–જેને અન્ય દર્શનકારે પણ પક્ષ માને છે, તેને પણ સમાવેશ થાય છે.
આ ઉપરથી નિષ્કર્ષ એ નીકળે છે કે ખરી રીતે જોતાં જે જ્ઞાનની ઉત્પત્તિનું કારણ આત્મશક્તિ જ હોય તે જ જ્ઞાન વાસ્તવિક રીતે–પરમાર્થતઃ પ્રત્યક્ષ છે. બાકી ઈન્દ્રિયાદિ દ્વારા - ઉત્પન્ન થતા ચાક્ષુષ પ્રત્યક્ષાદિ જ્ઞાન તે અનુમાનની માફક અન્ય નિમિત્તથી-આત્માથી અન્ય
૧ અમૃત્ત જીવથી પૌગલિક દ્રવ્ય-ઇન્દ્રિ અને દ્રવ્ય-મન પર ગણાય છે, એ વાતના સમર્થનાર્થે વિશેષાની નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે –
" अक्खस्स पोग्गलकया जंदग्विंदियमणा परा तेण ।
तेहिं तो जं नाणं परोक्ख मिह तमणुमाणं व ॥९०॥" [ अक्षस्य पुद्गल कृतानि यद् द्रव्ये न्द्रियमनांसि पराणि तेन ।
तेस्तस्माद् यत् ज्ञानं परोक्षमिह तद् अनुमान मिव ॥] આ ઉપરથી વાસ્તવિક પરોક્ષ પ્રમાણનું લક્ષણ પણ જોઈ શકાય છે. ૨ એકાંતિક પક્ષ એવી સંજ્ઞા સ્વપોલકલ્પિત નથી, કેમકે વિશેષાગ્યાં કહ્યું પણ છે કે –
" एगतेण परोक्खं लिंगियमोहाइयं च पचक्खं ।।
इंदियमणोमव ज तं संबवहार पञ्चक्खं ।। ९५ ॥" [ एकान्तेन परोक्ष लैङ्गिकमवध्यादिकं च प्रत्यक्षम ।
इन्द्रियमनोभवं यत् तत् संव्यवहार प्रत्यक्षम ॥] પૂર્વોક્ત પ્રત્યક્ષાદિ સંબંધી હકીકત આ ગાથાના વિવરણથી સુદઢ થવાનો સંભવ હોવાથી એનો ટૂંકમાં સાર જોઈ લઈશું. ઇન્દ્રિય તથા મન એ ઉભયથી બાહ્ય એવા ધૂમ વગેરે લિંગ દ્વારા અગ્નિ આદિ પદાર્થનું જે જ્ઞાન આત્માને થાય છે તે એકાતે પક્ષ છે, કેમકે ઇન્દ્રિય અને મનને ગ્રાહ્ય એ અગ્નિ આદિ પદાર્થ આત્માને સર્વથા પરોક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન એ આત્માને એકાન્ત પ્રત્યક્ષ છે, કારણ કે એ જ્ઞાનથી, બાહ્ય લિંગ સિવાય, ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા રાખ્યા વિના, આત્માને વસ્તુને સાક્ષાત્કાર થાય છે. ધૂમાદિ લિંગ સિવાય ઈન્દ્રિય અને અનિન્દ્રિયને વસ્તુનો સાક્ષાત્કાર થવાથી ઉત્પન્ન થતું જ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિયને પ્રત્યક્ષ હોવાથી કેવળ લોક-વ્યવહારની અપેક્ષાએ પ્રત્યક્ષ કહેવાય છે. ખરી રીતે તો તે પરોક્ષ જ છે, કેમકે ઇન્દ્રિય અને મન તે અચેતન -જડ છે. એટલે તેમાં જ્ઞાનને સદ્ભાવ કયાંથી સંભવે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org