SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ જીવ-અધિકાર [ પ્રથમ વ્યાપારથી ઉદ્દભવતું જ્ઞાન તે પક્ષ છે, કેમકે તેમાં આ નિમિત્તોથી થતા અસિદ્ધ, અનેકાન્તિક અને વિરૂદ્ધ અનુમાનાભાસની જેમ સંશય, વિપર્યય અને અનધ્યવસાય થવા સંભવ છે, વિશેષમાં ઈન્દ્રિયજન્ય અને અનિન્દ્રિયજન્ય જ્ઞાન પક્ષ છે, કેમકે તેમાં (ધૂમથી અગ્નિના અનુમાન જેવા) સાચા અનુમાનની પેઠે સંકેત, સ્મરણ ઈત્યાદિ પૂર્વક નિશ્ચય થવાનો સંભવ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જ્ઞાન પ્રત્યક્ષ છે, તેમાં સંશય, વિપર્યય, અનધ્યવસાય કે સંકેતાદિ પૂર્વક નિશ્ચયને માટે સ્થાન નથી. અત્રે નિશ્ચયને સંકેતાદિ પૂર્વક કહ્યો છે તેનું કારણ એ છે કે અવધિજ્ઞાનાદિ પ્રત્યક્ષ જ્ઞાનમાં પાછળથી નિશ્ચય થવારૂપ હેતુ સંભવે છે; આ નિશ્ચય તે જ્ઞાનવિશેષરૂપ નિશ્ચય છે, કિન્તુ સંકેતાદિ પૂર્વક નથી. એટલે સાધ્યની સિદ્ધિમાં અનૈકાન્તિક હેતુ છે એવી શંકા માટે અવકાશ ન રહે તેથી આવું વિશેષણ આપવામાં આવ્યું છે. પ્રત્યક્ષ અને પરોક્ષને શબ્દાર્થ – પ્રત્યક્ષમાં “પ્રતિ” અને “અક્ષ” એમ બે શબ્દો રહેલા છે. તેમાં અનેક અર્થવાચક અક્ષ” શબ્દના પ્રસ્તુતમાં “ઈન્દ્રિય” અને “જીવ” એ બે અર્થો વિવક્ષિત છે. તેમાં “અક્ષ” શબ્દનો અર્થ “જીવ” થાય છે, એ વાત નન્દીરની વૃત્તિ (પત્રાંક ૭૧)માં સૂચવ્યા પ્રમાણે નીચે મુજબ સિદ્ધ કરી શકાય છે “અશુ વ્યા અનુસારના સર્વાનનું જ્ઞાનોતો, अथवा 'अश् भोजने' अश्नाति-सर्वानर्थान् यथायोगं भुङ्क्ते पालयति वेत्यक्षो-जीवः , उभयत्राप्यौगादिकः सक्प्रत्ययः ५ ૧ આનું બીજું નામ “ હેત્વાભાસ' છે. ૨ આ માટે જુએ ન્યાયકુસુમાંજલિનું સ્પષ્ટીકરણું કૃ૦ ૧૪૨ ). ૩ શ્રી હેમચન્દ્રસુરિત અનેકાથસંગ્રહના દિવરકાર્ડના નિમ્નલિખિત પદ્ય આ વાતની સાક્ષી પૂરે છે – • અક્ષ રથથાલય, કચરદાર-વિમર पाशके शकटे कर्षे, ज्ञाने चात्मनि रावणौ ॥१६॥ अक्षं सोवर्चले तुत्थे, हृषीके स्यादुषा निशि।" ૪ ઈન્દ્રિય અર્થ થાય છે એ વાતનું અમરકોશગત “ અક્ષff ” (કો ૧૩૮૯) ઉલેખ સમર્થન કરે છે. ૫ આ વાત વિશેષાની નિમ્નલિખિત “ જીવો મકa અથવાવ-માળgmfort तं पइ वट्टा नाणं जं पञ्चक्खं तयं तिविहं ॥ ८९॥" [जीवोऽक्षोऽर्थव्यापनभोजनगुणान्वितो येन । तं प्रति वर्तते ज्ञानं यत् प्रत्यक्षं तत् त्रिविधम् ॥] -ગાથામાં ઝળકી ઊઠે છે, કેમકે એને ભાવાર્થ એ છે કે જ્ઞાનાદિ વડે સર્વ પદાર્થમાં વ્યાપી રહેવારૂપ અર્થ વ્યાપન તેમજ સમગ્ર બ્રહ્માડમાં રહેલી દિવ્યાદિ સમૃદ્ધિને ભેગવવારૂપે ભોજનગુણથી છવ સહિત હોવાથી તે “અક્ષ' છે. આ અક્ષ પ્રતિ વર્તાનારું જ્ઞાન તે “પ્રત્યક્ષ' છે અને તેના ત્રણ ભેદે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy