SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. નખ્ય ન્યાયના પ્રખર અભ્યાસી શ્રીયશાવિજયગણિના શબ્દોમાં કહીએ ત—— સમીરીનો-વાધાર તો થવહાર: प्रवृत्तिनिवृत्तिलोकाभिलापलक्षणः संव्यवहारः, तत्प्रयोजनकं सांव्यवहारिकम् अपारमार्थिकमित्यर्थः, यथाऽस्मदादिप्रत्यक्षम् । तीन्द्रियानिन्द्रियव्यवहितात्मव्यापार सम्पाद्यत्वात् परमार्थतः परोक्षमेव, धूमादग्निज्ञानवद् व्यवधानाविशेषात् । किञ्च असिड्यनैकान्तिकविरुद्धानुमाना भासवत् संशयविपर्ययानध्यवसायसम्भवात्, सदनुमानवत् सङ्केत स्मरणादिपूर्वक निश्चयसम्भवाच्च परमार्थतः परोक्षमेवमेतत् । —જૈનતક પરિભાષા ( પત્રાંક ૧૧૪ ) 19 અર્થાત્ પ્રવૃત્તિ-નિવૃત્તિ તેમજ લેાકના કથનરૂપ સમીચીન-બાધારહિત-સમ્યગ વ્યવહાર તે ‘ સબ્યવહાર ’ છે. આ સંવ્યવહાર જે જ્ઞાનનું પ્રયાજન-નિમિત્ત છે, તે ‘ સાંવ્યવહારિક ’ યાને ‘ અપારમાર્થિક ’ પ્રત્યક્ષ છે. જેમકે આપણા જેવા છદ્મસ્થાનું પ્રત્યક્ષ. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ તે પરમાથી—વસ્તુતઃ–ખરી રીતે પરાક્ષ જ છે, કેમકે ઇન્દ્રિય અને અનિન્દ્રિયરૂપ વ્યવધાન પૂર્વક આત્માના વ્યાપારથી તે ઉત્પન્ન થાય છે. જેમ ધૂમથી અગ્નિનું જ્ઞાન થવામાં અનુમાન વ્યવધાન છે તેમ અત્રે ઇન્દ્રિયા અને અનિન્દ્રિય એ વ્યવધાનરૂપ છે. વળી ઇન્દ્રિય અને અનિન્દ્રિયના ૧૦૩ બન્ને આગમેાની સમાધાનની પદ્ધતિ જુદી જુદી છે. અનુયાગદ્વારમાં ગૌતમસત્ર (૧-૧-૪ )ની જેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રમાણેાના ઉલ્લેખની ભૂમિકા બાંધી, તેમાંથી પ્રત્યક્ષના એ વિભાગ પાડી એક વિભાગમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ તરીકે માન્ય રાખવામાં આવ્યું, જ્યારે બીજા ભાગમાં અવધિ આદિ ત્રણ જ્ઞાનેનો સમાવેશ કરવામાં આવ્યું. નન્દીસત્રમાં પ્રમાણના પ્રત્યક્ષ અને પરાક્ષ એમ એ ભેદ પાડી એક ભાગમાં મતિજ્ઞાનને અને બીજા ભાગમાં અવધિજ્ઞાનાદિને અનુયાગદ્વારની જેમ સ્થાન આપવામાં આવ્યું છે ખરું, પરંતુ આગળ જતાં પરાક્ષના ભેદોના નિર્દેશ કરતી વેળા શ્રુતજ્ઞાનની સાથે મતિજ્ઞાનને પણ પરાક્ષ તરીકે ઓળખાવેલ છે કે જે હકીકત અનુયાગઢારમાં નથી. આ પ્રમાણે મતિજ્ઞાનનું પ્રત્યક્ષ તેમજ પરાક્ષ એમ ઉભય પ્રકારનુ વર્ણન જોતાં શંકા થાય કે શું જેને લૌકિક મતને તેમજ આમિક મતને માન આપવા માટે આવી પરસ્પર વિરોધાત્મક વાતના નિર્દેશ કરે છે કે તેઓ શંકાશીલ હાવાથી ઘડીકમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષ કહે છે અને ઘડીકમાં પરાક્ષ કહે છે ! ઉપયુ ક્ત આગમામાં કરેલ સમન્વય જેવા જોઇએ તેવા સ્પષ્ટ અને અસદિગ્ધ નહિ હાવાથી આ શલંકાનું નિરાકરણ કરવાનું પ્રાથમિક માન શ્વેતાંબર સમ્પ્રદાયમાં શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણને અને દિગંબર સમ્પ્રદાયમાં ભટ્ટારક શ્રીઅકલ’કદેવને મળે છે. આ હકીકતને અનુક્રમે વિશેષા॰ અને લધીયસૂચી સમર્થિત કરે છે. અત્ર એ ઉમેરવુ' અનાવશ્યક નહિ લેખાય કે શ્રીઅકલ'કદેવે પ્રત્યક્ષના મુખ્ય અને સાંવ્યવહારિક એ નામના બે ભેદો સ્વીકાર્યો છે અને મુખ્ય એ શીર્ષક હેઠળ અવધિ આદિ ત્રણ જ્ઞાનાન સમાવેશ કર્યો છે. એટલે શ્વેતાંબર આચાર્ય જેને ‘પારમાર્થિક’ એવી સત્તા આપે છે તેને દિગંબર તાકિ કા ‘મુખ્ય’ એવા નામથી એળખાવતા હોય એમ જણાય છે. જીએ જૈનસાહિત્યસાધક (ખ૦ ૩, અં૦ ૧)ગત ન્યાયાવતાર સત્રનુ ૫. સુખલાલજીકૃત વિવેચન (પૃ૦ ૧૨૯). ૧ જેમ અનુમાનથી થતુ જ્ઞાન પરાક્ષ છે તેમ સૂત્ત ઇન્દ્રિય અને અનિન્દ્રિયથી ઉત્પન્ન થતાં જ્ઞાને અમૂત્ત આત્માને સાક્ષાત નહિ થતા હેાવાથી પરાક્ષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy