________________
૧૭૨ જીવ–અધિકાર
[ પ્રથમ દ્વારા શબ્દાદિ વિષયના અધ્યવસાયરૂપ પરિણતિ થાય છે. આ પરિણતિને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. આથી આ પણ વાસ્તવિક રીતે પરોક્ષ જ્ઞાન જ છે.
બૌદ્ધ દર્શન પ્રમાણે નામ, જાતિ, ગુણ, દ્રવ્ય, ક્રિયા, ઈત્યાદિ કલ્પનાઓથી રહિત આવસંવાદિ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આ વિપિનચન્દ્ર છે, આ વિધચન્દ્ર છે એ નામકલ્પના છે; આ બ્રાહાણ છે, આ ક્ષત્રિય છે તે જાતિ-કલ્પના છે; આ સફેદ છે, આ પીળું છે એ ગુણ-કલ્પના છે; આ દંડી છે, એ દ્રવ્ય-કલ્પના છે, આ પાચક છે એ ક્રિયા-કલ્પના છે. પ્રત્યક્ષના ચાર પ્રકારમાં ઇન્દ્રિય-પ્રત્યક્ષ પણ એક છે એ વાત ધ્યાનમાં લેતાં આ પ્રત્યક્ષ તે વસ્તુતઃ પરોક્ષ જ છે. વિશેષમાં આવા નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ તરીકે પણ સ્વીકારવું શું યેગ્ય છે?
આ પ્રમાણે “છત્રાલિરિવિવારપરા પ્રત્યક્ષદ્' એ વૃદ્ધ સાંખે બાંધેલા લક્ષણ, “પ્રતિવિષઘાઘવનાથ છ એ ઇશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકાની પાંચમી કારિકાગત લક્ષણ તેમજ મીમાંસાદર્શન (૧-૧-૪)માં આપેલ “ “સનાથોને પુષ
રિયાળાં વૃદ્ધિનન્મ તત પ્રાક્ષમનિમિત્તે વિશ્વમાનવમનસ્વાત” લક્ષણ સંબંધી ગ્રન્થ-ગૌરવના ભયથી અત્ર વિશેષ વિચાર ન કરતાં તે વાત વિદ્વાન પાઠકને નિર્ણય કરવા માટે સુપ્રત કરાય છે.
નાચાર્યો તો કઈ પણ વસ્તુની સહાયતા વિના (ભલે પછી તે ઈન્દ્રિયો કે મન ક્યાં ન હોય) આત્માને જે સાક્ષાત્ બોધ થાય તેને પ્રત્યક્ષ” કહે છે. એટલે આ તે અન્ય દર્શનકારોના મતથી વિપરીત વાત છે. આ વિરોધને પરિહાર જૈન દર્શનમાં પાડવામાં આવેલ પ્રત્યક્ષના (૧) સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને (૨) પારમાર્થિક પ્રત્યક્ષ એમ બે ભેદો તરફ દષ્ટિપાત કરતાં થાય છે. અજૈન વિદ્વાને જેને પ્રત્યક્ષ કહે છે, પરંતુ વ્યવહારમાં જે પ્રત્યક્ષ ગણાય છે, - તે “સાંવ્યવહારિક ” પ્રત્યક્ષ છે; જ્યારે ખરેખરૂં પ્રત્યક્ષ કે “પારમાર્થિક ” પ્રત્યક્ષ છે (ગ્રન્થકારે આ પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ નિર્દોર્યું છે ).
૧ ન્યાયબિન્દુ (૫૦ ૧, સૂ૦ ૫ )માં કહ્યું છે કે
" अभिलापसंसर्गयोग्यप्रतिभासा प्रतीतिः कल्पना, तया रहितम्"
૨ આના ઈન્દ્રિય–પ્રત્યક્ષ, માનસ-પ્રત્યક્ષ, સ્વસંવેદ્ય-પ્રત્યક્ષ અને ગિ-પ્રત્યક્ષ એ ચાર પ્રકારો છે. બાહ્ય વસ્તુના આલંબન દ્વારા તેમજ નેત્રાદિ ઇન્દ્રિયોને આશ્રય લેવાથી ઉત્પન્ન થતું જ્ઞાન તે “ઈન્દ્રિયપ્રત્યક્ષ' છે. આ પ્રત્યક્ષના ક્ષણમાં ઘટ, પટ વગેરે પદાર્થો ભાસ્યા પછીના ક્ષણને સાથે મેળવી ઈન્દ્રિય જ્ઞાનરૂપ ઉપાદાન કારણ દ્વારા ઉત્પન્ન થતું મને વિજ્ઞાન તે “માનસ-પ્રત્યક્ષ' છે (સંતાનવતિ ઉપાદાન કારણરૂપ જ્ઞાનને બૌદ્ધો “સમનંતર”ના નામથી ઓળખાવે છે. ચિત્ત વસ્તુમાત્રને ગ્રહણ કરનાર જ્ઞાન, ચિત્ત વસ્તુવિશેષને ગ્રહણ કરાવનાર તથા સુખ, દુ:ખ, ઉપેક્ષાસ્વરૂપી ક્ષણિક પદાર્થોના સ્વરૂપનું પરિચાયક જ્ઞાન તે “સ્વસંવેદ્ય પ્રત્યક્ષ છે. પ્રમાણથી નિર્ણત થયેલા પદાર્થોનું વારંવાર મનન કરવાથી અર્થાત ભૂતાર્થની ભાવનાના પ્રકથી ઉદ્ભવતું અતીય જ્ઞાન ‘યોગ-પ્રત્યક્ષ” છે. જુઓ તવીથાન પૂવૉધ પૃ૦ ૬૩.
૩ આ અનુવાદસ્વરૂપી લક્ષણ છે. ૪ આ વિરોધના પરિહારાર્થે અનુગદ્વારમાં અને નન્દીસત્રમાં પ્રયત્નો થયેલા જોવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org