________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૬૯ પરોક્ષ પ્રમાણનું લક્ષણ –
इन्द्रियानिन्द्रियसापेक्षत्वे सति साकारावगमरूपत्वं परोक्षप्रमाणस्य હૃક્ષણમ્ . (૩)
અર્થાત્ ઇન્દ્રિય અને "અનિન્દ્રિયની અપેક્ષા રાખનાર સાકાર બોધ (જ્ઞાન) તે “ પરોક્ષ પ્રમાણ ” છે. પ્રત્યક્ષ પ્રમાણુનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં કહીએ તે એ છે કેइन्द्रियानिन्द्रियानपेक्षत्वे सति व्यपगतव्यभिचारपूर्वकसाकाराव
गमरूपत्वम्, इन्द्रियानिन्द्रियनिरपेक्षत्वे सति પ્રત્યક્ષ પ્રમાણુનું
લક્ષણ = ગામનઃ સાક્ષાર્થવિછેરામરવં વાતાક્ષર ક્ષાર્ા (૪) અર્થાત ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારા અને વ્યભિચારથી રહિત એવા સાકાર બેધને પ્રત્યક્ષ પ્રમાણ” કહેવામાં આવે છે. અન્ય શબ્દોમાં કહીએ તે ઈન્દ્રિય અને અનિન્દ્રિયની અપેક્ષા નહિ રાખનારે એ જે આત્માને થતા અર્થને સાક્ષાત્ બેધ તે “પ્રત્યક્ષ પ્રમાણ” સમજવું.
પ્રત્યક્ષ પ્રમાણના લક્ષણમાં “ઈન્દ્રિય અને અનિન્દ્રિયથી નિરપેક્ષ” કહી મતિ અને શ્રત જ્ઞાનેને નિરાસ સૂચવ્યો છે. “ “વ્યભિચાર રહિત” કહીને વિર્ભાગજ્ઞાનનું નિરસન કરવામાં આવ્યું છે. “સાકાર બેધ” એમ કહીને દશનેને–ખાસ કરીને અવધિ-દર્શન અને કેવલ-દર્શનને સમાવેશ થતું નથી એવું સૂચન કર્યું છે. એથી જોઈ શકાય છે કે પ્રત્યક્ષ પ્રમાણ તરીકે અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન એ ત્રણનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે.'
૧ સામાન્ય રીતે અતિન્દ્રિય’ શબ્દથી “મન' સમજવામાં આવે છે. અત્ર ઓઘ-સંજ્ઞાને પણ સમાવેશ કરવાને છે કે જેનું સ્વરૂપ આગળ ઉપર વિચારીશું.
૨ સરખા તત્વાર્થરાજ (પૃ૦ ૩૮ )ગત લક્ષણ
'इन्द्रियानिन्द्रियानपेक्षमतीतव्यभिचारसाकारग्रहण प्रत्यक्षम् । "
૩ વ્યભિચારથી રહિત એટલે યથાર્થ, સમ્યફ; અને સાકાર બોધ એટલે જ્ઞાન; અર્થાત વ્યભિચારથી રહિત સાકાર બંધ એટલે સમ્યજ્ઞાન.
૪ “ afકરતffસ જ્ઞાનં દામિરા: ” અર્થાત જેમાં જે ન હોય તેમાં તે છે એવું જ્ઞાન તે “ વ્યભિચાર ' છેજેમકે છીપમાં રૂપાનું જ્ઞાન, મૃગતૃષ્ણ ( ઝાંઝવા )માં જળનું જ્ઞાન, દોરડીમાં સર્પનું જ્ઞાન, ધાતુની વિષમતાથી મધુર દ્રવ્યમાં તિક્તાનું ભાન, કાચકામતિ રોગથી પીડિતને શ્વેત શંખનું વિવિધ વર્ણરૂપે જ્ઞાન, તિમિરાદિ દોષથી એક ચન્દ્રમાં અનેક ચન્દ્રોનું ભાન, આગગાડી ચાલતી હોય ત્યારે સ્થિર ઝાડને ચાલતાં માનવાં, ઇત્યાદિ.
૫ આ હકીકત ગ્રંથકાર પતે પ્રત્યક્ષના ત્રણ પ્રકાર સૂચવતાં કથે છે.
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org