________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૧૬૭
આ ઉપરથી જેની દષ્ટિએ પ્રમાણ એટલે શું તે સમજી શકાય છે, પરંતુ વૈશેષિકાદિ અન્ય દશનકારોએ તેનાં કેવાં લક્ષણો આપ્યાં છે તે નિવેદન કરવું બાકી રહે છે. પદાર્થોની ઉપલબ્ધિના કારણને તેઓ પ્રમાણુ કહે છે એમ જણાય છે; કિન્તુ ઈતર દર્શનના મન્તવ્યના નિરાસપૂર્વકનું એનું લક્ષણ જોવામાં આવતું નથી. જેમકે ગૌતમસૂત્રમાં તે પ્રમાણનું લક્ષણ જ આપવામાં આવ્યું નથી. “sefuતુ ઘણાવ્ ” એ ઉલ્લેખ આ ગામસૂત્રના
શ્રીવાસ્યાયને રચેલા ભાષ્યમાં છે. શ્રી ભાસર્વપ્રણીત ન્યાયસારમાં પ્રત્યક્ષ પરિચ્છેદના પ્રથમ સૂત્રમાં “સસ્થાનુમવાનું પ્રમાણ માં એવું લક્ષણ છે. પ્રમાણુ-સંખ્યામાં મત-ભેદ–
પ્રમાણના લક્ષણની જેમ તેની સંખ્યા પરત્વે પણ જૈન અને અજૈન દર્શનમાં મત-ભેદ છે. કેઈ એક પ્રમાણ માને છે તો કેઈ છે, તે કઈ એથી વધારે. કોણ કેટલા માને છે એ વાત . ન્યાયકુસુમાંજલિના તૃતીય તબકના નિમ્ન–લિખિત પદ્યમાં નિહાળી શકાય છે –
चार्वाको हि समक्षमेकमनुमायुग बौद्ध-वैशेषिको
साख्यः शाब्दयुतं द्वयं तदुपमायुक् चाक्षपादस्त्रयम् । सार्थापत्तिचतुष्टयं वदति तद् मानं प्रभाकृत् पुन
ર્મા સર્વાઝાવગુણ વિનાધ્યક્ષ પર ઢથન ? ' અર્થાત ચાર્વાક એકલા પ્રત્યક્ષને, બૌદ્ધ તથા વૈશેષિક પ્રત્યક્ષ અને અનુમાન એ બેને, સાંખ્ય આ બે ઉપરાંત શબ્દને એમ ત્રણને, “અક્ષપાદ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન
૧ ઘણે ભાગે ઇ. સ. ના ચોથા સૈકામાં થયેલા આ ભાષ્યકારનું બીજું નામ પક્ષિલસ્વામી છે. એમની જેમ શ્રીપ્રશસ્તપાદે વશેષિક સૂત્ર ઉપર સમર્થ ભાષ્ય ઈ. સ. ૫૦૦ માં લખ્યું છે એટલું જ નહિ, કિન્તુ કેટલાક પોતાના સ્વતન્ત્ર વિચારો પણ દર્શાવી તેમાં નૂતનતા ઉપસ્થિત કરી છે.
- ૨ તાંબર અને દિગંબર તાકિ કેમાં પણ મત-ભેદ છે. કેમકે પૃ ૧૬ ૬-૧૬૭ માં આપેલાં લક્ષણો દિસંબર સમ્પ્રદાયને માન્ય નથી, જ્યારે બદલાપુઝર્થે ઘસાયારમાં જ્ઞાનં ઘમાજ” એવું શ્રીમાણિયનંદી નામના દિગંબર વિદ્વાને પરીક્ષા મુખમાં આપેલું લક્ષણ શ્વેતાંબરોને માન્ય નથી, કેમકે અપૂર્વ શબ્દથી ગૃહીતગ્રાહિત્વન-ધારાવાહી જ્ઞાનને નિષેધ સૂચવી દિગંબર મહાશયે સ્મરણનું પ્રમાણ ઉડાવી દેવા પ્રયાસ કર્યો જણાય છે. ( ૩ સરખા પ્રમ ણનયા ( ૫૦ ૬, મૂ૦ ૮૫ )ની શ્રીરત્નપ્રભસૂરિકૃત નાકરાવતારિકા નામની વ્યાખ્યા.
૪ આ શબ્દને અર્થ પગમાં આંખ એ થાય છે. આ સંબંધમાં એવી દંતકથા છે કે આ ઋષિ પદાર્થના ચિન્તનમાં આંખ મીંચીને તલ્લીન રહેતા હતા. રસ્તે જતાં પણ આંખ ઊઘાડી તેઓ જોતા નહિ. તેમને માર્ગમાં ચાલતાં કાંટો વાગે એટલા માટે મહાદેવે પ્રસન્ન થઈ તેમને ચરણમાં એક આંખ બક્ષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org