SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જીવ-અધિકાર. [ પ્રથમ (૨) સમ્યગ્દર્શનની શી સંખ્યા છે અર્થાત્ તે કેટલાં છે ? સમ્યગ્દર્શને અસંખ્યાત છે, જ્યારે સમ્યગ્દષ્ટિએ તે અનન્ત છે, (૩) સમ્યગ્દર્શનનું કેટલું ક્ષેત્ર છે? લેકના અસંખ્યાતમા ભાગ જેટલું. (૪) સમ્યગ્દર્શનથી કેટલું ક્ષેત્ર રપર્શાવેલું છે? લોકનો અસંખ્યાતમે ભાગ આનાથી સ્પર્શાવેલ છે, જ્યારે સમ્યગ્દષ્ટિથી તે સમગ્ર લેક સ્પર્શાવેલ છે. (પ) સમ્યગ્દર્શનને કેટલો કાળ છે? એક જીવ આશ્રીને જઘન્યથી તેને કાળ અન્તમુહૂતને છે અને ઉત્કૃષ્ટથી ૬૬ સાગરેપમથી કંઈક અંધક છે, જ્યારે ઘણું જીની અપેક્ષાએ તે સર્વદા છે. (૬) સમ્યગ્દર્શનને વિરહ કાળ (અંતર) કેટલું છે ? એક જીવ આશ્રીને જઘન્યથી અન્તમું હતું અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદગલ-પરાવર્તામાં કંઈક ન્યૂન છે એટલે કે એટલા સમય સુધી જીવ સમ્યગ્દર્શન વિના રહે. સમ્યકત્વ ગુમાવ્યા પછી ફરીથી મેળવવામાં એટલી વાર લાગે. અનેક જીવ આશ્રીને તે વિરહ-કાળ યાને અંતર નથી. ( ૭ ) સમ્યગ્દર્શન એ પશમિકોદિ પૈકી કયે ભાવ છે? ગતિ, કષાયાદિપ ઔદયિક તથા ભવ્યત્વાદિરૂપ પરિણામિક એ બંને અનાદિ ભાવે સિવાયના પશમક, લાપશમિક અને ક્ષાએક “ભાવો પેકી તે ગમે તે છે. (૮) આ ત્રણ ભાવમાં વર્તતા સમ્યગ્દર્શનનું શું અલ્પબદ્ધ છે? પશમિક ભાવવાળા સૌથી ધેડા, ક્ષાયિક ભાવવાળા તેથી અસંખ્યય ગુણ અને ક્ષાપથમિક ભાવવાળા સમ્યકત્વી તે એથી પણ અસંખ્યય ગુણ છે, સમ્યગ્દષ્ટિએ તે અનંત છે, કેમકે તેમાં સિદ્ધાને પણ સમાવેશ થાય છે. પ્રમાણ-પરિચય આપણે સમ્યજ્ઞાનની વ્યાખ્યા (પૃ. ૧૪૬)માં જોઈ ગયા તેમ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે–પદાર્થને વારતક બોધ થાય તે વાતે પ્રમાણ અને નય અગત્યનાં છે. એટલા માટે તો એને તત્વજ્ઞાનના ભંડારની ઉપમા આપી શકાય છે. આવાં ઉપગી સાધનાનાં સ્વરૂપ જાણવાની ઉત્કંઠા થાય એ સ્વાભાવિક છે. આની વૃત્તિ માટે પ્રથમ તો ગ્રન્થકારે આપેલું પ્રમાણનું લક્ષણ વિચારીએ. सर्वनयावलम्बिविज्ञानविशेषरूपत्वम्, स्वपरावबोधकत्वे सति પ્રમાણનું લક્ષણ જ્ઞાનસૂપ વા નાહ્ય ક્ષH (૧૨) અર્થાત આવે અને આશ્રય કરીને પહેલા જ્ઞાન-વિશેષને “પ્રમાણ” કહેવામાં આવે છે, અથવા એનું લક્ષણ એમ પણ આપી શકાય કે સ્વ તેમજ પરનું વિશેષ બેધક અને જ્ઞાનસ્વરૂપી ૧ એકંદર પાંચ ભાવે છે તે વાત આ ઉલ્લાસમાં હવે પછી વિચારાશે. ૨ જે છ વાનને સ્વપરપ્રકાશક માને છે અને તેમ કરવાનું કારણ નીચે મુજબ દર્શાવે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy