________________
૧૫૮
જીવ અધિકાર.
[ પ્રથમ
વિભૂષિત અનુયાગદ્વાર ( પત્રાંક ૧૦-૩૦ )માં આવશ્યકને, ૩૧ માથી ૩૭ મામાં શ્રુતને અને ૩૮ માથી ૪૨ મામાં સ્કન્ધને ઉદ્દેશીને, વિશેષા૦ (ગા૦ ૨૪-૭૭ )માં મંગળ પરત્વે, શ્રીદેવવાચક ક્ષમાશ્રમણકૃત નન્દીસૂત્રની શ્રીમલયગિરિસૂરિષ્કૃત ટીકા (પત્રાંક ૨)માં નન્દીને ઉદ્દેશીને, આવશ્યકસૂત્રની શ્રીહરિભદ્રસૂરિષ્કૃત વિવૃત્તિ ( પત્રાંક ૪-૭ )માં મંગળ અને નન્દી સંબંધી, દશવૈકાલિકસૂત્રની શ્રીહારિભદ્રીય ટીકા (પત્રાંક ૧૭)માં કુમને ઉદ્દેશીને, ઇત્યાદિ.
અનુયાગનાં દ્વારા~~
એ તે સુવિશ્વેત વાત છે કે કઇ પણ વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મેળવનારે તેના વિવિધ પાસાનુ જુદી જુદી રીતે અવલેાકન કરવું જોઇએ. તેની એક જ બાજુ જોવાથી સંપૂર્ણ જ્ઞાન મળતુ નથી એટલું જ નહિ, પરંતુ જે અપૂણું જ્ઞાન મળે છે તે જ્ઞાન ન ગણાતાં અજ્ઞાન ગણાવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ કોઇ પણ પદ્માના આધ થવા માટે કોઇ પણ તત્ત્વનું વાસ્તવિક સાંગાપાંગ જ્ઞાન થાય તેટલા માટે વિચાર કરવાના વિવિધ રસ્તાઓ જુદાં જુદાં અનુયાગ–દ્વારા દર્શાવ્યાં છે. આવાં દ્વારા પૈકી આપણે નિક્ષેપના વિચાર કરી ગયા. આ સિવાય પ્રમાણ અને નય પણ જબરજસ્ત એ માર્ગો છે એમ નિવેદન કરી ગ્રન્થકાર તેનાં લક્ષણાદિ પ્રરૂપે છે, પરંતુ એ ઉપરાંત તત્ત્વાર્થાધિ॰ ના આદ્ય અધ્યાયના નિમ્ન—લિખિત
“નિર્દેશ-સ્વામિત્વભાષના-વિશળ-સ્થિતિ-વિધાનતઃ || ૭ || સત્-મલ્યા-ક્ષેત્ર-વરોન-ન્નાહા-ડતર્દ્-માવા-ડqવદુત્વેÆ ! ૮ ||”
-સૂત્ર-યુગલમાં સૂચવ્યા મુજબ અન્ય દ્વારા પણ છે. ગ્રન્થકારે આની ગ્રન્થ-ગોરવના ભયને લઈને કે અન્ય કાઇ કારણથી ઉપેક્ષા કરી છે, કિન્તુ આપણે તે તેનું યત્કિંચિત્ સ્વરૂપ અવલેાકીશું, અને તેમ કર્યા પછી પ્રમાણ અને નયરૂપ બે રાજ-માર્ગોના પરિ ચય કરીશુ.
(૧) નિર્દેશ ( વસ્તુ-સ્વરૂપનું કથન ), સ્વામિત્વ ( માલિકી ), (૩) સાધન, (૪) અધિકરણુ ( આધાર ), (૫) સ્થિતિ ( કાળ ) અને (૬) વિધાન (ભેદ) એમ છ અનુયાગ-દ્વારો ( વ્યાખ્યા—અંગી ) છે અથવા અન્ય અપેક્ષાએ વિચાર કરતાં (૧) સત્ ( સદ્ભૂત પદ્મનું પ્રરૂપણું ), (૨)
અનુયાગ-દ્રારાની
સંખ્યા
૧ નિક્ષેપદ્બારમાં એધનિષ્પન્નનિક્ષેપ ઇત્યાદિ જે નિક્ષેપના પ્રકારા બતાવ્યા છે [ આવું વન દશવૈકાલિક નિયુક્તિ ( ૨૭-૩૪ )માં પણ છે ], તેના પ્રસ્તુતમાં ગ્રન્થનું કલેવર વધી જવાના ભયથી ઉલ્લેખ કરવામાં આવતા નથી.
२. निश्चयेन उपयुज्यते प्रस्तुते वस्तुनि स निर्देश: ” એ નિર્દેશના વ્યુત્પત્તિ-અર્થ છે. જીગ્મા તત્ત્વાર્થ-બૃહત્તિ ( પૃ॰ ૫૪ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org