SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૫૭ (પ્રકાર) શૂન્ય છે, કેમકે અજીવ જીવરૂપે અને જીવ અજીવરૂપે પરિણમે છે એ વાત સંભવતી નથી. ઔપશમિકાદિ ભાવ સહિત ઉપયોગ યુક્ત જીવ તે ભાવ-જીવ’ છે. આ ઉપરથી સમજી શકાય છે કે દ્રવ્ય-જીવ એ ભાંગો (ભંગ) સંભવ નથી. એથી નામાદિ ચારે નિક્ષેપ સર્વવ્યાપક છે એમ નહિ કહી શકાય એવી જે શંકા ઉપસ્થિત કરવામાં આવે છે તેનું સમાધાન એ છે કે કદાચ એકાદેક વસ્તુ પરત્વે એક નિક્ષેપ ન ઘટી શકે તેથી કરીને તેની વ્યાપકતા સાર્વત્રિક નથી એમ કહેવું ઉચિત નથી. વળી કેટલાક આને એમ પણ બચાવ કરે છે કે હું મનુષ્ય-જીવ ભવિષ્યમાં દેવ-જીવ થનાર હેવાથી દ્રવ્ય-જીવ છું. પરંતુ આ માન્યતાને સ્વીકારવાથી તે સિદ્ધ પરમાત્મા જ ભાવ-જીવ ગણી શકાશે, કેમકે પૂર્વ પૂર્વ જીવ તે ઉત્તર ઉત્તરની ઉત્પત્તિનું કારણ છે તેથી આ મત આદરણીય નથી. જીવન શબ્દાર્થને જાણનારે પરંતુ તે પરત્વે ઉપયોગ રહિત એ જીવ તે દ્રવ્ય-જીવ છે એમ પણ કેટલાકે માનત નાળg gવત્ત એ મુદ્રાલેખને આધારે કથે છે અને તેમ કરી નિક્ષેપની પૂરેપૂરી વ્યાપકતા છે એમ સાબીત કરે છે. ( આ પ્રમાણે નામાદિ નિક્ષેપને વિચાર કરી આ પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે જુદા જુદા પદાર્થો આશ્રીને આ નિક્ષેપે જુદા જુદા ગ્રન્થમાં ઘટાવવામાં આવ્યા છે. જેમકે તત્વાર્થ૦ બૃહદવૃત્તિમાં (પૃ. ૪૫-૪૯)માં જીવ, અજીવ, આસવ આદિ સાત તને, રત્નત્રયીને તેમજ દ્રવ્યને લક્ષીને, શ્રીમલયગિરિસૂરિકૃત વૃત્તિથી ૧ કઈ પણ સચેતન કે અચેતન પદાર્થનું “અજીવ ' એવું નામ પાડવું તે “નામ-અજીવ ” છે; કાષ્ઠાદિમાં તેને આકાર કરે તે “ સ્થાપના-અછવ' છે; ગુણાદિથી રહિત કલ્પનાજન્ય અછવ તે દ્રવ્ય-અછવ' છે (આ ભાંગે શન્ય છે); અને ગતિ વગેરેમાં સહાયક એવા ધર્માસ્તિકાયાદિ અજીવ પદાર્થ તે “ભાવ–અજીવ' છે ૨ આસ્રવાદિના દ્રવ્ય અને ભાવનાની દૃષ્ટિએ ભેદ પાડી તેનું સ્થૂળ સ્વરૂપ આપણે પાંચમા અને છઠ્ઠા પ્રછમાં જોઈ ગયા છીએ, જ્યારે નામ અને સ્થાપનાની દૃષ્ટિ-કાણુથી તેનું સ્વરૂપ નામ-અછવે અને સ્થાપના-અજીવની જેમ સમજી શકાય તેમ છે. ૩ રત્નત્રયી પૈકી પ્રત્યેક રત્નને મુખ્યત્વે કરીને દ્રવ્ય અને ભાવ એ બે ભેદથી વિચાર કરીશ. કેમકે બીજા બે ભેદ સહેલાઈથી ધ્યાનમાં આવે તેમ છે. જે મિથ્યાદર્શનના પગલે ભવ્ય જીવને સમ્યગ્દર્શનરૂપે પરિણત થશે અથવા પૂર્વે થઈ ગયા તે “ દ્રવ્ય-સમ્યગ્દર્શન' છે, ત્યારે એ જ વિશદ્ધ આત્મ-પરિણામને પામે ત્યારે તે “ ભાવ-સમ્યગ્દર્શન’ છે. ઉપયોગ રહિત અવસ્થા તે “ દ્રવ્ય-જ્ઞાન ” અને ઉપગમય દશા તે “ ભાવ-જ્ઞાન' છે. ભવ્ય કે અભવ્યનું ઉપગ શૂન્ય ચારિત્ર તે ‘દ્રવ્ય-ચારિત્ર' અને ઉપયોગ પૂર્વક આગમ અનુસાર ક્રિયાનુષ્ઠાન તે “ ભાવ–ચારિત્ર' છે. ૪ દ્રવ્ય પરત્વે નામાદિ ચારે નિક્ષેપ ઘટી શકતા નથી, કેમકે દ્રવ્ય-દ્રવ્ય એ શૂન્ય ભાગે છે, કેમકે દ્રવ્ય-દ્રવ્ય એ ગુણ અને પર્યાયથી રહિત જોઈએ અને એમ તે બની શકે તેમ નથી. કેટલાક દ્રવ્ય-દ્રવ્યથી પુદગલ માને છે. તેમનું એમ કહેવું છે કે બહુ પરમાણુઓ એકઠા મળીને ત્રિપ્રદેશાદિ બ્ધ બને છે એટલે આ સ્કન્ધના કારણરૂપ પરમાણુઓ દ્રવ્ય-દ્રવ્ય છે અથવા એક સ્કધથી પરમાણુ જદો પડે છે, એટલે એ સ્કન્ધ પણ દ્રવ્ય-કવ્ય છે. આ પ્રમાણે દ્રવ્ય-દ્રવ્યને પ્રકાર માનો કે તેને શૂન્ય ગણ એ વિવાદાસ્પદ લેખાય, પરંતુ એટલું તે ચેકકસ છે કે તેને વાસ્તવિક માનનાર પણ આ હકીકત પદય સંબધે જ નહિ કે છવાદિ પરત્વે માની શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy