SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] અહંત દર્શન દીપિકા. ૧૫૫ નામાદિમાં પરસ્પર ભેદનામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણેમાં અભિધાન (નામ), દ્રવ્યત્વ અને તદર્થશૂન્યતા | ( વિવક્ષિત અર્થની શૂન્યતા)ની સમાનતા છે; કેમકે દાખલા નામ, સ્થાપના અને તરીકે નામ-મંગલ, સ્થાપના-મંગલ અને દ્રવ્ય-મંગલ એ દ્રવ્યમાં સમાનતા ત્રણેમાં મંગળ એવા અભિધાનની સમાનતા છે; વળી તેમાં દ્રવ્ય ત્વની પણ સમાનતા છે, કારણ કે નામ અને સ્થાપનાને દ્રવ્ય જ સાથે સંબંધ છે અને દ્રવ્યમાં તે દ્રવ્યત્વ-વ્યપણું છે જ. આ ઉપરાંત ભાવ-મંગલની શૂન્યતા પણ એ ત્રણેમાં સમાન છે. આથી કરીને આ ત્રણમાં કંઈ ભેદ છે કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આના સમાધાનાથે આપણે નામ-ઇન્દ્રાદિને વિચાર કરીએ. જેમ સ્થાપના-ઈન્દ્રમાં આકાર, અભિય, બુદ્ધિ, ક્રિયા અને ફળ ઘણે ભાગે જણાય છે, તેમ સ્થાપનાની નામ અને તે નામ-ઇન્દ્ર અને દ્રવ્ય-ઇન્દ્રમાં જણાતાં નથી. સ્પષ્ટ શબ્દમાં દ્રવ્યથી ભિનતા કહીએ તો ઈન્દ્રનાં હજાર નેત્ર, કુંડળ, મૂકટ, બાજુમાં ઈન્દ્રાણી, હાથમાં વા, સિંહાસન ઉપરની તેની બેઠક અને તેના દેહની યુતિ આ બધી હકીકતેથી યુક્ત હોય એ આકાર સ્થાપના-ઈન્દ્રમાં જણાય છે. વળી સ્થાપના કરનારને સદ્ભુત ઈન્દ્રને ઉદ્દેશીને જેવો અભિપ્રાય છે, તે પણ આમાં વ્યકત થયેલે માલૂમ પડે છે. વિશેષમાં સ્થાપના-ઈન્દ્રના જેનારને આકારના દર્શનથી ઈન્દ્ર-બુદ્ધિ ઉત્પન્ન થાય છે. વળી ઈન્દ્રને - ભકત જન તેને નમસ્કાર કરતે જોવાય છે. આવા સ્થાપના-ઈન્દ્રના ભકિત પૂર્વક દર્શન કરવાથી પ્રાયઃ પુ2ત્પત્તિરૂપ ફળ થાય છે. આ હકીકત નામ-ઇન્દ્ર કે દ્રવ્ય-ઈન્દ્રમાં જણાતી નથી; એ કારણુથી સ્થાપના નામ અને દ્રવ્ય કરતાં ભિન્ન સિદ્ધ થાય છે. નામ અને સ્થાપનાની દ્રવ્યથી ભિન્નતા જેમ દ્રવ્ય એ ભાવનું કારણ છે તેમ નામ કે સ્થાપનાના સંબંધમાં કહી શકાય તેમ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ અનુપયેગી ( ઉપયોગ રહિત) વક્તારૂપ દ્રવ્ય કેઈ વખતે ઉપ ગ-કાલે એ ઉપયોગરૂપ ભાવનું કારણ થાય છે અને એ ઉપગરૂપ ભાવ તે અનુપયેગી વક્તારૂપ દ્રવ્યને પર્યાય થાય છે તેનું કાર્ય થાય છે, તેમ નામ કે સ્થાપના એક બીજાના કારણ-કાર્ય રૂપે પરિણમવા સમર્થ નથી. અન્ય શબ્દોમાં કહીએ તે જેમ કેઈ સાધુ ભવિષ્યમાં ઈન્દ્ર તરીકે ઉત્પન્ન થનાર હોય તેથી દ્રવ્ય-ઈન્દ્રથી સંબેધાતે આ જીવ ભાવ-ઈન્દ્રનું કારણ થાય છે અને એ ભાવ-ઇન્દ્રના પરિણામરૂપ ભાવ તે આ દ્રવ્ય-ઇન્દ્રને–સાધુના જીવરૂપ દ્રવ્યને પર્યાય થાય છે, તેવી હકીકત નામ અને સ્થાપના પરત્વે ઘટતી નથી. આ ઉપરથી નામ આકારથી તેમજ કારણપણાથી રહિત હોવાને લીધે તે સ્થાપના અને દ્રવ્યથી ભિન્ન છે એમ સમજી શકાય છે. ૧ ત્રણમાં જ કહ્યું અને ચારમાં ને કહ્યું તેનું કારણ એ છે કે ભાવમાં તદર્થશન્યતા નથી, જ્યારે નામાદિમાં તેમ છે. આથી ભાવ નામાદિથી ભિન્ન છે એ સુતરાં સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy