________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૫૩ સિત્તરીના કિયા-કલાપને ‘ભાવ-મંગલ” કહેવામાં આવે છે. આ ભાવ-મંગલના પરિણામ પૂર્વે થયા હોય અથવા ભવિષ્યમાં થનાર હોય, પરંતુ વર્તમાન સમયે તે તેને અભાવ હોય એવું કેઈનું શરીર તે જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત “નાઆગમથી દ્રવ્ય-મંગલ' કહેવાય છે. વળી સ્વભાવથી સુન્દર તથા વર્ણાદિ ગુણથી વિશિષ્ટ સેનું, રત્ન, દહીં, ચેખા, ફૂલ, મંગળ કળશ વિગેરે પણુ આગમથી દ્રવ્ય-મંગલ’ કહેવાય. એનું કારણ એ છે કે શરીર, આત્મા અને શબ્દ તેમજ સુવર્ણાદિ તે કેઈને ભાવનાં કારણે થાય છે, એથી તે નાઆગમથી તવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલ” છે.
અત્ર “ન શબ્દ સર્વનિષેધાત્મક છે, તેથી આગમને અહીં સર્વથા અભાવ છે, પહેલાં જ્ઞશરીર અને ભવ્ય શરીરને જે દ્રવ્ય-મંગલ ” કહેવામાં આવ્યું છે તે કેવળ આગમના-જ્ઞાનના અભાવ આશ્રીને કહ્યું છે અને અહિંયા તે જે ને આગમથી તદ્રવ્યતિક્તિ દ્રવ્યમંગલ કહ્યું છે તે કિયારૂપ ભાવના અભાવની અપેક્ષાએ કહ્યું છે.
મંગળ પદાર્થ આશ્રીને નોઆગમથી તદુવ્યતિરિક્ત દ્રવ્ય-મંગલના અને એવી રીતે પ્રત્યેક પદાર્થના (૧) લૌકિક, (૨) કુપ્રવચનિક અને (૩) લકત્તર એવા ત્રણ ભેદ પડતા હશે, એમ અનુગદ્વારમાં આગમથી વ્યતિરિક્ત દ્રવ્ય આવશ્યકના જે ભેદે પાડેલા છે તે ઉપરથી અનુમાન થાય છે. આ પ્રકારે પડી શકતાં મંગળના ત્રણ ભેદનાં ઉદાહરણ મારા જેવામાં નહિ હોવાથી એ વાત આગમથી તવ્યતિરિકત દ્રવ્યાવશ્યક પરત્વે વિચારવામાં આવે છે. રાજા, પ્રજા વગેરે સવારના પહોરમાં દંતધાવનાદિ આવશ્યક કાર્ય કરે છે તે “લૌકિક” છે. પરિવ્રાજકાદિની યક્ષાદિના મંદિરમાં ધૂપ, દીપ વગેરે કિયા તે “કુપ્રવચનિક” છે. સાધુગુણથી રહિત એવા (સાધ્વાભાસ)ની હિંસાદિ કરી પશ્ચાત્તાપ વિનાની જે આવશ્યક ક્રિયા તે લોકોત્તર છે. ભાવનું લક્ષણ
'विवक्षितक्रियानुभूतियुक्तत्वम्, विवक्षिततत्तक्रियाऽनुभूतियुक्तत्वं વા મારણ્ય ક્ષણમ્ (8) અર્થાત વિક્ષિત કિયાના અનુભવથી જે યુક્ત હોય તે “ભાવ” છે, એટલે કે (જેમ ઈન્દ્રનાદિ ઐશ્વર્યાદિ કિયાના અનુભવથી જે યુક્ત હોય તે ભાવ-ઇન્દ્ર કહેવાય છે તેમ) જે જે ક્રિયાથી વિવક્ષા કરવામાં આવે તે તે કિયાના અનુભવ સહિત જે જે હોય તે તે અપેક્ષાએ “ભાવ” છે. ભાવ-મંગલની દ્વિવિધતા–
આ સંબંધમાં વિશેષાની નિમ્ન લિખિત
" मंगलसुअउवउत्तो आगमओ भावमंगलं होइ । __ नोआगमओ भावो सुविसुडो वाइयाईओ ।। ४९ ।।" ૧ સરખા આવશ્યકની વૃત્તિ ( પત્રક ૫ ) ગત નિમ્નલિખિત પદ્ય – “ મારો વિરક્ષિતજિગાડનુભૂતિયુt fઇ જમા થાત
सर्वशैरिन्द्रादिवदिहेन्दनादिक्रियाऽनुभवातू ॥१॥" 20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org