SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. દ્રવ્ય-નિક્ષેપના અવાંતર ભેદે – દ્રવ્ય-નિક્ષેપના આગમથી (એટલે કે આગમ આશ્રીને) અને આગમથી એવા બે ભેદ પડે છે. તેમાં વળી ને આગમથી દ્રવ્ય-નિક્ષેપના (૧) જ્ઞ–શરીર, (૨) ભવ્ય શરીર અને એ બેથી અતિરિક્ત અર્થાત (૩) વ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. આ હકીકત સમજવા માટે દ્રવ્યમંગલને ઉદ્દેશીને આ અવાંતર ભેદે વિચારીશું. ‘મંગળ’ શબ્દથી અનુવાસિત અને મંગળ શબ્દના અર્થની પ્રરૂપણુ કરતી વેળાએ તે જ્ઞાનની લબ્ધિવાળા હોવા છતાં શૂન્યપણે “મંગળ” શબ્દાર્થની પ્રરૂપણ કરનાર વક્તા “આગમથી દ્રવ્ય-મંગલ છે, કેમકે તે મંગળના ઉપયોગથી રહિત છે. અર્થજ્ઞાનની લબ્ધિવાળા વક્તાને જે અત્ર દ્રવ્ય-મંગલ કહેવામાં આવે છે, તે, ઉપયોગ રહિત તે દ્રવ્ય એ સિદ્ધાન્તના અથવાળા “મનુષથોrt દ્રષ્ય ” એ કથનને અનુસરીને છે. અત્ર “આગમ શબ્દથી સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ આગમ ન સમજતાં તે આગમના કારણરૂપ આત્માદિ સમજવાં, કેમકે અનુપયેગી વક્તાને આત્મા, દેહ કે શબ્દ તે કારણમાં કાર્યને ઉપચાર કરવાથી આગમ ગણાય છે. આ પ્રમાણે વિચાર કરતાં “આગમથી દ્રવ્ય-મંગલ'એ મારી માતા વધ્યા છે એના જેવું વિરૂદ્ધ કથન છે એવી શંકા ઉદ્દભવશે નહિ. નેઆગમથી દ્રવ્ય-મંગલ– જેણે અતીત કાળમાં “મંગલ’ શબ્દને યથાર્થ અર્થ જાણ્યો હોય અને પ્રરૂપે હોય તેને નિજીવ દેહ અથવા જે ભવિષ્યમાં “મંગલ' શબ્દને વાસ્તવિક અર્થ જાણશે તેવા બાળકને સજીવ દેહ આગમથી દ્રવ્ય-મંગલ” કહેવાય છે, કેમકે આ બંને દેહમાં આગમ એટલે મંગલ-પદાર્થના જ્ઞાનને સર્વથા અભાવ છે. અત્ર “ના” શબ્દ સર્વનિષેધાર્થમાં છે. “નિશબ્દ દેશનિષેધાર્થવાચી પણ છે એ વાતને લક્ષ્યમાં લેતાં અર્થાત્ આગમના એક દેશ આશ્રીને જ્ઞશરીરને તથા ભવ્ય–શરીરને ને આગમથી દ્રવ્ય-મંગલ ગણી શકાય છે. જે અચેતન શરીર ભૂત આગમનું કારણ હોય તે “જ્ઞશરીર છે. અને જે સજીવ દેહ ભાવિ આગમનું કારણ છે, તે “ભવ્ય શરીર છે. આ બંને જાતનાં શરીરે સેનાને લઈને કુંભાર ઘટ બનાવવા તૈયાર થાય છે તે તેના કાર્યમાં સફળ ન થાય, કેમકે જે ક્રિયાથી માટીનો ઘડે બને છે, તે ક્રિયાથી સોનાનો ઘટ કેમ બને? આવો અતિપ્રસંગ જીવને વિષે પણ ઉદભવે છે. જેમકે નારક જીવને પણ દ્રવ્ય-દેવ કહેવાય, કારણ કે કોઈક વાર તો તે દેવ તરીકે ઉત્પન્ન થયે હશે અથવા ભવિષ્યમાં થશે, પરંતુ દેવ કે નરક ચવીને તદનંતર દેવગતિ કે નરકગતિમાં ઉત્પન્ન થતા નથી એ નિયમને લક્ષ્યમાં રાખતાં નારકી જીવને દ્રવ્ય–દેવ કહેવો એ અતિપ્રસંગ છે. આથી એમ સમજાય છે કે યોગ્ય શબ્દ કહીને સાક્ષાત યોગ્યતાને, નહિ કે પારંપરિક યોગ્યતાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ૧ “નો”શબ્દના અર્થો પરત્વે આચારાંગની વૃત્તિના ૧૨મા પત્રમાં નિમ્નલિખિત પદ્ય સાક્ષીરૂપે જોવાય છે "प्रतिषेधय ति समस्तं प्रसक्तमर्थं च जगति 'नो'शब्दः । स पुनस्तदवयवो वा तस्मादर्थान्तरं वा स्याद ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy