SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. સિદ્ધાન્તમાં “યાવસ્કથિક' સંજ્ઞા આપવામાં આવી છે. જેમકે ભરતવર્ષમાં જન્મેલા તે ભારતવર્ષીય ઈત્યાદિ. આથી સમજી શકાય છે કે યાવત્રુથિકના શાશ્વત અને અશાશ્વત એમ બે પ્રકારે છે. ઉપર જે નામનાં લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યું છે તે ઉપરાંત શાસ્ત્રમાં પુસ્તક, પત્ર કે ચિત્રમાં લખેલા ઈન્દ્ર વગેરે વસ્તુના નામની અક્ષરની પંક્તિઓને પણ “નામ” એવી સંજ્ઞા આપવામાં આવી છે. એટલે આ વાત ઉપલક્ષણથી અત્ર સમજી લેવી અનુચિત નથી. સ્થાપનાનું લક્ષણ સ્થાપનાનું લક્ષણ આપતાં ગ્રન્થકારે કહ્યું છે કે तदर्थवियुक्तत्वे सति तदभिप्रायेण तत्सदृशं यल्लेप्यादिकर्मरूपं तत् स्थापनाया लक्षणम् , यत् सद्भूतार्थशून्यं सत् तद्बुद्धया तादृशाकारेण निराकारेण वाऽन्यस्मिन्नागेपकरणं तद् वा । (९) અર્થાત તે શબ્દના અર્થથી રહિત પરંતુ તે (શબ્દ–વાગ્યે મૂળ વસ્તુ)ના અભિપ્રાયથી તેના જેવું જે લેપ્યાદિ કર્મ તે “સ્થાપના ” છે. અથવા વાસ્તવિક અર્થથી શૂન્ય તેમજ તબુદ્ધિથી તેના જેવા આકારરૂપે કે અનાકારરૂપે અન્ય પદાર્થમાં તેને આરોપ કરે તે “ સ્થાપના ” છે. કહેવાની મતલબ એ છે કે કોઈ વસ્તુમાં ઈન્દ્રની સ્થાપના કરાય તે “સ્થાપના-ઈન્દ્ર' છે. આ સ્થાપના “ઈન્દ્ર” શબ્દના અર્થથી રહિત છે. ઈન્દ્રનું ચિત્ર આલેખેલું હોય તો તે ચિત્રમાં ઈન્દ્રની સ્થાપના સભૂત ઇન્દ્રના અભિપ્રાયથી તેના જેવા આકારવાળી કહેવાય, પરંતુ જે અક્ષાદિમાં તેની સ્થાપના કરી હોય, તે તે વિવક્ષિત આકારથી રહિત કહેવાય. નામની જેમ સ્થાપના પણ અલપકાલિક તેમજ અનંતકાલિક એમ બે પ્રકારની છે. જેમકે ચિત્ર, અક્ષ વગેરેમાં આપાયેલી ઇન્દ્રની સ્થાપના તે અલ્પકાલિક છે, જ્યારે નન્દીશ્વર આદિ દ્વીપની પ્રતિમાઓ ગાવસ્કથિક છે. ૧ “નામું માગદશં ” ૨ જુઓ વિશેષાની વૃત્તિ ( પત્રાંક ૨૩). ૩ “આદિ' શબ્દથી ચિત્ર, કાષ્ઠ, પાષાણ વગેરે સમજવાં. ૪ “છાવ્યસે-પ્રતિનિધી તેડી તિ થrgના” આ એની વ્યુત્પત્તિ છે. જુઓ તત્ત્વાર્થરાજ (પૃ૦ ૨૦ ). ૫ આ હકીકત તેમજ ઉપર્યુક્ત સ્થાપના સંબંધી લક્ષણ વિશેષાની નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે – "जं पुण तयत्थसुन्नं तयभिप्पापण तारिसागारं । कीरह व निरागारं इत्तरमियरं व सा ठवणा ॥ २६ ॥" [ यत् पुनः तदर्थशून्यं तदभिप्रायेण तादृशाकारम् । क्रियते वा निराकारं इत्वरमितरद् वा सा स्थापना ॥ ] ૬ જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાનું સ્પષ્ટીકરણ (પૃ૦ ૩૩ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy