________________
૧૪૮ જીવઅધિકાર.
[ પ્રથમ પર્યાય વડે જેને નિદેશ ન થઈ શકે તેવું, અન્ય અર્થમાં રહેલું કે અન્વથ (યાને મૂળ અર્થમાં સ્થિત) તેમજ વિવક્ષિત અર્થથી નિરપેક્ષ કે સાપેક્ષ એવું વસ્તુનું નામ તે “નામ”નું લક્ષણ છે. અથવા ઈચ્છા અનુસાર વસ્તુનું નામ તે “નામ”નું લક્ષણ છે.
આ સમગ્ર હકીક્ત વિશેષાની નિમ્નલિખિત ગાથામાં સુન્દર રીતે પ્રદર્શિત કરવામાં આવી છે –
1 “ વાવાડજમશે, કિમળને તાત્યનિવાર્ય
કારિક જ રાખં, જ્ઞાર વં જ પur | ૨૧ ”
એટલે કે અસલ પદાર્થના અન્ય પર્યાયથી જેનું કથન ન થઈ શકે એવું, અન્ય અર્થમાં રહેલું (અથવા સાર્થક), મૂળ અર્થથી નિરપેક્ષ, ઈચ્છાનુસાર પાડેલું એવું ( હોય તો તે પણું ) ઘણું કરીને જ્યાં સુધી પદાર્થ રહે ત્યાં સુધી રહેનારૂં “નામ” છે.
ધારે છે કે મનુષ્યનું ઈન્દ્ર એવું નામ પાડવામાં આવ્યું હોય, તે તે પ્રાણીને ઈન્દ્રના પાકશાસન, પુરંદર, શચીપતિ, શતમખ, શક, હરિ ઇત્યાદિ પર્યાયે વડે બેલાવાય નહિ. એટલે કે આ “ઈન્દ્ર ” નામ એના પર્યાયેથી અવાચ્ય છે. પરંતુ આ પ્રાણીના દેહ સંબંધી ધમને ઈન્દ્ર નામમાં ઉપચાર કરાયેલો હોવાથી તે વ્યક્તિને “ઈન્દ્ર ” એવા સાંકેતિક શબ્દથી બોલાવાય. વળી આ “ઈન્દ્ર” નામ –“ઇન્દ્ર ” એવી સંજ્ઞા સ્વર્ગના અધિપતિ-સુરાના પતિ ઇન્દ્રમ જ રહેલી છે. એટલે કે આ નામ અન્ય અર્થમાં રહેલું છે (જે તે વાસ્તવિક અને ઉદ્દેશીને કહેવામાં આવે, તે તે સાર્થક ગણાય ).
ચટચ્છાથી એટલે મરજી પ્રમાણે ગમે તેવું અર્થ વિનાનું નામ પણ “નામ” કહેવાય છે. જેમકે ડિત્ય, ડિવિO. આ પ્રમાણે ગમે તેમ પડાયેલું નામ પણ જ્યાં સુધી તે પદાર્થ હોય ત્યાં સુધી
પ્રાયઃ રહે છે. મેરૂ, સૂર્ય, ચન્દ્ર ઈત્યાદિ શાશ્વત પદાર્થોનાં નામે તે અનન્ત કાળ પર્યત રહેશે-અવિનાશી છે. આ પ્રમાણે જે નામે પદાર્થના અસ્તિત્વ સુધી જ રહેવાવાળાં છે તેને
- ૧ છાયા
पर्यायानभिधेयं स्थितमन्यार्थे तदर्थनिरपेक्षम् । यादृच्छिकं च नाम यावद द्रव्यं च प्रायेण ॥
૨ “તેના સાત વાર્થમમિકુણી તોતિ નામ” એ સંજ્ઞા એવા અપર પર્યાયવાળા નામનો વ્યુત્પત્તિ-અર્થ છે. જુઓ તવાર્થરાજ (પૃ. ૨૦).
( ૩ “ પ્રાયઃ” કહેવાનો હેતુ એ છે કે કેટલાંક નામો પદાર્થની વિદ્યમાન દશામાં હયાતીમાં પણ બદલાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org