SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જીવ-અધિકાર. A [ પ્રથમ દુ:સાધ્ય રોગચાલે થવાથી કે દુકાળ પડવાથી જીવન-નિર્વાહ માટે મિથ્યાત્વનું સેવન, અને ( ૬ ) ગુરુ-નિગ્રહ એટલે માતાપિતાદિને કદાગ્રહ. ૬ ભાવના પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સ્વરૂપ શ્રાવક-ધમનું મૂળ સમ્ય ત્વ છે. એ અર્થાત્ સમ્યકત્વને ધર્મનું મૂળ ગણવું એ પ્રથમ ધર્મનું મૂળ ભાવના છે. જેમ મૂળ વિનાનું ઝાડ પ્રચર્ડ પવનને સપાટ લાગતાં પડી જાય છે, તેમ ધર્મ-વૃક્ષ પણ સમ્યકત્વરૂપ મજબૂત મૂળ વિના કુતીર્થિક મતરૂપે પવન ફૂંકાતાં અસ્ત-વ્યસ્ત થઈ જાય છે, એ આ ભાવનાને સારે છે. ધર્મનું દ્વાર– સમ્યક્ત્વ એ ધર્મનું દ્વાર છે એ બીજી ભાવના છે. જેમ કિલ્લા, કોટથી અલંકૃત નગરમાં મનુષ્યનું ગમનાગમન દ્વાર વિના શક્ય નથી, તેમ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વરૂપ દ્વાર આવશ્યક છે. ધર્મની પીઠ– સમ્યકત્વ એ ધર્મની પીઠ છે યાને એને પાયો છે. જેમ કોઈ પણ ઘર, મકાન કે કોટને પાયે ઊંડા દઢ ન હોય, તે તે ડગમગી જાય તેમ ધર્મરૂપ પ્રાસાદ પણ સમ્યકત્વરૂપ પીઠ વિના નિશ્ચળ ન રહી શકે. ધર્મને આધાર– જેમ આ જગતુ પૃથ્વીરૂપ આધાર વિના રહી શકતું નથી, તેમ ધર્મરૂપ જગતું પણ સમ્યકત્વરૂપ આધાર વિના ટકી શકતું નથી. એટલે કે સમ્યકત્વ એ ધર્મને આધાર છે એમ ચથી ભાવના ભાવવી જોઈએ. ધર્મનું ભાજન– જેમ ક્ષીરાદિ રસને ધારણ કરવા માટે પાત્રની જરૂર છે, તેમ શ્રુત તથા શીલરૂપ ધમને રસ ઢળી ન જાય તે માટે સમ્યત્વરૂપ ભાજનની આવશ્યકતા છે. આ પ્રમાણે સમ્યત્વની ભાજનરૂપે ભાવના તે પાંચમી ભાવના છે. ૧ ગુરૂ એટલે કે તે નિમ્નલિખિત પદ્ય દ્વારા જાણી શકાય છેઃ— " माता पिता कलाचार्या, एतेषां ज्ञातयस्तथा ।। વૃદ્ધા ધમfvહેશર, ગુરુવઃ સતાં મત છે ? ” -- 4 આનું સ્વરૂપ તૃતીય ઉદ્યાસમાં વિચારાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy