SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ). ઇરાદો હોવાથી–અંગ્રેજીમાં જેને philosophy કહે છે અને જે ગ્રીક ભાષામાંના philosophes (જ્ઞાનને પ્રેમ) શબ્દ ઉપરથી બનેલું છે તદન્તગત વિષયને પ્રાયા અત્ર સમાવેશ કરવાની ઉત્કંઠા હેવાથી પણ “દર્શન’ શબ્દનું નિર્માણ કરાયું છે. હવે બાકી રહેલ ૫દ “આહંતની યોજનાનું કારણ તપાસીશ. એ સંબંધમાં નિવેદન કરવાનું કે મળ ગ્રંથના નામગત જૈનનો એ એક દષ્ટિએ પર્યાય જ છે. વળી આ વિવરણમાં મારે કેવળ જૈન દર્શનની જ બાજુ રજુ કરવી ન હતી, કિન, વેદિક તેમજ બૌદ્ધ દશનની પણું આછી કે ઘેરી રૂપરેખા આલેખવી હતી. આ સમગ્ર ભાવનાના ઘેતક શબ્દને વિચાર કરતાં મને “આહંત” શબ્દ લહયમાં આવ્યો અને એને મેં સહર્ષ અગ્ર સ્થાન આપ્યું આ પ્રમાણે સમગ્ર નામની સંકલના થઈ. જેમ અંધકારમાં દીપક સહાયકારી બને છે તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જનોને માર્ગ દર્શાવવામાં જ્ઞાનરૂપ પ્રદીપ અતિશય ઉપયોગી થઈ પડે છે. આવા પ્રદીપની જે રોજના પ્રસ્તુત ગ્રંથકારે કરી છે તેને પ્રકાશ અન્યત્ર ફેલાવવાનું કાર્ય આ દીપિકા કરશે એવી ઉમેદથી આ વિવરણ જાયું છે. તેમાં હું કેટલે અંશે સફળ થયો છું તે દર્શાવવાનું કાર્ય મારું નથી; એને નિર્ણય તે કંઈ સુજ્ઞ મધ્યસ્થ વ્યક્તિ કરી લેશે. અંતમાં આ વિવરણ તૈયાર કરવામાં મને જે મહાનુભાવેની સીધી કે આડકતરી રીતે સહાયતા મળી છે તેને મારે સાનંદ ઉપકાર માનો બાકી રહે છે. સૌથી પ્રથમ તે ધાર્મિક ક્ષેત્રમાં વિહાર કરવાનું વિશિષ્ટ સામર્થ્ય સંપાદન કરાવનાર ન્યા. તી, ન્યા. વિ. ઉપાધ્યાય શ્રીમંગલવિજયને હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે, કેમકે એમના કૃપાકટાક્ષથી તે આ વિવરણને પ્રસંગે ઉપસ્થિત થયે. વળી એની પ્રસિદ્ધિમાં પણ એમને સક્રિય ફાળો છે. આના પહેલી વારમાં તેમજ બીજી વારનાં અને ક્વચિત તે ત્રીજી વારનાં પણ સંશોધનપત્ર તપાસી જવાની ઉદારતા તેમણે દર્શાવી છે. પ્રત્યેક વાર સંશોધનપત્રની એક નકલ બારેબાર તેમને વિહારમાં પણ મળતી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. કઈ કઈ વેળા બીજી કે ત્રીજી વારનાં પ્રમાં પણ પરિવર્તન કરવું પડયું છે અને તે મુદ્રણાલયના અધિપતિએ નીભાવી લીધું છે એટલે અંશે હું એમને ત્રાણી છું. લગભગ ૬૦૦ પૃષ્ઠ છપાઈ રહેવા આવ્યાં હતાં તેવામાં આ સમસ્ત ગ્રંથનું શુદ્ધિપત્રક તૈયાર કરવાનું કામ શ્રીયુત કુંવરજી આણંદજીને સેંપવાનું નક્કી થયું. એથી ત્યાર પછીનાં દ્વિતીય વારનાં સશેધન પત્રની એક નકલ તેમના ઉપર પણ મોકલવાને પ્રબંધ કરાયો. આ મહાશયે તે તપાસી જવામાં તેમજ આ સમગ્ર ગ્રંથગત વિચારે સંબંધી મારી સામે જે પ્રશ્નો રજુ કરવામાં જે મહેનત લીધી છે તે બદલ તેમને હાર્દિક અભિનંદન આપવામાં આવે છે. આના ઉત્તર ૧ આની પ્રતીતિરૂપે એટલું જ નિવેદન કરવું બસ થશે કે આને “અહંત' સાથે ખાસ સંબંધ છે; એથી એના અર્થ માટે વેદમાં “અહંત' શબ્દ ક્યાં ક્યાં નજરે પડે છે તેના નિર્દેશ માટે તેમજ બૌદ્ધ સાહિત્યમાંના એના પ્રયોગ માટે “ The Indian Historical Quarterly ” ના તૃતીય વિભાગ (volume )ના ૪૭૫ થી ૪૭૮ પર્યરતનાં પૃષ્ઠ જેવા ભલામણ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy