SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮' જીવ-અધિકાર, [ પ્રથમ આઠે પ્રભાવના જૈન શાસનને જે દીપાવે-ભાવે તે “પ્રભાવક કહેવાય છે અને તેમનું આચરણ તે “પ્રભાવના” છે. (૧) જૈન શાસ્ત્રના પારગામી; (૨) ક્ષીરાશવાદિ લબ્ધિથી મંડિત હોઈ મેઘ-ગર્જનાના જેવા ગંભીર નાદે (અ) આક્ષેપિણી, (આ) વિક્ષેપિણી, (ઈ) સંવેજની અને (ઈ) નિર્વેદિની એવી ચાર પ્રકારની ધર્મ-કથાના ઉપદેશ આપી ચતુરાના ચિત્તનું રંજન કરે અને તેમના હૃદયગત સંદેહનું ભજન કરે તે ધર્મકથી, જેમકે નંદીષેણ મુનિવર; (૩) (અ) વાદી, (આ) પ્રતિવાદી, (ઈ) સભા અને (ઈ) સભાપતિ એ ચતુરંગી પરિષદમાં પ્રતિપક્ષને પરિક્ષેપ કરવા પૂર્વક સ્વપક્ષનું મસ્કન કરવા માટે જે વંદવું તે વાદ અને આ વાદ કરનાર તે વાદી, જેમ મલ્લવાદી (૪) વિકાલિક લાભ-અલાભ ઉપર પ્રકાશ પાડનારા નિમિત્ત-શાસને જે જાણે તે નૈમિત્તિક, જેમકે ભદ્રબાહસ્વામી, (૫) કોધને કાબુમાં રાખી દુષ્કર તપશ્ચર્યા કરી ચારિત્ર–ગુણને દીપાવે તે તપસ્વી, (૬) મંત્ર અને વિદ્યાના બળથી જે શાસનેન્નતિ કરે તે વિદ્યાવાન એટલે કે પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાદેવીઓ અને શાસન–દેવી જેને સહાયક હોય તે વિદ્યાવાન, જેમકે વજસ્વામી; અંજન, પાદ-લેપ, તિલક-ગુટિકા વગેરે સિદ્ધિઓ જેણે પ્રાપ્ત કરી હોય તે સિત, જેમકે કાલિકાચાર્ય (૮) જે અર્થગૌરવ તેમજ શબ્દ-લાલિત્યથી મનહર–રાજાદિ પ્રતિબોધ પામે તેવી મધુર અર્થવાળી ગદ્ય-પદ્યમાં કૃતિઓ કદાગ્રહ કે મમત્વ ભાવ વિના રચે તે કવિ, જેમકે સિદ્ધસેન દિવાકર. આ પ્રવચની આદિ આઠ પ્રભાવકનાં કાર્ય તે આઠ પ્રકારની પ્રભાવના છે. ૧ વિશેષાની નિમ્નલિખિત ગાથામાં આ ઋદ્ધિ વિષે ઉલ્લેખ કરતાં કહ્યું છે કે – હર-હુ-નસfcsartવમાંડયા તથાણા ( ોદ્રાન્નગુનિદકુત્તસ્થા કાવીરા | ૭૧૬ ) [ ક્ષીર-મg- wavમાવનારત થવા માસિ | ( gધાતુનzqનાથઃ જાણયુન્ના: ) ] - અર્થાત ચક્રવર્તીની લાખ ગાયનું દૂધ પચાસ હજાર ગાયને પાય, આનું જે દૂધ નીકળે તે ૨૫૦૦૦ ગાયોને પાય, તેનું ૧૨૫૦૦ ગાયોને એમ અનુક્રમે અડધું અડધું કરતાં ( આ પ્રમાણે માલધારીય બહદવૃત્તિના ૩૮૪ માં પત્રમાં ઉલ્લેખ છે, પરંતુ તે ચિત્ય છે, કેમકે ૧૨૫૦ ૦ નું અડધું ૬૨૫૦ અને તેનું અડધું ૩૧૨૫, પછી આનાથી અડધી ગાયની સંખ્યા કરતાં કેવી રીતે આ હકીક્ત ઘટી શકે એમ પ્રકન ઉપસ્થિત થાય છે) છેવટે જે એક ગાયનું દૂધ નીકળે તે દૂધના સ્વાદ જેવાં જેનાં વચનો મધુર હોય તે “ક્ષીરાશિવ લબ્ધિવાળા જાણવા. સાકર ઇત્યાદિ મધુર દ્રવ્યને પણ મીઠાશમાં ટક્કર મારે તેવા મધુ (મધ)ના સ્વાદ જેવાં મધુર વચનવાળા “મધ્વાશ્રવ” લબ્ધિવાળા જાણવા. અતિશય મીઠા ઘીના સ્વાદ જેવી મીઠાશવાળાં વચનેવાળા “ઘતાશ્રવ’ લબ્ધિવાળા જાણવા. (કોઠારમાં રહેલા ધાન્યની જેમ જેને વિસ્મરણનો અભાવ હોવાથી સૂત્ર અને અર્થ નિરંતર સ્મૃતિયુક્ત હોવાથી ચિરસ્થાયી હોય, તેમને કાબ્દબુદ્ધિ' જાણવા ). ૨ આના સ્વરૂપ માટે જુઓ રસ્તુતિ-ચતુર્વિશતિકાનું મારું સ્પષ્ટીકરણ. ૩ આ આઠે નિર્દેશ કરનારી ગાથા શ્રીહરિભદ્રસૂરિકૃત સમ્યકત્વસંતતિમાં નીચે મુજબ છે – पाययणी १ धम्मकही २ वाई ३ नेमित्ति ओ४ तवस्तीय। विजा ६ सिद्धो ७ य कवी ८ अटेव पभावगा भणिया ॥३२॥" pવની ધર્મજથી વાર્તા નૈમિત્તિઃ તાર ના विद्या( वान ) सिद्धश्च कवि: अष्टव प्रभावका भणिताः ॥] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy