SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ છવ-અધિકાર. [[ પ્રથમ અને દષ્ટાન્તને અસંભવ હોય ત્યારે જે (પદાર્થ) રૂડી રીતે ન સમજાય, તે પણ બુદ્ધિશાળી સર્વજ્ઞના સિદ્ધાન્તને સત્ય (જ) માને. વીતરાગ (પ્રભુએ) ઉપકાર રહિત ( અર્થાત્ કોઈના ઋણી નહિ બનેલા એવા) તથા પરેપકાર કરવામાં તત્પર તેમજ યુગપ્રધાન છે અને વળી રોગ, દ્વેષ તથા મેહને તેમણે જીત્યો છે તેથી તેઓ અન્યથાવાદી ( અસત્યવાદી) નથી (જ). કક્ષા– કાંક્ષા ” એટલે “ઇતર દશનેને સ્વીકાર'. આના પણ દેશ-કાંક્ષા અને સર્વકાંક્ષા એમ બે ભેદ છે. મહર્ષિ બુદ્ધ ભિક્ષુઓને સુખકારી ધર્મ દર્શાવ્યો છે, કેમકે તેઓ સ્નાન, અન્નપાન, શમ્યા વગેરે દ્વારા સુખને અનુભવ કરી શકે છે, વાસ્તુ એ ધર્મ સ્વીકારવા ગ્ય છે; આવી જે કાંક્ષા તે ‘દેશકાંક્ષા” છે. પરિવ્રાજકે, બ્રાહ્મણે તેમજ એવા અન્ય અકોનો વિષય-સુખને ભોગવતા છતાં પર-સુખ (મેક્ષ–સુખ) મેળવી શકે છે, વાતે તેમને ધર્મ પણ આદરણીય છે. આ કથન “ સર્વકાંક્ષા સૂચક છે. વિચિકિત્સા– વિચિકિત્સા ” એટલે “ફળને સંદેહ. જેમ ખેડુતની પ્રવૃત્તિમાં સફલતા તેમજ વિફ લતા (ફલજૂન્યતા) જેવાય છે, તેમ જેકે જિનમાર્ગ પ્રમાણ અને યુક્તિઓથી સુસંબદ્ધ હોઈ સાચે છે, છતાં આ ધર્મ અનુસાર દુષ્કર તપશ્ચર્યા કરવાથી મને ભવિષ્યમાં કંઈ લાભ થશે કે નહિ એવી શંકા રાખવી તે “વિચિકિત્સા” છે. પરંતુ આવી વિચિકિત્સા વિચક્ષણેએ કરવી યોગ્ય નથી. તેમણે તે એ વિચાર કરવો જોઈએ કે જ્યાં યથેષ્ટ ફળની પ્રાપ્તિ ન દેખાય, ત્યાં સાધનની વિકળતા હોવી જોઈએકેમકે સમગ્ર સામગ્રી અવિકલપણે હેય અને તેમ છતાં ઇષ્ટ ફળ ન મળે એવું બને જ નહિ. આપણે જે ફળ મેળવી શકતા નથી, તેમાં આપણું બળ, ધીરજ, ઉદ્યમાદિની ન્યૂનતા હેવી જોઈએ.’ વિચિકિત્સા અને શંકા વચ્ચે અંતર– આ ઉપરથી વિચિકિત્સાનું સ્વરૂપ તે ધ્યાનમાં આવે છે, પરંતુ તે “શંકા ” થી ભિન્ન કેમ છે એ સમજાતું નથી એમ સહજ વિચાર આવે તે એ સંબંધમાં નિવેદન કરવાનું કે શંકા એ ૧ સરખા “ मृवी शय्या प्रातरुत्थाय पेया, भक्तं मध्ये पानकं चापराहूणे । દ્રાક્ષ avહું સાત વર્ષ, મોક્ષarણે ફાકવા દgઃ ૨ ” આ પદ્ય પ્રવચનની ટીકા ( પત્રાંક ૬૯ )માં સાક્ષીરૂપે નજરે પડે છે. આનું મૂળ સ્થાન ધ્યાનમાં નથી. ૨ અત્ર એ યાદ રાખવું જોઈએ કે જ્યારે અવિકલ સામગ્રી પૂર્વક કરાયેલી સાંસારિક ક્રિયા સકળ થતી જોવાય છે, તે પારમાર્થિક ક્રિયા વિશે શંકા રાખવી તે શું ડહાપણ છે ? વળી પારમાર્થિકધાર્મિક ક્રિયાનું પ્રત્યક્ષ ફળ વિષયકષાયની શાંતતા, સમતા, આનન્દ ઇત્યાદિ જોવાય છે-અનુભવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy