SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા. ૧૩૩ વ્યાપી છે કે નહિ અથવા જીવ સપ્રદેશી છે કે અપ્રદેશી એ દેશ-શંકા છે. અર્થાત્ જીવાદિ તત્ત્વાના કોઇ અંશ સંબધી શંકા તે ‘ દેશશકા ’ છે, જ્યારે ધમ છે કે નહિ એવી શંકા તે ‘ સશકા ’ છે. આ વાત સ્પષ્ટ રીતે ધ્યાનમાં આવે તે માટે એક બે ઉદાહરણો વિચારીએ. જેમકે જીવપણ સમાન હેાવા છતાં એકને ભવ્ય અને બીજાને અભવ્ય કેમ કહી શકાય ? અથવા ઉત્પાદ, વ્યય અને પ્રોબ્યથી સર્વ પદાર્થો યુક્ત હોવા છતાં તેમાંના કેટલાકને જીવ કહેવા અને કેટલાકને અજીવ કહેવા તેનું શું કારણ ? આ પ્રશ્ના ‘ દેશશકા ’ વિષયક છે. એના ઉત્તર એ છે કે મગપણુ સમાન હોવા છતાં રાંધતી વેળા ઘણાખરા મગા ચડી જાય, જ્યારે કોઇક ( કાંગડા મગ )ને ગમે તેટલા કાળ સુધી ચૂલા ઉપર રહેવા દેવામાં આવે તે પણ ન જ ચડે તેનું જે કારણ છે તે અત્ર પણ છે અર્થાત્ પરિણામ-સ્વભાવ સિવાય અન્ય કોઇ કારણ નથી. જૈન શાસ્ત્રા પ્રાકૃત ભાષામાં રચાયેલાં છે, વાસ્તે તે કલ્પિત હાવાં જોઇએ એ ‘ સશંકા ’ છે. એનું સમાધાન એ છે કે સામાન્ય જીવા પણ સંસ્કૃત જેવી શિષ્ટ ભાષાના અનભ્યાસીએ પણ શાસ્ત્રા સમજી શકે તે માટે આ પ્રમાણેની રચના કરવામાં આવી છે. કહ્યું પણ છે કે— વાહ-શ્રી-મમ્-પૂર્વાળાં, નૃળાં ચરિત્રાિમ્ । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ १ ॥ 46 '' અર્થાત્ ખાળ, બળા, મન્દ અને મૂર્ખ માનવીએ કે જે ચારિત્રની આકાંક્ષા રાખતા હોય તેમના ઉપર ઉપકાર કરવા માટે તત્ત્વજ્ઞાએ સિદ્ધાન્ત પ્રાકૃત ( ભાષામાં ) કર્યા. પ્રાકૃત ભાષા પહેલી કે સંસ્કૃત અને નિર્ણય કરવાનુ આ સ્થળ નથી ( એ માટે જુઓ સ્વર્ગસ્થ પ્રો. મણીલાલ નભુભાઇ દ્વિવેદીકૃત સિદ્ધાન્તસાર ), છતાં પણ એટલું તેા નિવેદન કર્યા વિના નહિ ચાલે કે કામળ, મધુર, ગંભીર એવી આ ગિરા સંસ્કૃતથી ઉતરતી નથી. એ સમજવું. ભાકી નિશ્ચય-નય પ્રમાણે તે શંકાના સદ્ભાવમાં સમ્યક્ત્વનો અભાવ જ છે. પ્રત્રચનની ટીકા ( પત્રાંક ૬૯ )માં નિમ્ન-લિખિત સાક્ષીભૂત પદ્ય દ્વારા કશું પણ છે કે t एकस्मिन्नर्थे संदिग्धे प्रत्ययोऽर्हति हि नष्टः । मिथ्या च दर्शनं तत् स चादिहेतुर्भवगतीनाम् ॥ १ ॥ " અર્થાત્ એક પણ અર્થમાં સંદેહ ઉત્પન્ન થતાં જિનેશ્વર વિષેના વિશ્વાસના વિનાશ થાય છે. તેમ થતાં મિથ્યાદષ્ટિ થવાય છે અને આ સસારની ગતિએવુ તે મુખ્ય કારણ બને છે. "" ૧ વિચારા શ્રીરાજશેખરસૂરિષ્કૃત કપૂરમજરીનો નિમ્ન-લિખિત ઉલ્લેખ: परसा सक्कमबन्धा, पाउअबंधो वि होइ सुउमारो । पुरुसमहिलाणं जेंति, अ मिहंतरं तेत्तियभिमाणं ॥ १ ॥ | परुषाः संस्कृतबन्धाः प्राकृतबन्धोऽपि भवति सुकुमारः । पुरुषमहिलयोर्याषत् च मिथः अन्तरं तावदनयोः ॥ ? અર્થાત્ સંસ્કૃતની રચના કંઠાર છે. જ્યારે પ્રાકૃતની રચના સુકુમાર છે. જેટલુ પુરૂષ અને પ્રમદા વચ્ચે અતર છે, તેટલું આ બે ભાષાએ વચ્ચે છે. * ૨ આ ગિરાની એક એ પણ વિશિષ્ટતા છેકે એક શબ્દના જેટલા અર્થે પ્રાકૃતમાં થઇ શકે છે, તેટલા સંસ્કૃતમાં થઇ શકવા મુશ્કેલ છે. જીઓ અર્થાંદીપિકા નામની શ્રાદ્રપ્રતિક્રમણત્તિ. (પત્રાંક ૧૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy