________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૧૩૧ આસ્તિક્યને વિચાર
આસ્તિક્ય એટલે જિનેક્ત તત્ત્વને વિષે શ્રદ્ધા. જિનેન્દ્ર પ્રકાશેલા જીવ, પકાદિક અતીન્દ્રિય પદાર્થો છે એ પ્રકારની જેની બુદ્ધિ હોય તે આસ્તિક” કહેવાય છે અને તેને ભાવ તે આસ્તિ” સમજવો.
આ પ્રમાણે અન્ય જીવગત પક્ષ સમ્યકત્વનું પણ ભાન કરાવનારા સમાદિ લક્ષણને વિચાર કર્યો. પરંતુ સમ્યકત્વનાં ૬૭ લક્ષણે પૈકી આ તે પાંચ જ થયાં. હજી દૂર લક્ષણોનું સ્થળ વરૂપ આલેખવું રહ્યું એથી એ દિશામાં પ્રયાણ કરવામાં આવે છે. સમ્યકત્વનાં ૬૭ લક્ષણે
૪ શ્રદ્ધાન, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, પ ટૂષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૫ લક્ષણ, દયતના, ૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાને એ સમ્યકત્વ વિષયક ૬૭ લક્ષણો-પ્રકારે છે. શ્રદ્ધાનના ચાર પ્રકારો
જીવાદિક પદાર્થોનો પરિચય કરી તેને પરમાર્થ જાણ એટલે કે પ્રવચનમાં-સિદ્ધાન્તમાં જેવી પ્રરૂપણા કરી હોય તે અર્થ હૃદયમાં ધારે, એ શ્રદ્ધાનને પ્રથમ પ્રકાર છે.
જે મુનિરને પરમાર્થને યથાર્થ બોધ થયો હોય, જેઓ સવેગ-રંગના તરંગોને ઝીલતા હાય, જેઓ જિનાજ્ઞાનુસાર ઉપદેશ આપતા હય, જેઓ રત્નત્રયીના આરાધક હોય, જેઓ શુદ્ધ સંયમ પાળતા હય, જેઓ કપટથી વિમુખ હેય, તેમની યથાશકિત સેવા કરવી, તે શ્રદ્ધાનને દ્વિતીય પ્રકાર છે.
જિનમતના ઉત્થાપક અને સ્વકપલકલ્પિત મતના સ્થાપક અર્થાત નિહનોને અને વેચ્છાચારીઓને, પાસન્થ (શિથિલાચારી)ને, કુશીલેને, કદાગ્રહીઓને, જિન-વેષને બટ્ટો લગાડનારાઓને અને સમ્યત્વથી ભ્રષ્ટ સાધુઓને પરિચય ન કરવો-તેમને વંદનાદિ ન કરવા, તે શ્રદ્ધાનને તૃતીય પ્રકાર છે.
અનેકાંતવાદથી વિમુખ એવા ઈતર દશનીઓને સંગ ન કરે, એ શ્રદ્ધાનને ચતુર્થ પ્રકાર છે.
૧ સરખા પ્રવચનના ૧૪૮મા દ્વારની નિમ્નલિખિત બે ગાથાઓ – “घउसहहणतिलिंग ३ दस धिणय१०तिसुद्धि३पंपगयदोस । अट्ठ पभावण ८ भूसण ५ लक्खण ५ पंच विहसंजुत्तं ॥ ९२६ ॥ छविह जयणा ६ ऽऽगारं ६ छब्भावणभावियं च छद्राणं ।।
इय सत्तयसटिलक्खणभेय विसुद्धं च सम्मत्तं ॥ ९२७ ॥"
ર આ પ્રમાણે પતિત જનેને સંગ કરવાને નિષેધ કરવાનું કારણ એ છે કે ગંગાનું નિર્મળ જળ પણ સમુદ્રના જળની સંગતથી પિતાની મીઠાશ હારી જઈ ખારાશ પામે છે, તેમ ભ્રષ્ટ જનોના સમાગમથી લાભને બદલે સમ્યક્ત્વરૂપ રન ગુમાવી બેસવાનો સંભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org