________________
જીવ અધિકાર
[ પ્રથમ મુમુક્ષુ' કહેવામાં આવે છે, કેમકે તેમની દષ્ટિએ સાંસારિક સુખ-ચકવતની કે દેવેન્દ્રોની ત્રદ્ધિથી મળતાં સુખે પણ નિઃસાર છે, તુચ્છ છે, અલ્પ છે. એક ત્રાજવાનાં બે પલાં પૈકી એકમાં સમગ્ર સંસારી જીનાં કહેવાતાં સુખને સમૂહ મૂકવામાં આવે અને બીજા પલામાં મેક્ષે ગયેલા અનન્ત છો પૈકી એક જ જીવનું સુખ મૂકવામાં આવે તે કયું પલ્લું નીચું નમે એ પાઠક-મહાશય સ્વયં વિચારી લેશે. નિવેદની રૂપરેખા
નિર્વેદ એટલે ભવ-વૈરાગ્ય, સમ્યગ્દષ્ટિ જીવ દુઃખથી ભરપૂર આ ભવરૂપ કારાગારમાં કમરૂપ દંડથી પીડા પામતાં અને કઈ પણ પ્રકારે તેને પ્રતીકાર કરવાને અસમર્થ થતાં સંસાર ઉપરથી મમત્વ રહિત થાય છે અર્થાત સંસારથી ઉદાસીન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ ભવને નરક સમાન ગણીને તેમાંથી નાસી છૂટવાના ઉપાયને વિચાર કરે અને સંસારથી ઉદ્વિગ્ન રહેવા કમર કસવી તે “નિર્વેદ છે.
અર્થ–વ્યત્યય
કેટલાક સંવેગ અને નિર્વેદને અર્થ ઉલટસૂલટી કરે છે. એટલે કે તેઓ સવેગને અર્થ ભવ-વૈરાગ્ય’ અને ‘નિર્વેદને અર્થ “મોક્ષાભિલાષા કરે છે.'
અનુકમ્પાનું સ્વરૂપ
અનુકપ્પા એટલે દુખી પ્રાણીના દુઃખને નિષ્પક્ષપાતપણે દૂર કરવાની ઈચ્છા. નિષ્પક્ષપાતપણે એમ કહેવાનું પ્રયોજન એ છે કે પક્ષપાત લઈને તે વાઘ પણ પોતાના બચ્ચા ઉપર કરૂણા રાખે
છે. આ અનુકમ્પાના દ્રવ્ય-અનકમ્પા અને ભાવ અનુકમ્પા એમ બે ભેદે અનુકમ્પાના છે. કેઈ પણ જાતની સહાયતા કરીને સામાના દુઃખને પ્રતીકાર કરે, બે ભેદો તે “ દ્રવ્ય-અનકમ્પા” જાણવી. અન્યને દુઃખી જોઈને, હૃદયને આદ્ર
બનાવવું, તે “ભાવ-અનકમ્પા” સમજવી. અન્ય રીતે વિચારતાં દીન, રેગી, શેકાતુર પ્રાણીનાં દુઃખ દૂર કરવાં તે ‘દ્રવ્ય-અનુકંપા” છે, જ્યારે અધર્મ કરનાર જીવ દુર્ગતિને ભાજન થશે અને ધર્મ-કરણી નહિ કરવાથી તે સુગતિ નહિ પામી શકે એ વિચારથી તેને ધમને વિષે સ્થિર કરે તે “ભાવ-દયા” છે.
આને નિષ્કર્ષ એ છે કે સર્વ જીવો સુખના જ અર્થી છે અને દુખનો નાશ કરવાની ઈચ્છા રાખે છે તેથી મારે કેઈને પણ દુઃખ ન દેવું–જરા પણ પીડા ન કરવી એ પ્રકારના અધ્યવસાયને “અનુકમ્પા” કહેવામાં આવે છે.
૧ તૃતીય ઉલ્લાસમાં આપણે જોઈશું તેમ ગ્રન્થકારે પણ એમ જ કર્યું છે, કેમકે સંવેગનું લક્ષણ બાંધતાં તેઓ કથે છે કે" जन्म-जरा-मरणाविक्लेशरूपसंसारात् प्रतिक्षणं भयपरिणामरूपत्वं संवेगस्य लक्षणम् "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org