________________
-
ઉલાસ ] આહંત દર્શન દીપિકા.
૧૨૫ દીપક સમ્યકત્વ
પિતે મિથ્યાદષ્ટિ કે અભવ્ય હોવા છતાં અન્ય ભવ્ય જીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થ માર્ગ તરફ રૂચિવાળા બનાવે–અન્ય છ ઉપર જીવાદિ તને યથાર્થ પ્રકાશ પાડે, તે જીવનું સમ્યકત્વ “દીપક' કહેવાય છે.'
અત્રે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે જીવ પિતે મિથ્યાદષ્ટિ હોય તેને સમ્યકત્વધારી કહે તે શ વિરોધાત્મક કથન નથી ? આને ઉત્તર એ છે કે આ જીવ અન્ય જીવને સમ્યકત્વના સંપાદનમાં કારણભૂત હોવાથી કારણમાં કાર્યને ઉપચાર કરી આવા જીવને
સમ્યકત્વી નો ઈલ્કાબ અપાય છે. આ દીપક સમ્યકત્વધારીને ‘ મસાલચી' (મસાલ ધરનાર )ની ઉપમા આપી શકાય તેમ છે, કેમકે જેમ મસાલચી પિતાના હાથમાં બળતી-પ્રકાશ પાડતી “મસાલ”હેવા છતાં પોતે તે અંધારામાં જ રહે છે અર્થાત તે મસાલ વડે તે અન્ય
છ ઉપર જ, નહિ કે પિતાના ઉપર પ્રકાશ પાડે છે, તેવી રીતે આ દીપક સમ્યકત્વી જિનેત તને વિષે અંતરંગ શ્રદ્ધાનથી રહિત હોવા છતાં પણ અન્ય જીવન ઘટમાં શ્રદ્ધાન પ્રકટાવે છે-તેમને યથાર્થ રૂચિ-શ્રદ્ધાન ઉત્પન કરાવે છે. આ પ્રમાણે તે શાસનની ઉન્નતિનું કાર્ય કરતે હોવાથી તેને ઉપચારથી સમ્યકત્વી કહે તે પણ શું વધારે પડતું છે ? સમ્યક્ત્વના દશ પ્રકારે –
(૧) નિસર્ગ-રૂચિ એટલે જિનેશ્વરે પ્રરૂપેલાં તો પ્રતિ સ્વાભાવિક અભિલાષા પરના ઉપદેશ વિના જાતિમરણ કે પિતાની પ્રતિભાશાળી મતિ અનુસાર જીવાદિ તત્ત્વને વિષે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદે પૂર્વક અથવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર ભેદે પૂર્વક શ્રદ્ધા રાખવી તે “નિસર્ગ-રૂચિ ” છે.
(૨) ઉપદેશ-રૂચિ એટલે પરના-છદ્મસ્થ કે સર્વજ્ઞ ગુરૂના ઉપદેશથી ઉદ્દભવેલી છવા તત્વવિષયક રૂચિ.
(૩) આશા-રૂચિ એટલે વિવક્ષિત અર્થના બેધ વિના જિનેશ્વરની આજ્ઞા-પ્રવચનમાં જે ફરમાન કરવામાં આવ્યું છે તેને જ સત્ય માની-જરા પણ કદાગ્રહ કર્યા સિવાય તત્વને વિષે માષgષ મુનિશ્રીની જેમ અભિરૂચિ રાખવી તે.
(૪) સૂત્ર-રૂચિ એટલે આચારાદિ અંગપ્રવિણ અને આવશ્યક, દશવૈકાલિક વગેરે અંગબાહ્ય સૂત્રે જાણવાથી ગેવિન્દ વાચકની પેઠે ઉદ્દભવતી રૂચિ.
(૫) બીજ-રૂચિ એટલે એકને બેધ થતાં અનેકને બોધ થાય એવાં વચનને વિષે ૧ આવું સમ્યકત્વ શ્રીઅંગારમદકાચાર્યને હતું. ૨ આના સમર્થનાથે નિમ્નલિખિત ઉલ્લેખ રજુ કરવો અપ્રાસંગિક નહિ ગણાય –
* પંડિત ભયે મસાલચી, બાત કરે બનાઈ;
ઓરન ઉજાલા કરે, આપ અંધેરે જાણ. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org