________________
ઉલ્લાસ ]
આર્હુત દર્શન દીપિકા
૧૧૭
૧૦૭ મા પૃષ્ઠમાં દર્શાવી ગયેલા અશુદ્ધ, મિશ્ર અને શુદ્ધ એ ત્રણ પુંજોમાંથો અશુદ્ધ અને મિશ્ર એ એ પુજાના ક્ષય કર્યાં પછી શુદ્ધ પુજનેા ક્ષય કરતી વેળાએ-તે ક્ષીણ થવાની તૈયારીમાં હાય, તેના છેલ્લા ગ્રાસ વેદાઈ રહ્યો હાય, તે સમયના સમ્યકત્વને ‘ વેદક ’ કહેવામાં આવે છે, 'અન્ય શબ્દોમાં કહીએ તે અનન્તાનુમન્ત્રી ચાર કષાયા, મિથ્યાત્વ-મેાહનીય, મિશ્ર–મેહનીય અને સમ્ય-માહનીય એ સાત પ્રકૃતિએ પૈકી છ પ્રકૃતિને આત્યન્તિક અન્ય આણ્યા બાદ સાતમી પ્રકૃતિને ક્ષીણુ કરતાં કરતાં-ખપ વતાં ખપાવતાં જ્યારે સમ્યક્ત્વ-મેહનીયરૂપ અવશિષ્ટ પ્રકૃતિના છેલ્લા પુદ્ગલના ક્ષય કરવા બાકી રહે તે સમયનું સમ્યકત્વ ‘ વેદક ’ છે. આ પછી એક જ સમયમાં ‘ ક્ષાયિક ’ સમ્યક્ત્વના લાભ થાય છે. આથી આ સમ્યકત્વ પણ ક્ષાયિકની જેમ સૌંસારની અનાદિ કાળની મુસાફરી દરમ્યાન એક જ વાર પ્રાપ્ત થાય છે એ નિવેદન કરવું બાકી રહેતુ નથી.
વૈદકના અતર્ભાવ—
વેદક સમ્યક્ત્વની આ રૂપરેખા ઉપરથી સમજી શકાય છે કે એના ક્ષાર્યાપથમિક સમ્યક્“ ત્વમાં અન્તર્ભાવ થાય છે, કેમકે ઓપશમિક અને ક્ષાયિક સમ્યક્ત્વમાં તા પુદ્ગલના વેદનના સર્વથા અભાવ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે સમ્યક્ત્વ-પુજના પુદ્દગલાના અનુભવની દૃષ્ટિએ વેદક અને ક્ષાચે પમિક સમ્યક્ત્વા સમાન છે, પરંતુ વૈદકમાં ઉડ્ડયમાં આવેલા અશેષ પુદ્ગલને અનુભવ રહેલા છે, જ્યારે ક્ષાાપશમિકમાં તેા ઉદયમાં આવેલા તેમજ નહિં આવેલા એવા ઉભય પ્રકારના પુદ્ગલાના અનુભવ રહેલા છે. આથી કરીને પરમાર્થથી તેા વેદક પણ ક્ષાચા– પશમિક જ છે, કેમકે તેમાં ચરમ ગ્રાસ સિવાયના પુદ્ગલાના ક્ષય થયેલા છે અને ચરમ ગ્રાસવતી પુદ્ગલેના મિથ્યાસ્વભાવને દૂર કરવા રૂપ ઉપશમના સદ્ભાવ છે.
ભવ-ભ્રમણમાં સમ્યકૃત્વનું સપાદન –
ભવ્ય પ્રાણીને ઉપર્યુક્ત પાંચ પ્રકારના સમ્યક્ત્વ પૈકી કયુ' સમ્યક્ત્વ વધારેમાં વધારે કેટલી વાર પ્રાપ્ત થઈ શકે એ પ્રશ્ન વિચારીશું. ઔપમિક અને એથી કરીને સાવાદન સમ્યક્ત્વ પણ સમગ્ર ભવ-ભ્રમણુ આશ્રીને વધારેમાં વધારે પાંચ વાર અર્થાત્ એક પ્રથમ સમ્યક્ત્વ મળવાના સમયે અને ત્યાર બાદ ચાર વાર ઉપશમ-શ્રેણિ ઉપર આરૂઢ થાય ત્યારે ચાર વાર એમ એકદર પાંચ વાર જ મળે છે, જયારે એક જ ભવ આશ્રીને બે વાર પ્રાપ્ત થાય છે. ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ અસંખ્ય વાર પ્રાપ્ત થાય છે, જ્યારે વેદક અને ક્ષાયિક તા એક જ વાર મળે છે.
૧.
वेद्यते - अनुभूयते शुद्ध सम्यक्त्व पुञ्जपुद्गला अस्मिन्निति वेदकम् —જીવસમાસની મલ॰ શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત વૃત્તિ (પૃ૦ ૭૪) ૨ સર્વાંગે પ્રરૂપેલા ધમને વિષે સાચી શ્રદ્ધા થવામાં અપ્રતિબન્ધક હોવાથી ઉપચારથી શુદ્ધ પુંજ ‘સમ્યક્ત્વ–પુજ' કહેવાય છે. જીએ શ્રીદેવાનન્દસરિષ્કૃત સમયસારની સ્વાપર ટીકા
આ
( પત્રાંક ૩૫ ).
૩ આ વાત · સાસ્વાદન ' સમ્યક્ત્વને પણ લાગુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
93
www.jainelibrary.org