SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ છવ-અધિકાર. | પ્રથમ આથી સમ્યકત્વ મોહનીયને ક્ષય થતાં સમ્યકત્વ કેમ ઉદભવે એ શંકાનું પણ નિરાકરણ થઈ જાય છે સાસ્વાદન સમ્યક્ત્ર સમ્યકત્વના (૧) ક્ષાપશમિક, (૨) ઔપશમિક અને (૩) ક્ષાયિક એમ ત્રણ પ્રકારે પડે છે એ વાત આપણે જોઈ ગયા. અત્ર સાસ્વાદન નામના ચોથા પ્રકારને વિચાર કરવામાં આવે છે. “સારવાર વતંતે રૂતિ સારવાર " એટલે કે આસ્વાદન -કંઈક સ્વાદ સહિત વતે તે “સાસ્વાદન” છે. પ્રસ્તુતમાં ઓપશમિક સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાષ્ટિ રૂપ પ્રથમ ગુણસ્થાનકે જતાં આ સમ્યકત્વ ઉદ્દભવે છે. જેમ કે મનુષ્યને ગોળ ખાધા પછી તરતજ વમન (ઉલટી) થાય તે પણ તેને કંઈ ગળચટે પરંતુ અનિષ્ટ સ્વાદ લાગે તેમ પશમિકથી પીને મિથ્યાત્વે જતાં આ સમ્યકત્વને કંઈક સ્વાદ રહી જાય. આવા સમ્યકત્વને “સાસ્વાદન” કહેવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં આ સમ્યકત્વને “સાસાયણ' કહેવામાં આવે છે. આનું “સાશાતન” એવું પણ સંસ્કૃત રૂપાન્તર થાય છે. એને સામાન્ય અર્થ એ થાય છે કે આ=સમતા સમસ્તપણે શાતન કરેઃપાતન કરે=પાડે= મુક્તિ-માર્ગથી ભ્રષ્ટ કરે તે આશાતન” છે. મરતમાં અનંતાનુબન્ધી કષાયેની મદદથી નામાન્તરે સમ્યકત્વ-માર્ગથી ભ્રષ્ટ કરે તે “આશાતન છે. આવા આશાત નથી જે યુક્ત હોય તે “સાશાતન” કહેવાય એ ન્યાપ્ય છે. આનું “સાસાદન” એવું પણ રૂપાન્તર થાય છે. એને ચુસનિ–અર્થ જીવસમાસની શ્રી હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ ( પૃ૦ ૭) માં નીચે મુજબ છે – "आयम्-औपशमिकसम्यक्त्वलाभलक्षणं सादयति-अपनयताति आसादनं, अनन्तानुबन्धिकषायवेदनमिति, नैरुक्तो यशब्दलोपः।" અર્થાત ઔપથમિક સમ્યક્ત્વના લાભને દ્દર કરે તે “સાસાઇન” છે. વેદક સમ્યકત્વ ઉપર્યુક્ત સમ્યકત્વના ચાર પ્રકારમાં “વેદક સમ્યક્ત્વ ઉમેરતાં તેના પાંચ ભેદ પડે છે. 1 આ પતન દરમ્યાન બહુ જ ઓછો કાળ વ્યતીત થાય છે, કેમકે સાસ્વાદનને ઉત્કૃષ્ટ કાળ છ આવલિકાને છે. આ વાત બાલછના લક્ષ્યમાં આવે તે માટે “પર્વતના શિખર ઉપરથી પડનારાનું દૃષ્ટાન્ત રજુ કરાય છે (જુઓ શ્રીરત્નશેખરસૂરિકૃત ગુણસ્થાનકમાલનું ૧૧મું પવ). એના ઉપરથી ભોંય પડતાં જેટલી વાર લાગે, તેનાથી અતિશય અ૫ કાળમાં પથમિક સમ્યક્ત્વનું વમન કરતે જીવ સાસ્વાદની થઈ મિથ્યાત્વી બને છે. ૨ –ણમા શતાતિ-જાતિ મજશfansfપતિ ભારતઅજરત્તાનુufષાનવ ” ( પૃ૦ ૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy