________________
૧૧૪ જીવ-અધિકાર.
[ પ્રથમ અધિકારી છે. જે દેવ કે નરક ગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ ત્રીજે ભવે મોક્ષે જાય. જે અસંખ્યય વર્ષવાળા યુગલિક મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તે ચોથે ભવે મેક્ષે જાય, કેમકે યુગલિકે મરણ પામીને પ્રાયઃ દેવગતિ જ પામે અને ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષે જાય,
આ ઉપરથી સમજી શકાય છે કે ક્ષાયિક સમ્યકત્વને પરભવના આયુષ્યને બંધ થયો હોય તે તે ત્રીજે કે ચોથે ભવે જરૂર જ મોક્ષે જાય. આ સંબંધમાં કવચિત અપવાદ મળી આવે છે, કેમકે ન્યાય, શ્રીયશોવિજયગણિએ કમ્પ૦ના ઉપશમના–કરણ (ભા૩૨)ની ટીકા (પત્રાંક ૧૯૧)માં કરેલ ઉલેખ અનુસાર તથા વળી કલિક શ્રીહેમચન્દ્રાચાર્યે ત્રિષષ્ટિશલાકાપરષચરિત્રના આઠમા પર્વના અગ્યારમાં સગ (લોક ૨૧-૫ર )માં કરેલ નિરૂપણ પ્રમાણે તથા વસુદેવહિડી તરફ દષ્ટિપાત કરતાં શ્રીદુશ્મહસૂરિ તેમજ શ્રીકૃષ્ણ વાસુદેવ ક્ષાયિક '
૧ આના સ્વરૂપ માટે જુઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ (સૂ૦ ૨૧ ).
૨ “પ્રાયઃ' કહેવાનું કારણ એ છે કે એક પુરૂષ-સ્ત્રીનું યુગલ નરકે ગયાને શાસ્ત્રમાં ઉલ્લેખ છે, પરંતુ તે શ્રીસ્થાનાંગના નિમ્નલિખિત ક૭૭ મા સૂત્રમાં દર્શાવેલાં દશ આશ્ચર્યો પૈકી એક (સાતમું) :
" उपसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ ।
कण्हस्स अबरकंका ५ अवयरणं चंदसूराणं ६ ॥१॥ हरिबंसकुलुप्पत्ती ७ चमरुप्पाओ य ८ अट्ठसय सिद्धा ९ ।
अस्संजयाण पूआ १० दस बि अणं तेण कालेणं ॥ २॥"
આની વિશેષ માહિતી માટે જુઓ પ્રવચન ( પત્રાંક ૨૫૭-૧૫૮ ) અથવા શ્રીક૯પસૂત્રની શ્રીવિનયવિજયગણિત સુબોધિકા નાખી ટીકા ( દ્વિતીય આવૃત્તિ, પત્રાંક ૨૫ )..
૩ આ આચાર્ય પૂર્વભવીય ક્ષાયિક સમ્યકત્વ સહિત આ વર્તમાન પાંચમા આરાના અંતમાં દેવલોકમાંથી યેવી અત્ર મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ કાળધર્મ પામી–આયુષ્ય પૂર્ણ કરી “ સૌધર્મ' દેવલોકમાં અને ત્યાંથી ચાવી પાછા મનુષ્ય થઈ મોક્ષે જશે. ક્ષાયિક સખ્યત્વની પ્રાપ્તિ મનુષ્ય ભવમાં જ થતી હોવાથી દેવલોકમાંથી યુવી અત્ર ઉત્પન્ન થનારા શ્રીદુપ્રસૂરિએ દેવલોકમાં ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ નહિ હોવાને લીધે તે ભવની પૂર્વેના ભવમાં અને તે પણ મનુષ્ય તરીકેના ભવમાં ક્ષાયિક સમ્યકત્વ ઉપાર્જન કરેલું હોવું જોઈએ. અર્થાત (અ) મનુષ્ય તરીકેને ભવ, ત્યાર પછી (આ) “ સૌધર્મ ' દેવ તરીકેનો, ત્યાર બાદ (ઇ) મનુષ્યને, પછીથી (ઈ) દેવને અને અંતમાં (6) મનુષ્યનો એમ તેમના પાંચ જેવો છે.
( ૪ (અ) વાસુદેવ તરીકેનું આયુષ્ય પૂર્ણ કરી તેઓ ( આ ) નીચે ત્રીજી પૃથ્વીએ-નરકે સિધાવ્યા છે ( આ જૈન માન્યતા છે; કેમકે દરેક વાસુદેવ અધોગામી–નરકગામી એ તેને સિદ્ધાન્ત છે; ખુદ મહાવીર સ્વામી પણ ત્રિપૃ5ઠ વાસુદેવ તરીકેના તેમના ભવ પછી નરકે ગયા હતા ). ત્યાંથી તેઓ
છે ) મનુષ્ય તરીકે અવતરી, પણ પામી (ઈ) વૈમાનિક દેવગતિમાં પાંચમા ક૫માં અને ત્યાંથી આ ભારતવર્ષમાં ગંગાકારપુરના જિતશત્રુ રાજાને ( ઉ ) અમમ નામના પુત્ર–બારમાં તીર્થકર તરીકે ઉત્પન થશે અને તે ભવમાં તીર્થકરનામકર્મના વિપાક-ઉદયનો અનુભવ કરી મોક્ષે જશે. આ હકીકતને કમની શ્રીયશવિજયગણિત ટીકા ( પત્રાંક ૧૯૧ )ગત નિમ્ન-લિખિત ગાથા પુષ્ટિ આપે છે:
" नरयाउ नरभवम्मि देवो होऊण पंचमे कप्पे ।
તો જુકામrો કારણ ‘અમwfસરથા. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org