SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહુત દૃન દીપિકા, ૧૧૩ પ્રવેશેલાં કર્માંના ક્ષય થાય છે અને નહિ ઉદયમાં આવેલાં કર્મોના વિપાક-ઉદયના વિકÆ યાને ઉપશમ થાય છે, જોકે પ્રદેશ-ઉદય રેકી શકાતા નથી, તેનુ કાર્ય તા ચાલુ રહે છે. ઉદયમાં આવેલાં કર્મોના હ્રાંતપૂર્વક અનુદિત કના સર્વથા વિશ્વમ્ભ તે ‘ઉપશમ’ છે. ઉડ્ડય અને ક્ષય આઠે કર્માંના થાય છે, પરંતુ ક્ષયાપથમ તેા ચાર ઘાતિ-કર્માના જ છે અને વળી ઉપશમ તે માહનીય કમના જ ડાઇ શકે છે. ઉપશમ અને ક્ષયની ભિન્નતા— અત્રે તેમજ આગળ ઉપર ઉપશમ અને ક્ષય વિષે વિચાર કરવામાં આવ્યે છે અને તે એ વચ્ચેનું અ ંતર પણ ૧૧૧ મા પૃષ્ઠમાં સમજાવવામાં આવ્યું છે, છતાં તે અંતર-ક્રક–શિન્નતા સ્પષ્ટ સમજાય તે માટે એક ઉદાહરણ વિચારીશું.... ધારા કે આપણી પાસે એક મલિન જળનુ પાત્ર છે. ઘેાડા સમય પછી તમામ મેલ જળને તળિયે બેસી જતાં તે જળ નિર્મળ જણાશે, પરંતુ આ નિમળતા કયાં સુધી રહેવાની ? જયાં સુધી જળની આ સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી જ, કેમકે આ સ્થિતિમાં જરા પણ ફેરફાર થતાં જળને અલ્પાંશે હાથ અડકી જતાં મેલના રજકણેા સત્ર પ્રસરી જવાના અને જે જળ નિળ-સ્વચ્છ જણાતુ' હતું તે અસ્વચ્છ-ઢહેાળુ' માલૂમ પડશે; પરંતુ જો આ જળમાંથી તેની અસ્વચ્છતાના આત્યંતિક અન્ત આણવામાં આવ્યેા હાય, તા પછી આઘાત, પ્રત્યાધાત કે એવી કોઇ પણ ક્રિયાથી તે જળ અસ્વચ્છ અને ખરૂં કે ? પ્રસ્તુતમાં આ વાત મેહનીય કમ સબંધી વિચારીએ. આ કમના રજકણા જ્યારે આત્મા રૂપ પાત્રના પ્રદેશામાં સ્થિર થઇ જાય છે, ત્યારે તે સ્વચ્છ લાગે છે. પરંતુ જેમ પેલા જળની નીચે બેસી ગયેલા રજકણા જોતજોતામાં કિચિન્માત્ર ક્રિયાની અસર થતાં સર્વત્ર પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મેાહના રજકણા મલિન અધ્યવસાયને અધીન બની સમસ્ત આત્મ-પ્રદેશેામાં પ્રસરી જાય છે અર્થાત તેના ઉદય થાય છે; પરંતુ જો મૈાહના સવથા વિનાશ કરવામાં આવ્યા હાય-એના રજકણાને ચાવચ્ચન્દ્રદિવાકરો દેશવટા દઇ દીધા હાય-તેમને આત્મ-પ્રદેશમાંથી સદાને માટે હાંકી કાઢયા હોય તેા તેનું કદી પણુ આત્મ-પ્રદેશમાં ઉત્થાન થાય ખરૂ ?– તે કદી પણ ઉચમાં આવે કે ? આ ઉપરથી એ ફલિત થાય છે કે જેના ઉપશમ થયા હોય તેના ઉદ્ભય માટે જરૂર અવકાશ છે—ભલે પછી તે કદાચ મેાડા થાય, પરંતુ ક્ષયના સંબંધમાં તા ઉદયમાં આવવાની વાત શશશૃગ જેવી છે, કેમકે જે સત્તામાં પણ નથી અને કદી આવનાર પણ નથી, તે કયાંથી ઉદયમાં આવે ? ક્ષાયિક સમ્યક્ત્વીની ગતિ— ક્ષાયિક સમ્યક્ત્વને પ્રાપ્ત કર્યા પછી માનવી કઈ ગતિમાં જાય એ પ્રશ્નના ઉત્તર આપતાં પૂર્વે એ જાણવું જરૂરનું છે કે આગામી ભવનુ આયુષ્ય તેણે માંધ્યુ` છે કે નહિ ? જો ક્ષાયિકની ઉત્પત્તિ પૂં આગામી ભવનું' આયુષ્ય બંધાઈ ગયુ` હાય તા જે ગતિના આયુષ્યના બંધ થયા હાય ત્યાં તેને જવુ' જ પડે, પરંતુ એટલુ તા ધ્યાનમાં રાખવું પડશે કે ચારે ગતિઓ પૈકી પ્રાથમિક ત્રણ નરક, વૈમાનિક દેવ કે અસ`ખ્યેય વષઁના આયુષ્યવાળા તિયાઁચ અને મનુષ્ય એટલાના જ તે 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy