SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જીવ અધિકાર. [ પ્રથમ સમ્યકત્વ આગળ તે આ ઓપશમિક-અરે ઉપશમ શ્રેણિનું ઔપશમિક પણ કંઇ હિસાબમાં નથી, કેમકે આ તે અનંતાનુબંધી ચાર કષાય અને દર્શનત્રિક એ સાતે પ્રકૃતિના સમૂળ ક્ષય થતાં ઉદભવે છે. એમાં આ કેઈ પણ પ્રકૃતિને પ્રદેશ-ઉદય પણ નથી એટલું જ નહિ, પરંતુ તે પૈકી કઈ સત્તામાં પણ નથી. વિશેષમાં ક્ષાયિક સમ્યકત્વ તે જાણે આત્માને પરમ મિત્ર હોય -તેની છાયા હેય તેમ તે તેની સાથે મુક્તિમાં પણ અનુગમન કરે છે, જ્યારે બાકીનાં બે સમ્યક્ત્વ તો દેહધારી પ્રાણીનું મૃત્યુ થતાં તેના દેહની જેમ અહીં પાછળ રહી જાય છે. કહેવાની મતલબ એ છે કે ક્ષાપશમિક કે પથમિક સમ્યક્ત્વો આત્માની સાથે સ્થાયી રહેતાં નથી. અર્થાત્ તેની પ્રાપ્તિ થયા બાદ આત્મા કુસંગતિ વગેરે કારણેને લીધે ફરી મિથ્યાત્વી બની જાય છે. ક્ષાયિક સમ્યકત્વના સંબંધમાં આવું નથી જ બનતું. પરંતુ કેઇ પ્રશ્ન કરે કે શાસ્ત્રોમાં તેના પાડવામાં આવેલા અશુદ્ધ ક્ષાયિક અને શુદ્ધ ક્ષાયિક ક્ષાયિક સમ્યક્ત્વના એ બે પ્રકારે શું સૂચવે છે? તો આને ઉત્તર એ છે કે છદ્મસ્થાને બે પ્રકારો અને સર્વને ઉદ્દેશીને આ કથન છે. એટલે કે જે કે અનન્તાનુબધી કષાયાદિ સાતે પ્રકૃતિઓને ક્ષય કરી છદ્મસ્થ આ સમ્યક્ત્વ સંપાદન કર્યું છે, છતાં સામગ્રી–વિશેષ મળતાં તેના અપ્રત્યાખ્યાનાદિ કષાયો અનંતાનુબન્ધી જેવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અને તેમ છતાં તે નરકને પણ અતિથિ બને તે બનવા જોગ છે. વળી તાડના ઝાડની નીચે બેસી કઈ માણસ દૂધ પીતે હેય તે પણ તે તાડી પીતે હશે એવી જેમ સામાન્ય ઉક્તિ છે તેમ અથવા તો જેમ કેઈ શાહુકાર ઘણું કાળથી રાની પલ્લીમાં રહેતું હોય તે તેને પણ લકે ચાર ગણે એ સંભવિત છે, તેમ ક્ષાયિક સમ્યકત્વ મલિન દેખાય એવા સંજોગોમાં છદમ મૂકાય તેમ હોવાથી તેમનું સમ્યકત્વ “અશુદ્ધ ગણાય છે. સર્વને-કેવલજ્ઞાનીઓને આ પ્રસંગ જ ઉપસ્થિત થાય તેમ નહિ હોવાથી તેમનું ક્ષાયિક સમ્યત્વ તે અહોનિશ નિર્મળ જ રહેતું હોવાથી તેમજ વસ્તુનું સ્પષ્ટ પરિચ્છેદક હોવાથી તેને “શુદ્ધકહેવામાં આવે છે તે યથાર્થ જ છે. ક્ષપશમાદિની સમજણ– ક્ષપશ” શબ્દમાં “ક્ષય” અને “ઉપશમ” એ બે શબ્દો રહેલા છે. એટલે એ ઉપરથી સૂચન થાય છે તેમ ક્ષાપશમિક અવસ્થા દરમ્યાન ઉદયમાં આવેલાં કર્મોને-ઉદલાવલિકામાં " औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसम, अल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमनात्, यतोऽन्तर्मुहुर्तमात्रं भवेत, यदि च कालं तत्रस्थो न करोति, एवं सति मिथ्यादनिमेष प्रतिपद्यत इत्यागमः । तस्माच्चौपशमिकतः क्षायोपशमिकसम्यग्दर्शनं विशुद्धतरम्, बहुकालावस्थायित्वात् यत उत्कृष्टन षट्षष्टिः सागरोपमाणि साधिकानितकम्, अत पत्र व तस्य वस्तुपरिच्छेदे स्पष्टं ग्रहणसामर्थ्य मनुमातव्यमागमाच्चास्मात" આ કંઈ વિરે ધજનક હકીકત નથી, કેમકે અપેક્ષા અપેક્ષા પ્રમાણે ક્ષાપશમિક અને ઓપશમિક સમ્યક્ત્વની શ્રેષ્ઠતાનો વિચાર થઈ શકે છે. ૧ આ દરમ્યાન અનંતાનુબન્ધી ચાર કષાય તેમજ મિથ્યાત્વ-મેહનીય કર્મ ઉપરાંત બીજાં બે મોહનીયને એટલે કે પાંચને બદલે સાતને ઉપશમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy