SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૧૧૧ (૫) પતિત સમ્યક્ત્વધારીને મિથ્યાભાવને બંધ ગ્રથિ ભેદ્યા બાદ સમ્યકૃત્વ પ્રાપ્ત કર્યા પછી જે જીવ મિથ્યાત્વ-દશામાં જાય અર્થાત્ પ્રથમ ગુણસ્થાનકે જાય તે જીવ મિથ્યાભાવને લગતાં જે કર્મો બાંધે તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં હોય કે નહિ એ સંબંધમાં મત-ભેદ છે. સૈદ્ધાન્તિકે તે ઉત્કૃષ્ટ સ્થિતિ–બંધ માટે ના જ પાડે છે. કર્મગ્રન્થકારોનું આ સંબંધમાં એ નિવેદન છે કે આ જીવ ઉત્કૃષ્ટ સ્થિતિ–બંધ કરે, એટલે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાંધે, પરંતુ ઉત્કૃષ્ટ રસવાળાં–અત્યન્ત ચિકાસવાળાં–તીવ્ર અનુભાગવાળાં કર્મો બાંધે નહિ. સમ્યક્ત્વ-પ્રદીપ (પૃ. ૨૯)માં સૂચવવામાં આવ્યું છે તેમ આ બાબતમાં તાત્વિક દષ્ટિએ વિચારતાં અપેક્ષાક્તરને લઈને વિવાદનું સ્થાન રહેતું નથી. એક પક્ષે ઉત્કૃષ્ટ સ્થિતિને સ્વીકાર કર્યો, પરંતુ તીવ્ર અનુભાગની અનુમતિ આપી નહિ, જ્યારે બીજા પક્ષે તે ઉત્કૃષ્ટ સ્થિતિને જ અનાદર કર્યો. જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મોમાં ઉત્કટ રસ ન હોય તો એવી નામધારી ઉત્કૃષ્ટ સ્થિતિથી શું? કેમકે રસને અધીન સ્થિતિ છે. જ્યાં સુધી રસ હોય ત્યાં સુધી જ સ્થિતિ છે. જેમ - દીવામાં જ્યાં સુધી તેલ હોય ત્યાં સુધી જ તે બળી શકે છે–ત્યાં સુધીની જ તેની સ્થિતિ છે. આ વિવેચન ઉપરથી પથમિક અને ક્ષાશિક સમ્યક્ત્વના પ્રાદુર્ભાવને પ્રકાર તેમજ એ બે વિષેનું અન્તર ધ્યાનમાં આવ્યાં હશે. આ બંને કરતાં ક્ષાયિક સમ્યત્વ ઊંચા દરજજાનું છે. તેનું કારણ એ છે કે ક્ષાપશમિક સભ્યત્વ દર્શનમોહનીયના શુદ્ધ પુદગલે યાને સમ્યક્ત્વ મેહનીયના ઉદયરૂપ છે એટલે કે એ કંઈ “ આત્મિક ” સમ્યકત્વ ક્ષાયિક સમ્યક્ત્વની નથી, પરંતુ પીગલિક સમ્યક્ત્વ છે. આ ઉપરથી સમજી શ્રેષ્ઠતા શકાય છે કે ઔપશમિક સમ્યકત્વ પીગલિક નહિ હોવાથી તેમજ તેમાં ક્ષાપશમિક સમ્યકત્વની જેમ મિથ્યાત્વમેહનીય કમને પ્રદેશ-ઉદય પણ નહિ હેવાને લીધે તે “ક્ષાપશમિક થી ચડિયાતું છે. ક્ષાયિક ૧ આપણે આગળ ઉપર દર્શાવી ગયેલા ભેદની વાતને શ્રીઉમાસ્વાતિ(?)કૃત શ્રાવક–પ્રજ્ઞપ્તિની ટીકા પણ સમર્થન કરે છે, પરંતુ ત્યાં એ મતાંતર બતાવવામાં આવ્યો છે કે શ્રેણિગત ઉપશમ-સમ્યફત્વમાં જ મિથ્યાત્વ–મેહનીય પ્રદેશ-ઉદય ન હોય, મણિ વિનાના ઉપશમ–સમ્યક્ત્વમાં તે તેનો પ્રદેશઉદય હોય. તે પણ એ વાત તે નિશ્ચિત છે કે ઉપશમ–સમ્યક્ત્વમાં સમ્યક્ત્વ–મોહનીયને ઉદય તે ન જ.. હોય, જ્યારે ક્ષપશમ–સમ્યક્ત્વમાં આ મેહનીયને ઉદય છે જ. આથી એ બેની ભિન્નતા છે. આ વાત ટીકાકારના શબ્દોમાં કહું તે તે નીચે મુજબ છે – "भायोपशामिकादस्य को विशेष इति उच्यते-तत्र उपशान्तस्यापि मिथ्यात्वस्य प्रदेशानुभवोऽस्ति, न तु औपशमिके। अन्ये तु व्याचक्षते-श्रेणिमध्यवर्ति नि औपशामिके प्रदेशानुभवो नास्ति, न तु द्वितीये, तथापि तत्र सम्यक्त्वावनुभवाभाव एव विशेषः ॥" ૨ ઔષથમિક સમ્યકત્વ અંતમુહર્તાની સ્થિતિવાળું હોવાથી તેમજ ફરીથી મિથ્યાત્વભાવ તરફ લઈ જનાર હોવાથી અને ક્ષાપથમિક તે ઉત્કૃષ્ટતઃ લગભગ ૬ ૬ સાગરોપમ જેટલી સ્થિતિવાળું હોવાથી તેમજ એનાથી વિશદ્ધ હોવાથી ક્ષાપશમિક ઔપશમિકથી ચડિયાતું છે એમ તત્ત્વાર્થ-બહવૃત્તિ( પૃ૦ ૬૨ )ના નિમ્નલિખિત ઉલ્લેખ ઉપરથી જણાય છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy