________________
૧૦૮ છવ અધિકાર.
( પ્રથમ અન્યત્ર પણ કહ્યું છે કે–
"'कम्मरगंथेसु धुवं, पढमोवसमी करेइ पुजतिअं।
तव्वडिओ पुण गच्छइ, सम्मे मीसम्मि मिच्छे वा ॥" અર્થાત્ કર્મગ્રંથોમાં ( સૂચવ્યા મુજબ) નકકી પ્રથમ પરામિક સભ્યત્વી ત્રણ પુજે કરે છે અને ત્યાર બાદ સમ્યકત્વ, મિશ્ર કે મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે. અન્ડરકરણ દરમ્યાનનાં કાર્ય–
આપણે ઉપર જોઈ ગયા તેમ સૌથી પ્રથમ તે અન્તરકરણમાં પ્રવેશ થતાં જ જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને પુંજ-ત્રિક કરે છે. વિશેષમાં આ કરણવર્તી જીવ મિથ્યાત્વનાં દલિક ગુણસંક્રમ વડે સમ્યકૃત્વમાં અને મિશ્રમાં સંક્રમાવે છે. એટલે કે પ્રથમ સમયમાં અલ્પ દલિક સમ્યકૃત્વમાં અને એથી અસંખ્ય ગુણ મિશ્રમાં પ્રક્ષેપે છે, દ્વિતીય સમયે સમ્યકત્વમાં અસંખ્ય ગુણાં દલિકે અને એથી પણ અસંખ્ય ગુણ દલિક મિશ્રમાં પ્રક્ષેપે છે. એ પ્રમાણે સમયે સમયે-છેક અન્તર્મુહૃતના અન્ય સમય સુધી આ પ્રમાણે ગુણ-સંક્રમ પ્રવર્તે છે. ત્યાર બાદ વિધ્યાત-સંક્રમ પ્રવર્તે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ગુણસંક્રમ પ્રવર્તે છે, ત્યાં સુધી આયુષ્ય સિવાયનાં સાત કર્મો આશ્રીને સ્થિતિ-ઘાતનું, રસ-ઘાતનું અને ગુણ-શ્રેણિનું પ્રવર્તન ચાલુ રહે છે. મિથ્યાત્વની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી તે મિથ્યાત્વની સ્થિતિઘાત પ્રવર્તે છે, પરંતુ આવલિકા બાકી રહે ત્યારે તે બંને નિવૃત્ત થાય છે. મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની બે આવલિકા જ્યાં સુધી બાકી ન રહે ત્યાં
૧ છાયા
कर्मग्रन्थेषु धुवं प्रथमोपशमी करोति पुञ्ज त्रिकम् ।
तत्पतितः पुनर्गच्छति सम्यक्त्वे मिश्रे मिथ्यात्वे वा ॥ - ૨ અમુક કર્મરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશનું અન્ય કર્મરૂપે પરિણમન-પરિવર્તન તે સંક્રમ’ છે. આ સંક્રમના પ્રકૃતિ આદિને લઈને પ્રકૃતિ–સંક્રમ આદિ ચાર ભેદ પડે છે. તેમાં પ્રદેશ સૅક્રમના (૧) ઉદૂવલન-સંક્રમ, (૨) વિધ્યાત-સંક્રમ, (૩) યથાપ્રવૃત્ત-સંક્રમ, (૪) ગુણ-સંક્રમ અને (૫) સં-સંક્રમ એવા પાંચ અવાંતર ભેદ છે. એ સર્વેને અત્ર વિચાર ન કરતાં પ્રસ્તુતમાં પ્રથમ ગુણ-સંક્રમ એટલે શું તે જોઈ લઈએ. અપૂર્વકરણાદિમાં વતે જીવ અધ્યમાન અશુભ પ્રકૃતિએનાં કર્મ-દલિકાનું
સામાં સંક્રમ કરે, તે “ગુણ-સંક્રમ’ છે; અર્થાત પહેલાં બાંધેલાં અશુભ કર્મ-દલિંકાને વર્તમાન બંધવાળી શુભ પ્રકૃતિરૂપે પરિણાવવી તે “ગુણ-સંક્રમ’ છે. પ્રથમ સમયમાં જેટલાં અશુભ દલિકાને સંક્રમ થાય, તેનાથી દ્વિતીય સમયમાં “ગુણ’ શબ્દ સૂચવે છે તેમ અસંખ્ય ગુણ દલિકનું સંક્રમણ કરવું; એવી રીતે ઉત્તરોત્તર સમય પરત્વે ઘટાવી લેવું.
૩ ગુણ-પ્રત્યયથી અને ભવ-પ્રત્યયથી જે પ્રકૃતિએને બંધ પ્રવર્તે નહિ, તે પ્રકૃતિને ‘વિષ્ણાતસંક્રમ” થાય છે. આ સંક્રમ વડે પ્રથમ સમયે જેટલાં દળિયાં અન્ય પ્રકૃતિમાં પ્રક્ષેપાય છે, તેટલા પ્રમા
નાં શેષ (વિવક્ષિત પ્રકૃતિ સંબંધી બાકી રહેલાં ) દળિયાંને અપહાર કરતાં અંગુલને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશ-પ્રદેશ છે તેટલા પ્રદેશપ્રમાણ દેશ-ખડે વડે તે પ્રકૃતિગત દલિક ખાલી થાય છેઅપરાય છે–તેને નિર્લેપ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org