________________
જીવ-અધિકાર.
[ પ્રથમ શીતલતાવાળા સમ્યક્ત્વરૂપ ઘનસાર (ચંદન)થી તેને આત્મા લેપાય, ત્યારે તે તેના આનંદ વિષે પુછવું જ શું ?
જન્મથી જ અંધ હોય તે એકાએક દેખતો થઈ જાય- આ સમગ્ર વિશ્વ વિલેકવાની તેને સુંદર તક મળી જાય તે તેને કેટલો આનંદ થાય? એવી રીતે અનાદિકાલિક મિથ્યાત્વરૂપ અંધતાથી દુઃખી થતા જીવને સમ્યગ્ગદર્શનરૂપ વિવેકનેત્ર મળે, ત્યારે તેના આનંદમાં કંઈ મણું રહે ખરી કે ?
કેઈ દુઃસાધ્ય વ્યાધિથી પીડાતા રેગીને રામબાણ ઔષધ પ્રાપ્ત થાય તે તેને કે આનંદ થાય? તેમ મિથ્યાત્વાદિ દુઃસાધ્ય રોગથી ગ્રસ્ત ભવ્ય જીવને તેના પ્રતીકારરૂપ સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે તેના આનંદમાં કંઈ કચ્ચાસ રહે ? “
ભયંકર રણસંગ્રામમાં હારી જવાની અણી ઉપર આવેલા સેનાપતિને વિજય-માળા વરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે તેને જે આનંદ થાય, એનાથી પણ કરોડ ગુણ આનંદ સમ્યત્વ પ્રાપ્ત થતાં પ્રાણીને થાય એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી જ. ત્રણ પુંજ બનાવવાનું કાર્ય–
આપણે પર્વે (પૃ૦ ૧૦૪-૧૦૫) ઉપર જઈ ગયા તેમ જ્યાં સુધી જીવ પ્રથમ સ્થિતિમાં હેય-જ્યાં સુધી તે અંતમુહૂર્તવેદ્ય મિથ્યાત્વ-દલિકને અનુભવ કરી રહ્યો હોય, ત્યાં સુધી તે તે મિથ્યાદષ્ટિ જ છે. આ સ્થિતિના ચરમ સમયે એટલે અનિવૃત્તિકરણના પણ છેલ્લા સમયે, પરં અંતરકરણના અને એથી કરીને પથમિક સભ્યત્વના પ્રારંભની પૂર્વેના સમયમાં, ભવ્ય જીવ અત્યાર સુધી દબાવી રાખેલાં દીર્ઘકાલિક બીજી સ્થિતિમાં રહેલાં દલિકના મદન કેદ્રવાદિના દષ્ટાન્ત અનુસાર
કમ્મતની શ્રીમલયગિરિસૂરિકૃત ટીકા (પત્રાંક ૧૬૫)માં સાક્ષીભૂત નિમ્નલિખિત પદ્યો દ્વારા
જાયષણ વથા ઉર-અક્ષ सद्दर्शनं तथैवास्य, सम्यक्त्वे सति जायते ॥१॥ आनन्दो जायतेऽत्यन्तं, तात्त्विकोऽस्य महात्मनः ।
સાથvમે પત્ર, પિતરા પરોક્ષધાલૂ રા”- ૨ મદન–કેદ્રવાને ધેવાથી તેમાંના કેટલાક પૂરે પૂર મદન (મયણ)થી રહિત બને, કેટલાક છેડે ઘણે અશ-અડધોઅડધ મયણ રહિત થાય તે કેટલાક સર્વથા મયણાથી યુક્ત જ રહે એ એક પ્રાસંગિક દઝાન્ત છે. બીજાં બે દષ્ટાન્ત વસ્ત્ર અને જળ સંબંધી છે અને તે વાત આદિ શબ્દથી દર્શાવવામાં આવી છે. જેમ કેઈ અત્યંત મલિન વસ્ત્ર હોય તે ધોવાથી તદન નિર્મળ–સ્વચ્છ બની જાય; જ્યારે કોઈક વસ્ત્ર ઉપર એ ડાઘો પડયો હોય-એવો મેલ બાઝો હોય કે તે દેવાતાં અર્ધ-શુદ્ધજ બને; અને કાઈક વસ્ત્રને ગમે તેટલા છે પડે-તેપણ તે મલિન જ રહી જાય-મગરોળી આ પત્થરના ઉપર જેમ મૂસળધાર વૃષ્ટિની પણ કંઈ અસર ન થાય તેમ તેના મેલને જળની કંઈ જ અસર ન થાય. એવી રીતે કેટલુંક મેલું ગંદુ પાણી સ્વચ્છ બની શકે, કેટલુંક થોડે અંશે મલિન અને ડે અંશે “નિર્મળ એટલે કે મિશ્ર બને અને કેટલુંક મલિન જ રહે તેમ અત્ર ઘટાવી લેવું. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org