SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ 1 આહંત દર્શન દીપિકા. ૧૦૩ લોકપ્રદેશ જેટલા છે. યથાપ્રવૃત્તિકરણનાં અધ્યવસાય-સ્થાને પ્રથમ સમયમાં અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશના પ્રદેશ-રાશિ જેટલાં છે, દ્વિતીય સમયમાં એથી અધિક છે, તૃતીય સમયમાં એથી પણ અધિક એ પ્રમાણે ઉત્તરોત્તર સમયમાં સમજી લેવું. અપૂર્વકરણ માટે પણ આ પ્રમાણે ઘટાવી લેવું. આ અધ્યવસાય-સ્થાની સ્થાપના કરવામાં આવે છે તે વિષમ ચતુરન્સ (quadrilatera) ક્ષેત્ર થાય છે. એની ઉપર અનિવૃત્તિકરણનાં અધ્યવસાય-સ્થાને મેતીના હારના આકારે સ્થાપી શકાય છે. વિષમ ચતુર ક્ષેત્રની સ્થાપના મુક્તાવલી સ્થાપના યથા પ્રક ૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦. = ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ થી ૦ અપૂર્વકરણ ૦ અનિવૃત્તિકરણના નામની સાર્થકતા-- અનિવૃત્તિકરણ એ જ એક એવું કરણ છે કે જેમાં વર્તેલા, વર્તતા અને વર્તનારત્રિકાલવર્તી છની પરિણામ-વિશુદ્ધિ સમાન સમયમાં તુલ્ય હોય છે. આથી આનું નામ સાન્વર્થ છે એમ સમજી શકાય છે. કહેવાની મતલબ એ છે કે અનિવૃત્તિકરણના અધિકારી જીને પ્રથમ સમયમાં એક જ સરખી વિશુદ્ધિ હોય છે; દ્વિતીય સમયમાં પણ એક જ સરખી, એમ આ કરણના અન્તિમ સમય સુધી સમજવું. આનો અર્થ એમ કરવાનો નથી કે પ્રથમ સમય અને દ્વિતીય સમયની વિશુદ્ધિ ફેરફાર વિનાની–એક સરખી છે. યાદ રાખવું જોઈએ કે ઉત્તરોત્તર સમયમાં અનન્ત ગુણી વિશુદ્ધિ રહેલી છે, પરંતુ વિવક્ષિત કઈ પણ સમયમાં ત્રણે કાળના જીની પરિણામ-વિશુદ્ધિ એક સરખી હોય છે. આ કરણની સાર્થકતા અન્ય રીતે પણ સિદ્ધ થાય છે. તે એ છે કે આ કારણે પિતાનું કાર્ય કર્યા વિના-સમ્યકત્વ સંપાદિત કરાવ્યા વિના નિવૃત્ત થતું નથી, નિરાંતે બેસતું નથી, પાછું હઠતું નથી. આ કરણના જેટલા સમયે છે તેટલા જ તેના અધ્યવસાયે છે. વળી અપૂર્વકરણના આરંભ-કાલથી જેમ તે કરણમાં સ્થિતિ-ઘાતાદિ ચાર કાર્યો પ્રવર્તે છે, તેમ આ કરણ માટે પણ સમજી લેવું. આ અનિવૃત્તિકરણના બળથી અન્ડરકરણ બને છે. આ અન્ડરકરણ એટલે શું તે વિચારીએ. ૧ કરમ૦ના ઉપશમનાકરની નિમ્નલિખિત ૧૬મી ગાથાને પૂર્વાર્ધમાં કહ્યું પણ છે કે " अणियट्टिम्मि वि एवं तुल्ले काले समा तओ नाम" [ અનિવૃત્તિ( ૪ ) અnિ gવું તુવે કાજે ના તો નામ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy