________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિક. કર્મોને બાંધે છે, અર્થાત્ પૂર્વની જેમ અશુભ કર્મ બાંધતી વેળા તે તેના ચતુઃસ્થાનક રસ (અનુભાગ)ને ન બાંધતાં ક્રિસ્થાનક અનુભાગને અને તે પણ પ્રતિસમય અનન્ત ગુણો હીન અનુભાગને બાંધે છે; જ્યારે શુભ કર્મોના સંબંધમાં તેના દ્રિસ્થાનક અનુભાગને ન બાંધતાં ચતુઃસ્થાનક અનુભાગને અને તે પણ સમયે સમયે અનન્ત ગુણ અધિક અનુભાગને બાંધે છે. વળી આ જીવ સ્થિતિ-બંધ પણ પૂર્વ પૂર્વ સમયની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યય ભાગે હીન ઉત્તરોત્તર સમયમાં કરે છે.
વળી એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે આ જીવ ૧૪૭ ધ્રુવ-અબ્ધિ પ્રકૃતિને બાંધતે છતે પિતપતાના ભવ-પ્રાગ્ય શુભ પરાવર્તમાન પ્રકૃતિને, નહિ કે અશુભને, બંધ કરે છે; તેમાં પણ વળી આયુષ્યનું વર્જન સમજવાનું છે, (કેમકે અતિશય વિશુદ્ધ પરિણામવાળે જીવ આયુષ્ય-બંધને પ્રારંભ ન કરે). આ વાત કમ્મના ઉપશમના કરણની નિમ્નલિખિત ગાથાઓમાંથી સ્પષ્ટ તરી આવે છે –
૧ પાંચ પ્રકારની જ્ઞાનાવરણીય પ્રકૃતિ, નવ પ્રકારની દર્શનાવરણીય, મિથ્યાત્વમોહનીય, સોળ કવાય, ભય, જુગુપ્સા, તેજસ, કાર્મણ, વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપધાત, નિમણુ અને પાંચ પ્રકારના અન્તરાય ( પ+૯+૧+૧૬+૧+૧+૧+:+૧+૧+૧+૧+૧+૧+૧+૫ ) એમ ૪૭ ધ્રુવ-બલ્પિ પ્રકૃતિઓ છે ( સરખાવો શતક નામને પાંચમા કર્મગ્રન્થની બીજી ગાથા , જે ગુણસ્થાનક લગી જેનો બંધ કહ્યું છે, ત્યાં લગી તે અવશ્ય બંધાય જ તે માટે તે “ ધ્રુવ-બધિ” કહેવાય છે.
૨ ભવ–પ્રાગ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે જે તિર્યંચ કે મનુષ્ય પ્રથમ સમ્યકૃત્વને ઉત્પન્ન કરતે હોય તે દેવગતિને પ્રાપ્ય એવી એટલે કે દેવગતિ, દેવાનપ્રવી, પંચેન્દ્રિય જાતિ, ક્રિય શરીર, વેકિય અંગોપાંગ, સમચતુરસ્ત્ર (ઉત્તમ) સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, પ્રશસ્ત વિહાગતિ, ત્રણ દશક (અર્થાત ત્રસ–નામ, બાદર-નામ, પર્યાપ્ત-નામ, પ્રત્યક-નામ, સ્થિર-નામ, શુભ-નામ, સુભગ-નામ, સુસ્વર-નામ, આદેય-નામ અને યશકીતિ-નામ), સાતવેદનીય અને ઉચ્ચ ગોત્ર એ ૨૧ બાંધે.
દેવ કે નારક પ્રથમ સમ્યકત્વને ઉત્પન્ન કરતું હોય તે મનુષ્યગતિને વેગ્ય એવી એટલે કે મનગગતિ, મનુષ્યાનુપૂર્વી, પંચે, સમ, વ4-ઋષભ-નારા ( ઉત્તમ ) સંહનન, ઔદારિક શરીર, ઔદારિક અંગે પાંગ, પરા, ઉછુ, પ્રશસ્ત, ત્રસ અને ઉચ્ચ ગેત્ર એ ૨૨ શુભ પ્રકૃતિએ બાંધે
આ પૈકી જે સાતમી નરકને જીવ પ્રથમ સમ્યકત્વને પામતે હોય તો ગતિર્દિકને સ્થાને તિર્યંગ-ગતિ, તિર્યંગ-આનુપૂર્વ અને ઉચ્ચ ગેત્રને સ્થાને નીચ ગેત્ર એટલે પૂકત કથનમાં ફેરફાર સમજો .
૩ દેવદ્રિક (એટલેદેવ-ગતિ અને દેવ—આનુપૂવો), મનુષ્યદિક, પંચે, દેહત્રિક, અંગોપાંગત્રિક, સમ, વજ, પરા, ઉ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત, ત્રસ , જિનનામ, શુભ આયુષ્યત્રિક, સાતારા અને ઉચ્ચ ગેત્ર ( ૨+૨+૧+૨+૩+૧+૧+૧+૧+૧+૧+૧+૧૦+૧+૩+૧+૧ ) એ ૩૪ શુભ પરાવર્તમાન પ્રકૃતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org