SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] અપૂર્વ કરણ—— અપૂર્ણાંકરણ એ વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણ (પૂર્વ પ્રવૃત્ત) પછી અને અનિવૃત્તિકરણ પૂર્વે ઉદ્ભવતું કરણ છે. સામાન્ય રીતે વિચારતાં જેમ અપૂર્વકરણ એ પૂર્વ પ્રવૃત્તનું કાય છે, તેમ આ અનિવૃત્તિકરણનું કારણુ છે. આ અપૂર્વ^કરણ પૂર્વપ્રવૃત્ત કરતાં વધારે શુદ્ધ છે–ચડિયાતું છે, પરંતુ અનિવૃત્તિકરણથી તે ઉતરતુ છે. આપણે ઉપર જોઇ ગયા તેમ એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવે આ અપૂર્વકરણના અધિકારી નથી. એના ઉપર તે પંચેન્દ્રિયની અને તેમાં પણ વળી પર્યાપ્ત સન્નીની અને તેમાં પણ વળી અ પુદ્ગલ-પરાવથી કઇક ન્યૂન જેટલા કાળ સુધીમાં તે જે જીવ જરૂર જ મેક્ષે જનારા હોય તેમની હકુમત ચાલી શકે તેમ છે. તે જ ગ્રન્થિને ભેદવામાં આને હથિયાર તરીકે ઉપયોગ કરી શકે છે. આવા જીવા ઉપર ઈર્ષ્યા, દ્વેષ, નિન્દા વગેરે દોષો બહુ જ ઘેાડા પ્રભાવ પાડી શકે છે, કેમકે આ જીવાને આત્મ-કલ્યાણુ કરવાની તીવ્ર અભિલાષા હોય છે. એથી કરીને તે તે સંસારની ખટપટ-પ્રપંચથી દૂર રહેવા મથે છે. આમ હાઇ તે નીતિને માર્ગે ચાલે, સત્પુરૂષોના પક્ષપાત કરે તથા `સુદેવ અને રસુગુરૂનુ બહુમાન જાળવવા અથાગ પરિશ્રમ આદરે તે તેમાં શી નવાઇ ? આ જીવોના સબંધમાં એમ કહી શકાય છે કે તેએ અધ્યાત્મની પ્રથમ ભૂમિકા ઉપર છે–તેઓ ‘ અપુનબન્ધક ’છે એટલે કે જે અવસ્થા દરમ્યાન મિથ્યાત્વના ઉત્કૃષ્ટ સ્થિતિ અન્ય અટકી જાય એવી અવસ્થાએ તેએ પહેાંચ્યા છે. ' આર્હુત દર્શન દીપિકા જેમ ચથાપ્રવૃત્તિકરણની પ્રાપ્તિ અનેક વાર થઇ શકે તેમ છે, તેમ અપૂર્ણાંકરણ કે જે ભવ્ય જીવાને જ પ્રાપ્ય છે તેના સબંધમાં સમજવુ' કે કેમ એવા પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. અર્થાત્ આ અપૂવ કરણ જીવને એક જ વાર ઉદ્ભવે છે કે એથી વધારે વાર પણ ? અને જો તે વધારે વાર ઉદ્ભવતુ હોય, તે તેના વ્યુત્પત્તિ-જય અથ કેવી રીતે સુટિત રહે છે ? ૯૭ આના ઉત્તર એ છે કે કેટલાક ભન્ચ જીવાને એક કરતાં વધારે વાર પણ અપ - કરણની પ્રાપ્તિ સંભવે છે, કેમકે અપૂર્વકરણ પ્રાપ્ત કર્યાં બાદ અનિવૃત્તિકરણની મદદથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે તે અમરપટા લખાવીને આવેલુ હાતુ નથી તે ન જ ગુમાવી બેસાય તેવું નથી. જ્યારે વસ્તુસ્થિતિ આ પ્રમાણેની છે, તે બીજી, ત્રીજી, ઈત્યાદિ વારનું અપૂર્વકરણ અપૂર્વવત્ હેવાથી તે અપૂવ કરણ કહેવાય એમ સમજી શકાય છે. અલમત અપૂર્વકરણના વ્યુત્પત્તિ-અથ ત એ છે કે પૂર્વે જીવે નહિ અનુભવેલા એવા અધ્યવસાય-વિશેષ, અપૂર્વકરણની વિશિષ્ટતા— આપણે જોઇ ગયા તેમ સામાન્ય યથાપ્રવ્રુત્તિકરણ તે અંક વિનાના મીંડા જેવું છે. એનું કઇ ખાસ ફળ નથી. પરંતુ વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણ ( પૂર્વપ્રવૃત્ત ) તેમજ અપૂર્વકરણ Jain Education International ૧ આની માહિતી માટે જીએ શ્રીભક્તામરસ્તાત્રની પાપૂર્તિરૂપ કાવ્યસંગ્રહના દ્વિતીય વિભાગ (પૃ૦ ૧૩૩–૧૩૫ ). ૨ આના સ્થૂળ સ્વરૂપ માટે જીએ ઋષભનું સ્પષ્ટીકરણ ( પૃ૦ ૪૨ ), For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy