SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ જીવ–અધિકાર. [ પ્રથમ આત્મા કર્માનું સ્થિતિ-ખલ ઘટાડે છે-મિથ્યાત્વને મન્દ બનાવે છે. આમાં જે આત્માના અનાભેગ --બુદ્ધિ પૂર્વકના નહિ એવા જે પરિણામ કારણરૂપ છે, તેને ‘ યથાપ્રવૃત્તિકરણ ’ એવું નામ આપવામાં આવ્યુ છે. યથાપ્રવૃત્તિકરણના આપણે સ્પષ્ટતાની ખાતર સામાન્ય અને વિશિષ્ટ એવા એ ભેદો પાડીશુ. તેમાં જે યથાપ્રવૃત્તિકરણ આદ્ય અપૂર્વકરણ તેમજ અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય જ તેને આપણે વિશિષ્ટ તરીકે ઓળખાવીશું. શાસ્ત્રમાં આને ‘'પૂર્વપ્રવૃત્ત ’ એવું અપર નામ આપવામાં આવ્યુ છે અને તે વાસ્તવિક છે, કેમકે બીજાં કરણા કરતાં એ પૂર્વે પ્રવર્તે છે. ખીજા યથાપ્રવૃત્તિકરણને આપણે સામાન્ય કહીશુ. આ સામાન્ય યથાપ્રવૃત્તિકરણના અધિકારી તે અભળ્યે પણ છે. અર્થાત્ જેમનામાં માહ્ને જવાની લાયકાત પણ નથી તેવા જીવા પણ આના અધિકારી છે, એટલે એ દૃષ્ટિએ એ મહત્ત્વનું નથી. છતાં એ ભુલવુ ન જોઇએ કે આત્માન્નતિના માર્ગે પ્રયાણુ કરનારાઓને માટે તે આ પહેલ સ્ટેશન છે. જેને પાતાના આત્માનું હિત સિદ્ધ કરવું હાય, શિવ-સુન્દરીના સુચાગ પ્રાપ્ત કરવાની જેને ઉત્કંઠા હાય, તેને તે આ રખડપટ્ટીરૂપ સ’સારના અનેક સ્ટેશનેથી મુસાફરી કરી આ સ્ટેશન સુધી આવવા માટે ટિકિટ કઢાવવી જ જોઇએ. પરંતુ એ ધ્યાનમાં રાખવું કે આ સ્ટેશન સુધી આવી પહોંચ્યા કે બેડો પાર જ થઇ ગયા એમ નથી અર્થાત્ અહીં આવ્યા પછી જ આત્માન્નતિના માર્ગમાં આગળ વધી શકાય એ સાચી વાત છે, કિન્તુ આગળ વધી જ શકાય એમ નથી. અર્થાત્ અહીં સુધી આવી પહેાંચવુ' એ ભવ્ય કે અભબ્ય જીવને માટે અશક્ય નથી, પરંતુ અહીં આવ્યા વિના તે આગળ વધવું એ અશક્ય છે જ. અહીં આવ્યા પછી જે અપૂર્વકરણરૂપ પરવાના મેળવી શકે, તે જ શિવ-પુરી જવાના અધિકારી બની શકે. અભવ્યે જે યથાપ્રવૃત્તિકરણના અધિકારી છે, એના કરતાં અપૂર્વકરણની પૂર્વે પ્રવર્તતા થથાપ્રવૃત્તિકરણમાં જે કેટલીક વિશેષતાઓ રહેલી છે તે હવે પછી વિચારીશું, પર`તુ અત્ર એટલું તે જરૂર નિવેદન કરીશુ કે પૂર્વપ્રવૃત્તની પ્રારંભની પૂર્વેના અન્તર્મુહૂત કાળ દરમ્યાન પણ પ્રતિસમય અનન્ત ગુણી વિશુદ્ધિથી વૃદ્ધિ પામતા, ગ્રન્થિ સમીપ આવેલ અભવ્યની વિશુદ્ધિથી અધિક-અનંત ગુણી વિશુદ્ધિમાં વર્તતા, મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન કે વિભગજ્ઞાનમાં વતતા, માનસિક, વાચિક અને કાયિક ચાગ ( વ્યાપાર ) પૈકી ગમે તે એક ચાગવાળા અને તેજો-લેશ્યા, પદ્મ-લેશ્યા અને શુકલ-લેયા એ ત્રણ વિશુદ્ધ લેસ્યા પૈકી એક લેશ્યાવાળા જીવ આયુષ્ય સિવાયનાં સાત કર્મીની અંતઃકોટાકાટિ પ્રમાણની સ્થિતિ કરે છે. સામાન્ય ચથાપ્રવૃત્તિકરણના ઉત્કૃષ્ટ કાળ અસ ંખ્યાત સમયના છે, જ્યારે વિશિષ્ટ યથાપ્રવૃત્તિકરણને-પૂર્વ પ્રવૃત્તને અન્તર્મુહૂત જેટલા છે. તેમાં પણ આગળ વિચારવામાં આવનારા અપૂર્વ ૧ આ કરણ તે જે જીવ યાગની ( ૧ ) મિત્રા,( ૨ ) તારા, ( ૩ ) ખલા, ( ૪ ) દીપ્રા, ( ૫ ) થિરા, ( ૬ ) કાન્તા, ( ૭ ) પ્રભા અને ( ૮ ) પરાએ આ દષ્ટિએ ( દૃષ્ટિ એટલે સદ્ભાવનાથી ભિત આત્માને પરિણામ-વિશેષ ) પૈકી પ્રથમ દૃષ્ટિમાં પ્રવર્તતા હાય, તેને હાય છે જેકે આ કરણ દરમ્યાન અપૂર્વકરણના ઉદય નથી, છતાં આના બળથી આ દૃષ્ટિવાળાને તેની પ્રાપ્તિ અતિદૂર નહિ હાવાથી કાર્યમાં કારણના ઉપચાર કરી આને ‘ અપૂર્વકરણ ' પણ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy